ગાંધીનગરમાં કારમાં હથિયારો મૂકીને પોલીસને દોડતી કરનાર પાટીદાર નીકળ્યો, વીજાપુર સાથે છે નાતો

Share this story

The Patidar who put weapons

  • Gandhinagar News : ગાંધીનગરમાં બિનવારસી કારમાંથી દેશી બનાવટનાં હથિયાર મળી આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ઝડપી પાડયો હતો.

ગઈકાલે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી (Gandhinagar) બિનવારસી કારમાંથી દેશી બનાવટના હથિયાર મળી આવ્યા હતા. આ બાદ તપાસ એજન્સીઓ દોડતી થઈ હતી. આખરે સાંજ સુધીમાં આ કાર કોની છે તે મામલો ખુલાસો થયો હતો. ગાંધીનગર પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જેમાં સામે આવ્યું કે આ કાર જિતેન્દ્ર પટેલની (Jitendra Patel) છે. જેની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સરગાસણમાં આવેલ ફ્લેટના બેઝમેન્ટમાંથી એક બિનવારસી કાર મળી આવી હતી. સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં આ કાર પાર્ક કરાયેલી હતી. આ બિનવારસી કારમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ૨ રિવોલ્વર, ૨ દેસી ક્ટ્ટા, ૩૦૦ જીવતા કારતૂસ મળ્યા હતા.

હથિયારો સાથે બિનવારસી કાર મળી આવતા ગાંધીનગરમાં ચકચાર મચી ગઈ છે. જેના બાદ તપાસ એજન્સીઓ દોડતી થઈ હતી. ફલેટમાંથી અમદાવાદના પાર્સિંગની GJ.1.RJ.5702 નંબરની હ્યન્ડાઈ કાર મળી હતી. કાર પર ધૂળ જમા થયેલી હતી અને લાંબા સમયથી પાર્ક કરાયેલી હતી.

કાર મળી આવ્યા બાદ ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરતા સાંજ સુધી કારનો માલિક મળી આવ્યો હતો. કાર જીતેન્દ્ર પટેલ નામના શખ્સની હતી. સમગ્ર મામલે રેન્જ આઈજી અભય ચૂડાસમાએ જણાવ્યું કે, આટલા હથિયારો શા માટે લાવ્યો હતો તે બાબતે તપાસ ચાલુ છે અને પેન ડ્રાઈવ અને અન્ય ચીજો મળી આવી હતી. ગુજરાત ATSમાં પણ ગુનો નોંધાયેલો છે અને અગાઉ આ આરોપી સામે ગુનો નોંધાઇ ચુક્યો છે. તેમજ સ્થાનિકોની જાણકારી બાદ ગુનો રજીસ્ટર થયો હતો.

તેમણે કહ્યું કે, જીતેન્દ્ર પટેલ રીઢો ગુનેગાર છે. તેનો ગુનાહિત ઈતિહાસ છે અને ત્રણ મર્ડર કરી ચૂક્યો છે. ગુજરાત એટીએસમાં પણ એક હથિયારનો તેના પર ગુનો દાખલ છે. તે મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યો હોવાની વાત સામે આવી છે. વર્ષોથી ગાડી ત્યાં પડી હતી. તે પોતે એક વર્ષથી ભાડુઆત તરીકે રહી ચૂક્યો છે. એક વર્ષ પહેલાં જેલમાંથી છુટ્યો હતો. તે મૂળ વિજાપુરનો વતની છે અને હાલ અમદાવાદના ઘોડાસરમાં તેનું મકાન છે.

સરગાસણના સ્વાગત એફર્ડમા બિન વારસી કાર અને હથિયાર મળી આવી હતી. કારની ડિટેલ સર્ચ કરતા અલગ અલગ ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. જેમાં જીતેન્દ્ર પટેલ નામનો માણસ આ કારનો માલિક હતો. જિતેન્દ્ર પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જીતેન્દ્ર પટેલે લોકડાઉન પહેલા આ હથિયાર મંગાવ્યા હતા. આરોપી જૂનો ગુનેગાર છે. અગાઉ ત્રણ જેટલી હત્યાના ગુનામાં જોડાયેલ છે. સગીર છોકરીનું અપહરણ કરીને ભગાડી જવાનો અને ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયેલ ગુનામાં જોડાયેલ છે.

આ પણ વાંચો :-