Home Blog Page 1086

૧૧ મે ૨૦૨૩નું રાશિફળ : આ રાશિના વિદ્યાર્થીઓને મળશે સારી સફળતા, તો આ જાતકોને નોકરીમાં મળશે યશના અવસર, જુઓ આજનું રાશિફળ

May 11, 2023 Horoscope

મેષઃ
આર્થિક ક્ષેત્રે શુભ ફળ પ્રાપ્ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય. તથા નવા ધંધાની શરૂઆતના યોગમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃષભઃ
દિવસની શરૂઆત સુંદરરીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

મિથુનઃ
જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજ શોખ માં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસી નો ઉપદ્રવ રહે. સ્થાવર જંગમ મિલકત થી લાભ. પિતાની ‌તબિયત સાચવવી.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાકીય પાસુ મજબુત બને. પરિવાર માં આનંદ જળવાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રો નો સાથ સહકાર મળે. આરોગ્ય જળવાય.

સિંહઃ
સંતાનની પ્રગતિ થી હર્ષ. વિદ્યાર્થી વર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતીત થાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.

કન્યાઃ
જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. સંતાન ના પ્રશ્નો નું નિરાકરણ આવતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉ‌ન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવા થી પરેશાની રહે.

તુલાઃ
કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણો નું યોગ્યરીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થય સારૂં રહેશે.

વૃષિકઃ
બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્ર ફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.

ધનઃ
આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જળવાય.

મકરઃ
વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડોક્ટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્યક્તિઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભઃ
ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણા ઉછીના આપવા કે લેવા નહીં. અન્યથા નાણાં ફસાઇ જવાની શક્યતા છે. આવક જળવાય. મિત્રોથી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ. યશ-પ્રતિષ્ઠા વધે. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-

ગીતા મંદિર બસ સ્ટેન્ડ ટપોરીઓનો અડ્ડો બન્યું  ! મુસાફરોને પતરી મારી, સ્ટાફની સાથે…

0

Gita Mandir bus stand became 

  • અમદાવાદના ગીતા મંદિરમાં સડકછાપ ટપોરીઓનો રીતસરનો આતંક મચાવીને રાખ્યો છે. પોલીસ જવાનોની હાજરીમાં ટપોરી ગેંગનો ખુલ્લો આતંક મચેલો છે. જેના કારણે ટપોરીઓ બેફામ અને પોલીસ લાચાર જેવી સ્થિતિ બનેલી છે.

ફરી એકવાર અમદાવાદમાં (Ahmedabad) અસામાજિક તત્વોનો (Antisocial elements) આતંક જોવા મળ્યો છે. અમદાવાદના ગીતા મંદિરમાં સડકછાપ ટપોરીઓનો રીતસરનો આતંક મચાવીને રાખ્યો છે. પોલીસ જવાનોની હાજરીમાં ટપોરી ગેંગનો ખુલ્લો આતંક મચેલો છે. જેના કારણે ટપોરીઓ બેફામ અને પોલીસ લાચાર જેવી સ્થિતિ બનેલી છે.

અહીં આસપાસના વેપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવવા માટે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. ગીતા મંદિર વિસ્તારમાં સડકછાપ મવાલીઓ ૧૦૦-૧૦૦ રૂપિયાના હપ્તા ઉઘરાવે છે. ૨૫ એપ્રિલે પણ આ સડકછાપ ગુંડાઓએ તોડફોડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલા મુસાફરોની હાજરીમાં ગાળાગાળી કરીને તોડફોડ કરી હતી.

ગઈકાલ રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ ગીતા મંદિર બસ સ્ટેશન પર આતંક મચાવ્યો હતો. અહીં અસામાજિક તત્વોએ બસ સ્ટાફ અને મુસાફરો સાથે અભદ્ર વર્તન કરીને મારામારી કરી હોવાની ઘટના ઘટી છે. આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. આ અંગેની ફરિયાદ અગાઉ એક વેપારી દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન નથી.

અહીં લગાવેલા સીસીટીવી કેમેરામાં અસામાજિક તત્વોની લુખ્ખાગીરીના દ્રશ્યો કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડ પર બે યુવકો દ્વારા મુસાફરો અને સ્ટાફની સાથે કરી મારામારી કરવામાં આવી હતી. આમાં એક યુવકને પતરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં સ્ટાફ પર ખુરશી વડે હુમલો કરીને મારામારી કરી હતી.

જો કે બાદમાં પોલીસે આ અસામાજિક તત્વોને પકડી લીધા હતા અને કોઇપણ કાર્યવાહી કર્યા વિના પાછા છોડી દેવામાં આવ્યા હતા. પોલીસે છોડી મૂક્યા બાદ ફરીથી બસ સ્ટેન્ડ પર આ અસામાજિક તત્વોએ આવીને કર્મચારીઓને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો :-

 

 

આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરનાર NCB ઓફિસરની ગઈ નોકરી, જાણો શું છે કારણ

NCB officer who arrested Aryan Khan  

  • Aryan khan Drugs Case : બહુ ચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા NCB ઓફિસર sp vishwa vijay singhને બરતરફ કરવામાં આવ્યા છે.

મુંબઈના ચર્ચિત કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસ (The Cordelia Cruz drugs case) સાથે જોડાયેલા એક NCB ઓફિસર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. NCBએ આ ઓફિસરને બરખાસ્ત કરી દીધા છે. SP વિશ્વ વિજય સિંગ તે ઓફિસરોમાં શામેલ હતો જેમણે વર્ષ 2021માં ક્રૂઝ પર છાપેમારી કર્યા બાદ એક્ટર શાહરૂખ ખાનના (Shah Rukh Khan) દિકરા આર્યન ખાનને (Aryan Khan) અરેસ્ટ કર્યો હતો.

લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ :

રિપોર્ટ અનુસાર વિશ્વ વિજય સિંહ NCBના મુંબઈ ઓફિસમાં એસપી હતા અને આર્યન ખાન વાળા કેસમાં તપાસ અધિકારી પણ હતા. આર્યન ખાનને ક્લીન ચિટ મળ્યા બાદ NCBએ તેમને ડ્રગ્સની જપ્તી સાથે જોડેયેલા એક અન્ય મામલામાં ભ્રષ્ટાચારના આરોપના કારણે બળતરફ કર્યા હતા.

આ મામલો 2019નો હતો અને તેમના પર સ્થગીત કાર્યવાહી 2022માં થઈ. હાલમાં જ આ મામલામાં તપાસ રિપોર્ટ આવ્યો છે તેમાં સુચન આપવામાં આવ્યું હતું કે વિશ્વ વિજય સિંહને સર્વિસથી હટાવી દેવો જોઈએ. તેના બાદ તેમને બરતરફ કરી દેવામાં આવ્યા.

અન્ય અધિકારી પર પણ તપાસ :

સેવામાંથી બરતરફની કાર્યવાહી એક અન્ય અધિકારી પર પણ કરવામાં આવી છે. તેમનું નામ વિશ્વનાથ તિવારી છે. આ કેસ વર્ષ 2016નો છે. ત્યારે તિવારી NCBમાં ઈન્ટેલિજન્સ અધિકારી હતા. તેમના પર આરોપ હતો કે તેમણે પોતાના વરિષ્ઠ અધિકારીઓ અને વિભાગની પરવાનગી વગર સિંગાપુરની યાત્રા કરી હતી. વિશ્વનાથ તિવારીને પણ તપાસ બાદ નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતમાં જ્યાં સૌથી વધુ દીપડા છે ત્યાં વન વિભાગનું ગણતરીનું છે ખાસ પ્લાનિંગ

0

The forest department  

  • Leopard Counting : સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં સારો ખોરાક મળવાના કારણે જંગલ વિસ્તાર કરતા આ જિલ્લામાં દીપડાઓની સંખ્યા સારી હોય છે.

દર ચાર વર્ષે દીપડાની (Leopard) ગણતરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. જોકે કોરોનાના કારણે દીપડાની સંખ્યાની ગણતરી કરી શકાઈ ન હતી. જે રીતે દીપડાઓના (Leopard) અકસ્માતોના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારબાદ સરકાર ફરી એક વખત ગંભીર બની છે. સરકાર દ્વારા ફરી એક વખત દીપડાની સંખ્યાની ગણતરી શરૂ કરી છે.

સાત વરસ બાદ સુરત (Surat) જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આ માટે કુલ 131 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં 310 થી વધુ વન વિભાગના કર્મચારીઓ દીપડાની અવરજવર પર નજર રાખી રહ્યા છે.

વર્ષ 2016 માં દીપડાની વસ્તી વન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં હાથ ધરવામાં આવી હતી તે વખતે જિલ્લામાં કુલ દીપડાની સંખ્યા 40 જેટલી હતી. ગીરમાં જે રીતે એશિયાટિક લાયન વિશ્વ પ્રખ્યાત છે. તે જ રીતે દક્ષિણ ગુજરાતમાં જંગલોમાં રહેનાર દીપડાઓ હંમેશાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે.

અવારનવાર ગામના લોકો સાથે તેમની ઘર્ષણની પણ સ્થિતિ સામે આવતી હોય છે. દર ચાર વર્ષે દીપડાની વસ્તી ગણતરી વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોના કાળમાં વન વિભાગ દ્વારા આ ગણતરી થઈ શકી ન હતી અને બાદમાં જે રીતે અકસ્માત અથવા તો અન્ય રીતે દીપડાના મોતની ઘટનાઓ સામે આવી રહી હતી.

ત્યારબાદ વન વિભાગ અને અને રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં સારો ખોરાક મળવાના કારણે જંગલ વિસ્તાર કરતા આ જિલ્લામાં દીપડાઓની સંખ્યા સારી હોય છે.

વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત જે લોકલ એનજીઓ છે. તેઓ સાથે આ વસ્તી ગણતરીમાં ભાગ લે છે. સુરત જિલ્લાના નવ તાલુકામાં કુલ 131 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં દીપડા ઉપર ખાસ નજર રાખવામાં આવતી હોય છે. આ 131 પોઈન્ટ અંગે વાત કરવામાં આવે તો આ તે વિસ્તાર છે કે જ્યાં છેલ્લા પાંચ વર્ષમાં દીપડાનો રેસક્યુ કરવામાં આવ્યું હોય અથવા તો દીપડાએ ત્યાં શિકાર કર્યું હોય.

આ ઉપરાંત જે જગ્યાએ પાણી ઉપલબ્ધ હોય ત્યાં પણ આ પોઈન્ટ હોય છે. કારણ કે ત્યાં દીપડા વધારે જોવા મળે છે. દીપડાની વસ્તી ગણતરી માટે કુલ 310 જેટલા અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. જેમાંથી 97 જેટલા લોકો એનજીઓ સાથે જોડાયેલા છે. આ સાથે અમે 25 જેટલા કેમેરા લગાવ્યા છે. જે અત્યાર સુધી છે અને પિક્ચર કલર પણ આવે છે તેવું સામાજિક વનીકરણ વિભાગના આરએફએસ સચીન ગુપ્તાએ જણાવ્યું.

આ પણ વાંચો :-

 

ઈ-મેમો ભરવાનો બાકી હોય તો આજે જ ભરી દેજો, આ નવો નિયમ તમને ભારે પડી શકે છે

0

If you are yet to fill the e-memo 

  • ૧.૩૩ કરોડના ઈ-મેમોની વસૂલાત બાકી. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા નથી ભરતા દંડ. 13 મે સુધી ઈ-મેમો ભરી દેવા અપાઈ સૂચના.

