WTC Final : ધુઆંધાર બેટિંગથી ભુક્કા બોલાવી રહ્યો છે આ ખેલાડી, ઓસ્ટ્રેલિયા માટે સાબિત થશે કાળ !

Share this story

WTC Final

  • ટીમ ઈન્ડિયા પાસે આવી ગયો છે એવો ખતરનાક ખેલાડી જેની બેટિંગ જોઈને ઓસ્ટ્રેલિયા હાલ ગભરાઈ ગયું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં આ ખેલાડી એકલા હાથે વિરોધી ટીમને પડી શકે છે ભારે.

ક્રિકેટ વિશે કહેવાય છેકે ટેસ્ટ ક્રિકેટ (Test cricket) ઈઝ એ રિયલ ટેસ્ટ ઓફ ક્રિકેટર્સ. ત્યારે આ જેન્ટલમન ગેમમાં દરેક સારા ક્રિકેટ અને કેપ્ટનનું સપનું હોય છે ટેસ્ટમાં બેસ્ટ બનવાનું. ભારત પાસે ટિમ ઈન્ડિયા પાસે હવે આ મોકો છે. આ મોકો છે વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટની (World Test Cricket) ચેમ્પિયનશિપને જીતવાનો. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતનો એક ખેલાડી વિરોધી ટીમને ભારે પડી શકે છે.

હાલ આ બેટરની ધુઆંધાર બેટિંગથી આખી ઓસ્ટ્રેલિયા ટિમ થરથર ધ્રુજી રહી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર ૭ જૂનથી ૧૧ જૂન સુધી ટીમ ઈન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે. ત્યારે આ મેચ પહેલાંથી જ ભારતના આ ખતરનાક બેટ્સમેનનું ઘાતક ફોર્મ જોઈને ઓસ્ટ્રેલિયન ટીમ પહેલેથી જ ધ્રૂજી રહી છે.

ભારતનો આ જુવાનિયો ઓસ્ટ્રેલિયાને હંફાવે છે :

ટીમ ઈન્ડિયાનો ખતરનાક બેટ્સમેન ઈશાન કિશન હાલ આઈપીએલમાં વિરોધી ટીમના ગાભા કાઢી રહ્યો છે. મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાયેલી IPL મેચમાં ઇશાન કિશને 21 બોલમાં 42 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

ઈશાન કિશનની આ વિસ્ફોટક ઈનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની આ ટાઈટલ મેચમાં ઈશાન કિશન વિકેટ કીપર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો :-