ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ ટિપ્સ

Share this story

If you are not losing weight

  • Health Tips : જો વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. અહીં તમને જણાવીએ વજન ઉતારવાની સરળ ટિપ્સ. જીવનશૈલીમાં કરો થોડા સુધારા.

વજન ઘટાડવા (Lose weight) માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછું ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી જીવનશૈલી ખોટી છે. ખોટી જીવનશૈલીના કારણે તમે ગમે તેટલા પ્રયત્નો કરો છતાં વજન ઓછું નહીં થાય.

જો વજન થોડુ ઘણું પણ ઓછું થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના (Nutrient elements) અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. અહીં તમને જણાવીએ વજન ઉતારવાની સરળ ટિપ્સ. જીવનશૈલીમાં કરો થોડા સુધારા.

1. રોજ ૩-૪ લીટર પાણી પીઓ :

વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ દિવસમાં ૧૦થી ૧૨ ગ્લાસ પાણી (૩-૪ લીટર) પીવાનો નિયમ લો. આટલું પાણી પીવો તો શરીરનું મેટાબોલિઝમ સારું થાય છે અને ખાવાનું સારી રીતે પચે છે. આ ઉપરાંત આટલું પાણી પીવાથી વારંવાર ખાવાની આદત પણ જતી રહે છે કારણ કે પાણીના કારણે પેટ ભારે હોવાનો અહેસાસ થાય છે. એટલું ધ્યાન આપો કે ભોજન કર્યા બાદ ઓછામાં ઓછા એક કલાક પછી પાણી પીઓ.

2. સલાડ ખાઓ :

રોજ જ્યારે પણ ભોજન કરો તો પૂરતા પ્રમાણમાં સલાડ પણ ખાઓ. જો તમને ભૂલ લાગે તો સ્નેક્સની જગ્યાએ સલાડ જેમ કે ગાજર, કાકડી, ચણા વગેરેનું સેવન કરો. ચણા ખાવાથી શરીરને પ્રોટીન મળે છે.

3. ભોજન કર્યા બાદ ૧૫ મિનિટ ટહેલવાની આદત રાખો

બપોરનું ભોજન હોય કે રાતનું પણ ખાધા બાદ ૧૫ મિનિટ જરૂર ચાલો. ઘર કે ઓફિસની આસપાસ કોઈ પાર્ક હોય તો ત્યાં જાઓ નહીં તો કોઈ પણ જગ્યાએ જઈને ચાલો. ભોજન કર્યા બાદ તરત સૂવાનું, કે બેસીને કામ કરતા રહેવાથી વજન વધે છે પેટ બહાર આવે છે. જો તમે વધુ કેલેરીવાળુ ભોજન કર્યું હોય તો ખાધા બાદ ટહેલવાથી તે બળશે અને લાભ થશે.

4. જંક ફૂડ ન ખાઓ :

જો તમે ખરેખર વજન ઉતારવા માંગતા જ હોવ તો તમારે જંકફૂડ અને બહારના ખાવાનાથી બચવું પડશે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં બહારના ભોજનનું સેવન કર્યા કરે છે. આ સાથે જ ચોકલેટ, કેક, ટોફી અને આઈસ્ક્રિમનું સેવન પણ ન કરો.

આ પણ વાંચો :-