ગુજરાત ટ્રાફિક પોલીસ વિભાગ (Gujarat Traffic Police Department) હવે ઈ-મેમો ન ભરનાર વાહનચાલકો પર લાલ આંખ કરી છે. આ માટે હવે કાયદેસરના પગલા લેવાનું નક્કી કરાયું છે. 90 દિવસમાં ટ્રાફિકનો ઇ-મેમો નહિ ભરનારના દરવાજે હવે કોર્ટની નોટિસ આવશે. રાજ્યમાં ટ્રાફિક પોલીસ (Traffic Police) RTO ના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેકટનું સંકલન થયું છે.

સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ઈ-કોર્ટ પ્રોજેક્ટના નેજા હેઠળ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ સમગ્ર ગુજરાત રાજ્ય માટે શરૂ કરાઈ છે. ત્યારે જો તમે પણ ઈ-ચલાણ ભર્યુ ન હોય તો આજે જ ભરી દેજો. 1.33 કરોડના ઈ-મેમોની વસૂલાત બાકી છે. જેને 13 મે સુધી ઈ-મેમો ભરી દેવા વાહનચાલકોને સૂચના અપાઈ છે. ટ્રાફિકનો ઈ-મેમો હવે 90 દિવસમાં ભરવો ફરજિયાત કરાયો છે. ટ્રાફિકનો ઈ-મેમો નહીં ભરનારને હવે કોર્ટની નોટિસ આવશે.

અમદાવાદમાં પગલા લેવાનું શરૂ  :

૦૩ મેથી ટ્રાફિકના ઈ-મેમો માટે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામા આવી છે. ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ અને હાઈકોર્ટની IT કમિટીના અધ્યક્ષ એ.જે.દેસાઈ અને IT ના ન્યાયાધીશની મંજૂરી માર્ગદર્શન અનુસાર અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ કાર્યરત કરવામાં આવી હતી. અમદાવાદમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત આરંભાઈ છે. મેટ્રો કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ કાર્યરત કરાઈ છે.

અન્ય શહેરોમા પણ કડક પગલા લેવાનું શરૂ  :

રાજકોટમાં ટ્રાફિક પોલીસે 1400 વાહન ચાલકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેમના વાહનને ડિટેઈન કરવાની પણ કોર્ટે મંજૂરી આપી દીધી છે. રાજકોટમાં 4 કે તેથી વધુ ઈ-મેમો હશે તો વાહન ડિટેઈન કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજીને વાહન ડિટેઈન કરશે. જે કોઈ દંડની રકમ નહીં ભરે તેમના વાહનો સ્પેશિયલ ડ્રાઈવ કરીને ડિટેઈન થઈ જશે. તો મોરબીમાં પણ કાર્યવાહી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો :-

 

 

 

મેટ્રોનો ફરી એક વીડિયો વાયરલ, નીચે બેસીને છોકરીને ચુંબન કરતો જોવા મળ્યો છોકરો

0

Another video o 

  • દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) પ્રશાસન ટ્રેનની અંદર કપલ દ્વારા થઈ રહેલી અશ્લીલ હરકતોથી ઘણું પરેશાન છે. છાશવારે કોઈને કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. જેમાં કપલ એકબીજાને કિસ કરતા હોય છે કે અન્ય હરકતો જોવા મળે છે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) પ્રશાસન ટ્રેનની અંદર કપલ દ્વારા થઈ રહેલી અશ્લીલ હરકતોથી (Indecent acts) ઘણું પરેશાન છે. છાશવારે  કોઈને કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. જેમાં કપલ એકબીજાને કિસ કરતા હોય છે કે અન્ય હરકતો જોવા મળે છે. આ ઘટનાઓથી બચવા માટે ડીએમઆરસીએ મેટ્રોની અંદર ફ્લાઈંગ સ્ક્વોડ પણ તૈનાત કરી હતી.

પરંતુ આમ છતાં તેનો કોઈ ફાયદો થતો જોવા મળતો નથી. મેટ્રોમાં આ સ્કવોડ સિવિલ ડ્રેસમાં છૂપાઈને આવી અશ્લિલ હરકતો કરનારાઓને પકડવાની કોશિશ કરે છે. હાલમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં  એક કપલ મેટ્રોમાં નીચે બેસીને એકબીજાને ચૂમતું જોવા મળે છે.

