જાતીય શોષણ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત જાહેર, ફટકારાયો આટલાં લાખ ડોલરનો દંડ

Share this story

Donald Trump found guilty in case fined dollars

  • અમેરિકાના ન્યૂયોર્કની એક કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યૌન શોષણ અને માનહાનિ કેસ માટે દોષિત ઠેરવ્યા છે. તેમને 50 લાખ ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) મુશ્કેલીમાં વધારો થયો છે. તેમને અમેરિકાના ન્યૂયોર્કની એક કોર્ટમાંથી જબરદસ્ત ઝટકો લાગ્યો છે. કોર્ટે ડોનાલ્ડ ટ્રેમ્પને જાતીય શોષણના (Sexual abuse) કેસમાં દોષિત ઠેરવ્યા છે. તેમને જાતીય સતામણી અને માનહાનિ મામલે 50 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

50 લાખ ડોલરનો દંડ ફટકાર્યો :

કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે કહ્યું કે ટ્રેમ્પ 1990ના દાયકામાં એક મેગેઝિનની લેખિકા ઈ. જીન કૈરલનું જાતીય શોષણ કરવાના કેસમાં દોષિત છે. ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત કૈરલને બદનામ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠેરવ્યા અને કૈરલને નુકસાની પેટે 50 લાખ ડોલરનું વળતર આપવાનો આદેશ કર્યો છે. જોકે, કોર્ટે ટ્રમ્પને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કૈરલ પર દુષ્કર્મ કરવા માટે દોષિત નથી ઠેરવ્યા. જ્યુરીએ કૈરોલના દુષ્કર્મના આરોપને ફગાવી દીધો અને કહ્યું કે આ કેસ ક્રિમિનલ કોર્ટમાં નહીં પરંતુ સિવિલ કોર્ટીની સમક્ષ લાવવામાં આવ્યો હતો.

25 એપ્રિલથી શરૂ થઈ હતી સુનાવણી :

પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોર્ટના આ નિર્ણયને સાર્વજનિક રીતે અપમાનજનક અને તેમની બદનામીનું કારણ ગણાવ્યું છે. આપને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ આ કેસમાં 25 એપ્રિલથી સુનાવણી શરૂ થઈ હતી અને હવે નવ સભ્યોની જ્યુરીએ ટ્રમ્પને જાતીય શોષણ માટે દોષિત ઠેરવ્યા છે.

આ પણ વાંચો :-