ગુજરાતમાંથી ગુમ થયેલી 41 હજાર મહિલાઓનું શું છે સત્ય ? ગુજરાત પોલીસે કર્યો ધડાકો

Share this story

What is the truth about 41 thousand

  • અત્રે ઉલ્લેખનીય છે ગુજરાત પોલીસે ટ્વીટ કરીને વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર સ્થાનિક પોલીસ ગુમ વ્યક્તિની કેસોની તપાસ કરે છે અને રાષ્ટ્રીય સ્તરે સંકલનના ભાગરૂપે અન્ય રાજ્ય પોલીસ એકમો દ્વારા ટ્રેકિંગ કરવા માટે ડેટાને સમર્પિત વેબસાઈટમાં આપવામાં આવે છે.

આજના જમાનામાં સોશિયલ મીડિયા (Social Media) સૌથી મોટું હથિયાર બની ગયું છે. પરંતુ ફાયદા અને ગેરફાયદા છે. સોશિયલ મીડિયા પર દરરોજ લાખો પ્રકારની માહિતી અને સમાચારો શેર કરવામાં આવે છે. જેમાંથી ઘણા સમાચારો અને માહિતી પાયાવિહોણાની ફોરવર્ડેડ હોય છે. જેની કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વિના ધડાધડ ફોરવર્ડ કરવામાં આવે છે. જ્યારે કોઈ ગંભીર બાબત સરકાર કે તંત્રના ધ્યાને આવે છે તો આ અંગે તે ચોક્ક્સ ખુલાસો આપે છે.

તાજેતરમાં જ આવા એક સમાચાર ગુજરાતમાં વાયરલ થયા હતા જેને લઈને ખળભળાટ મચી ગયો છે. આ વાયરલ સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા અનુસાર, વર્ષ 2016માં 7,105 મહિલાઓ, વર્ષ 2017માં 7,712, વર્ષ 2018માં 9,246 અને વર્ષ 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે વર્ષ 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું. પાંચ વર્ષમાં તેમની કુલ સંખ્યા 41,621 પર પહોંચી ગઈ છે.

જોકે આ સમાચાર અધુરા હતા. જેને લઈને ગુજરાત પોલીસ દ્વારા ખુલાસો કરતાં ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે વર્ષ 2016-2020 માં ગુજરાતમાંથી 41621 મહિલાઓ ગુમ થઈ હતી. પરંતુ આ પૈકી 39497 મહિલાઓને (94.90%) પરત મળી આવી છે  અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઈ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે.

અત્રે ઉલ્લેખનીય છે ગુજરાત પોલીસે ટ્વીટ કરીને વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર સ્થાનિક પોલીસ ગુમ વ્યક્તિની કેસોની તપાસ કરે છે અને રાષ્ટ્રીય સ્તરે સંકલનના ભાગરૂપે અન્ય રાજ્ય પોલીસ એકમો દ્વારા ટ્રેકિંગ કરવા માટે ડેટાને સમર્પિત વેબસાઈટમાં આપવામાં આવે છે.

આ પણ વાંચો :-