 LIPLOCK નો વીડિયો વાયરલ :

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કપલ દિલ્હી મેટ્રો ટ્રેનની અંદર સીટ ન મળવાના  કારણે નીચે બેઠું હતું. છોકરાએ છોકરીને પોતાના ખોળામાં સૂવાડી  રાખી છે અને તે છોકરી નશા કે પછી ઊંઘની સ્થિતિમાં જોવા મળી રહી છે.

છોકરો છોકરીને પોતાના ખોળામાં સૂવાડ્યા બાદ કમ્ફર્ટ ફીલ કરાવી રહ્યો હતો અને ત્યારે તેણે એકવાર નહીં પરંતુ અનેકવાર ચૂમી. આ દરમિયાન ટ્રેનમાં કપલની સામે બઠેલા મુસાફરોમાંથી એક મુસાફરે પોતાના મોબાઈલ ફોનમાં આ ઘટનાને કેદ કરી લીધી. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો જોઈને લોકો સ્તબ્ધ :

મેટ્રોની અંદર ઘટનારી આ ઘટનાને લઈને ડીએમઆરસી ફરી એકવાર ચોંકી ગઈ છે. લિપલોક કરતા કપલનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઓડિયોમાં તમે સાંભળી શકો છો કે ટ્રેન ઝંડેવાલાન મેટ્રો સ્ટેશન તરફ આગળ વધી રહી છે. એટલે કે તે બ્લ્યુ લાઈન મેટ્રોની અંદરનો મામલો છે. એક યૂઝરે ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે દિલ્હી મેટ્રો.

એક યૂઝરે વીડિયો જોયા બાદ લખ્યું કે દિલ્હી મેટ્રોમાં કહે છે કે સીસીટીવી કેમેરા લાગેલા છે. તો પછી કંટ્રોલ રૂમવાળા શું કરી રહ્યા છે. આ બિલકુલ યોગ્ય નથી. આવામાં તો પરિવારની સાથે મેટ્રોમાં ચાલવું પણ હવે મુશ્કેલ થઈ જશે. આના જેવા લોકોને શરમ જેવું તો કઈ છે નહીં.

આ પણ વાંચો :-

 

જાતીય શોષણ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત જાહેર, ફટકારાયો આટલાં લાખ ડોલરનો દંડ

Donald Trump found guilty in case fined dollars

  • અમેરિકાના ન્યૂયોર્કની એક કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યૌન શોષણ અને માનહાનિ કેસ માટે દોષિત ઠેરવ્યા છે. તેમને 50 લાખ ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) મુશ્કેલીમાં વધારો થયો છે. તેમને અમેરિકાના ન્યૂયોર્કની એક કોર્ટમાંથી જબરદસ્ત ઝટકો લાગ્યો છે. કોર્ટે ડોનાલ્ડ ટ્રેમ્પને જાતીય શોષણના (Sexual abuse) કેસમાં દોષિત ઠેરવ્યા છે. તેમને જાતીય સતામણી અને માનહાનિ મામલે 50 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

50 લાખ ડોલરનો દંડ ફટકાર્યો :

કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે કહ્યું કે ટ્રેમ્પ 1990ના દાયકામાં એક મેગેઝિનની લેખિકા ઈ. જીન કૈરલનું જાતીય શોષણ કરવાના કેસમાં દોષિત છે. ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત કૈરલને બદનામ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠેરવ્યા અને કૈરલને નુકસાની પેટે 50 લાખ ડોલરનું વળતર આપવાનો આદેશ કર્યો છે. જોકે, કોર્ટે ટ્રમ્પને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કૈરલ પર દુષ્કર્મ કરવા માટે દોષિત નથી ઠેરવ્યા. જ્યુરીએ કૈરોલના દુષ્કર્મના આરોપને ફગાવી દીધો અને કહ્યું કે આ કેસ ક્રિમિનલ કોર્ટમાં નહીં પરંતુ સિવિલ કોર્ટીની સમક્ષ લાવવામાં આવ્યો હતો.

