જીયોનો સૌથી સસ્તો પ્લાન, માત્ર ૧૧૯ રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ ૧.૫ GB ડેટા સહિત મળશે આ ફાયદા

Share this story

Jio’s cheapest plan

  • Reliance Jio Cheapest Recharge Plans : જો તમે જિયો યૂઝર્સ છો તો RS ૧૧૯ Plan થી રિચાર્જ કરાવવા પર તમને JioTV, JioCinema JioSecurity, JioCloud જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.

Reliance Jio Recharge Plans 2023 : દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના કસ્ટમરને ઘણા સસ્તા રિચાર્જ પ્લાન્સ ઓફર કરી રહી છે. જેમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS સહિત ડેટા બેનિફિટસ મળે છે. આ દરેક પ્લાનમાં અંતર વેલિડિટી અથવા ડેટાનું હોય છે. જિયોના ઘણા પ્લાન્સ છે. જેમાં અનલિમિટેડ કોલિંગની સાથે ૧.૫ જીબી ઈન્ટરનેટ ડેટા (Internet data) મળી રહ્યો છે. પરંતુ અમે તમને જિયાના એક સસ્તા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.

Jio RS 119 Plan માં મળે છે ઘણા ફાયદા

જિયો પોતાના યૂઝર્સને ૧૧૯ રૂપિયા (Reliance Jio RS 119 Plan) નો એક પ્લાન આપી રહ્યું છે, જે કમાલનો છે. તેમાં તમને બીજા પ્લાનની જેમ અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ૧.૫ જીબી ડેટા મળશે. આ સાથે તમને ૩૦૦ ફ્રી એસએમએસનો પણ ફાયદો મળશે. એટલું જ નહીં આ પ્લાનથી રિચાર્જ કરાવવા પર તમને JioTV, JioCinema, JioSecurity, JioCloud જેવી એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.

આ અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ૧.૫જીબી ડેટાવાળો જિયોનો સૌથી સસ્તો પ્લાન છે. પરંતુ આ પ્લાનની વેલિડિટી માત્ર ૧૪ દિવસની હોય છે. તેથી તમે અનલિમિટેડ કોલિંગ, ફ્રી એસએમએસ સહિત ડેટા બેનિફિટસનો ઉપયોગ ૧૪ દિવસ સુધી કરી શકશો.

આ છે જિયોના 1.5 જીબી ડેટાવાળા શાનદાર પ્લાન્સ :

તો વધુ દિવસની વેલિડિટી સાથે ૧.૫ જીબી ડેટાવાળા જિયોના બીજા પ્લાન પણ હાજર છે. તેમાં જિયોનો 199 રૂપિયા, ૨૩૯ રૂપિયા, ૨૫૯ રૂપિયા, ૪૭૯ રૂપિયા, ૬૬૬ રૂપિયા અને ૨૫૪૫ રૂપિયાનો પ્લાન સામેલ છે. તમને જણાવી દઈએ કે ૧૯૯ રૂપિયાના પ્લાનની વેલિડિટી ૨૩ દિવસની છે. આ સિવાય ૨૩૯ રૂપિયાનો પ્લાન ૨૮ દિવસની વેલિડિટી સાથે આવે છે.

તો ૨૫૯ રૂપિયાના પ્લાનમાં એક મહિનાની વેલિડિટી મળે છે. Jio RS ૪૭૯ Plan નો પ્લાન ૫૬ દિવસની વેલિડિટી સાથે આવે છે. તો Jio RS ૬૬૬ Plan ૮૪ દિવસની વેલિડિટી અને Jio RS ૨૫૪૫ Plan કુલ ૩૩૬ દિવસની વેલિડિટી સાથે આવે છે.

આ પ્લાનમાં મળનાર દરેક બેનિફિટસ જિયોના ૧૧૯ રૂપિયાના પ્લાન જેવા છે. એટલું જ નહીં Jio RS ૧૧૯ Plan ને છોડીને બાકી દરેક પ્લાનમાં દરરોજ ૧૦૦ ફ્રી એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે. જો તમે જિયો યૂઝર છો તો તમારી જરૂરીયાત પ્રમાણે પ્લાન પસંદ કરી શકો છો.

આ પણ વાંચો :-