25 એપ્રિલથી શરૂ થઈ હતી સુનાવણી :

પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોર્ટના આ નિર્ણયને સાર્વજનિક રીતે અપમાનજનક અને તેમની બદનામીનું કારણ ગણાવ્યું છે. આપને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ આ કેસમાં 25 એપ્રિલથી સુનાવણી શરૂ થઈ હતી અને હવે નવ સભ્યોની જ્યુરીએ ટ્રમ્પને જાતીય શોષણ માટે દોષિત ઠેરવ્યા છે.

આ પણ વાંચો :-

Viral Fever Symptoms : આ લક્ષણો જણાય તો સમજી લેવું નોર્મલ તાવ નહીં આ છે વાયરલ ફીવર

Viral Fever Symptoms

  • વાયરલ તાવને ક્યારેય સામાન્ય તાવ સમજીને તેની અવગણના કરવી નહીં કારણ કે આમ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે વાયરલ તાવ ના લક્ષણો કયા હોય છે અને આ લક્ષણો જોવા મળે તો તુરંત શું કરવું.

તાવ (Fever) એવી સમસ્યા છે જે વાતાવરણ બદલે ત્યારે વધારે પ્રમાણમાં જોવા મળે છે. જોકે મોટા ભાગના લોકો વાયરલ ફીવર (Viral Fever) અને સામાન્ય તાવ વચ્ચે અંતર જાણતા નથી જેના કારણે ઘણી વખત ગંભીર સમસ્યાઓ થઈ જાય છે. જો તમને વાયરલ તાવ હોય તો ભૂખ ન લાગવી, થાક, શરીરમાં દુખાવો (Body aches) જેવા લક્ષણ જોવા મળે છે.

આ લક્ષણો જણાઈ તો તેને ક્યારેય સામાન્ય તાવ સમજીને તેની અવગણના કરવી નહીં કારણ કે આમ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે વાયરલ તાવ ના લક્ષણો કયા હોય છે અને આ લક્ષણો જોવા મળે તો તુરંત શું કરવું.

ઠંડી લાગે :

વાયરલ તાવમાં સામાન્ય રીતે ઠંડી વધારે લાગે છે. સાથે જ અચાનક શરીરમાં થાક લાગે છે.

સ્નાયુમાં દુખાવો :

વાયરલ તાવ હોય તો સ્નાયુઓમાં દુખાવો થાય છે. વાયરલ તાવમાં સ્નાયુના દુખાવાની દવા ખાવ તો પણ તે અસર કરતી નથી.

ઝડપથી થાકી જવું :

જો તમને વાયરલ તાવ હશે તો થાક ઝડપથી લાગશે. આવી સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.

વાયરલ તાવથી બચવા શું કરવું ?

વાયરલ તાવથી બચવું હોય તો વારંવાર પોતાના હાથ ધોવાનું રાખવું. ફ્લુના કોઈ પણ લક્ષણ કે શરીરમાં નબળાઈ જણાઈ તો આરામ કરો. અનિયમિત દિનચર્યા ને ટાળો અને આહાર વ્યવસ્થિત લેવાનો રાખો.

આ પણ વાંચો :-

દારુને ન નડી મોંઘવારી ! દેશમાં દારુ મોંઘો થયો છતાં ગયા વર્ષે લોકો અબજો બોટલ દારુ પી ગયા

0

Alcohol does not lead to inflation

  • Liquor Sale FY23 : ભલે લોકોએ મોંઘવારીને કારણે ઘણી જરૂરી વસ્તુઓની ખરીદીમાં ઘટાડો કર્યો હોય, પરંતુ દારૂને કોઈ મોંઘવારી નડી નથી.

છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન લોકો મોંઘવારીના (Inflation) આક્રમણનો સામનો કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ખાદ્યપદાર્થોથી લઈને રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. પરિણામે, લોકોએ આવા માલની ખરીદી ઓછી કરી. જો કે એક એવી વસ્તુ છે.

જેના માટે લોકોએ મોંઘવારીની પણ પરવા નથી કરી. આ વસ્તુ દારૂ છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન દારૂના ભાવમાં પણ વધારો થયો હતો. પરંતુ તેનાથી દારૂના શોખીનોને બહુ અસર થઈ ન હતી અને તેઓએ વધુ પૈસા ચૂકવીને પણ ખરીદી કરી હતી.

તમામ પ્રકારના દારૂનું રેકોર્ડ વેચાણ :

ETના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગત નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં લોકોએ દારૂના લગભગ 400 મિલિયન કેસ ખરીદ્યા હતા. આને સરેરાશ તરીકે લઈએ તો તેનો અર્થ એ છે કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન દારૂના શોખીનોએ 750 mlની લગભગ 4.75 અબજ બોટલો ખરીદી હતી. વેચાણના આંકડા દર્શાવે છે કે દારૂની માંગ દરેક કેટેગરીમાં આવી હતી. પછી તે વ્હિસ્કી હોય કે રમ, બ્રાન્ડી હોય કે જિન કે વોડકા. તમામ પ્રકારના દારૂનું વિપુલ પ્રમાણમાં વેચાણ થયું હતું. આમાં પણ પ્રીમિયમ એટલે કે ઊંચી કિંમતની દારૂનું વેચાણ વધુ હતું.

અગાઉના રેકોર્ડ કરતાં આટલું ઊંચું વેચાણ :

આંકડા મુજબ એપ્રિલ 2022 થી માર્ચ 2023 દરમિયાન, દેશભરમાં દારૂના 39.5 કરોડ કેસનું વેચાણ એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં 12 ટકા વધુ છે. દારૂના વેચાણનો અગાઉનો રેકોર્ડ લગભગ 4 વર્ષ જૂનો હતો. જ્યારે 2018-19માં દેશભરમાં લગભગ 35 કરોડ કેસ વેચાયા હતા. પાછલા નાણાકીય વર્ષમાં દારૂડિયાઓએ 40 મિલિયન કેસની વધારાની ખરીદી કરી અને રેકોર્ડ 400 મિલિયન કેસ પર લઈ ગયો.

વ્હિસ્કી સૌથી વધુ પીવામાં આવે છે :

ETના રિપોર્ટ અનુસાર ભારતમાં વ્હિસ્કીનો સૌથી વધુ વપરાશ થઈ રહ્યો છે. ગયા વર્ષે તેના વેચાણમાં 11.4 ટકાનો વધારો થયો હતો. તે એકલા ભારતમાં દારૂના કુલ વેચાણમાં બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. તે જ સમયે, કુલ વેચાણમાં 21 ટકા બ્રાન્ડી અને 12 ટકા રમનો ફાળો હતો. છેલ્લા નાણાકીય વર્ષમાં વોડકા અને જિનના વેચાણમાં સૌથી અદભૂત વૃદ્ધિ જોવા મળી હતી. તેના વેચાણમાં અનુક્રમે 29 ટકા અને 61 ટકાનો વધારો થયો હતો.

આ પણ વાંચો :-

કાળમુખો બુધવાર : કલોલમાં બસની રાહ જોતા મુસાફરોને ST બસે કચડી માર્યા, ૦૪ના કમકમાટીભર્યા મોત

0

Kalmukho Wednesday

  • Kalol Accident : કલોકમાં બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળતા ૦૪ લોકોના મોત નીપજ્યાં છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. એવામાં આજ રોજ બુધવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ૦૪ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. એસ.ટી બસે અડફેટે લેતા4 લોકોના મોત નીપજ્યાં છે. તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં :

મળતી માહિતી અનુસાર કલોલમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. બસની રાહ જોઈને ઊભેલા મુસાફરોને અડફેટે લેતા ૦૪ લોકોના મોત નીપજ્યા છે. ST બસ નીચે ૦૪ લોકો કચડાયા છે. ચારેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. તો અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-