Home Blog Page 1083

Drone કેમેરો ઉડાડવા માટે લાયસન્સ જરૂરી, આ વેબસાઈટ પર ઓનલાઈન કરો અરજી

License required to fly drone camera

  • Drone Flying : જો તમે શૂટિંગ માટે ડ્રોન કેમેરો ખરીદ્યો હોય તો તેને ભૂલથી પણ ક્યાંય ઉડાડશો નહીં. નહીં તો તમારે જેલ જવું પડી શકે છે. આ માટે તમારે એક ખાસ પરવાનગીની જરૂર છે જે આ વેબસાઈટ પરથી મેળવી શકાય છે.

આજકાલ લગ્નમાં પણ ડ્રોન કેમેરાથી (Drone camera) શૂટિંગ કરવું ખૂબ જ સામાન્ય બની ગયું છે, લોકો ફોટોગ્રાફી માટે ડ્રોન કેમેરા (Drone camera) અને હેન્ડલરને ભાડે રાખે છે અને પછી તેમના લગ્ન અથવા કોઈ ખાસ પ્રસંગનું શૂટિંગ કરાવે છે. પરંતુ તમને ખબર નહીં હોય કે કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાવી શકતી નથી.

કેટલાક સુરક્ષા કારણોસર ગમે ત્યાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. તમારી પાસે તેને ઉડાડવા માટેનું લાઇસન્સ હોવું જરૂરી છે. જો તમે લાયસન્સ વગર ડ્રોન કેમેરા ઉડાડતા જોવા મળે તો તમારે જેલ જવું પડી શકે છે. જો તમે આ ન ઇચ્છતા હોવ તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ડ્રોન કેમેરા ઉડાડવાનું લાયસન્સ કેવી રીતે મેળવી શકો છો, તે પણ મિનિટોમાં.

જો તમે ડ્રોન કેમેરા માટે લાયસન્સ મેળવવા ઈચ્છો છો. તો આ માટે તમારે પહેલા DGCAની વેબસાઈટ પર જવું પડશે. વાસ્તવમાં અહીં જઈને તમારે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને પછી તમે સરળતાથી લાઈસન્સ માટે અરજી કરી શકો છો.

અહીં ગયા પછી તમારે એક એકાઉન્ટ બનાવવું પડશે. તે પછી તમારે તમારા ડ્રોન વિશેની માહિતી ભરવાની રહેશે જેમ કે – ડ્રોનનું વજન કેટલું છે અને તે કઈ શ્રેણીનો છે. તે પછી તમારે તમારી માહિતી અહીં ભરવાની રહેશે. જેવી તમે તમારી માહિતી ભરો છો. ત્યારપછી તમારી પાસેથી લાયસન્સ ચાર્જ માંગવામાં આવે છે.

અત્યાર સુધી તમારે ફક્ત ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર માટે લાયસન્સ જરૂરી હતું. જો કે, સુરક્ષા કારણોસર, ડ્રોન ઉડાવવા માટે પણ લાયસન્સ જરૂરી છે. જો તમે આ માટે લાયસન્સ મેળવવા માંગો છો. તો તમારી પાસેથી ન્યૂનતમ રકમ લેવામાં આવે છે. આ ન્યૂનતમ રકમ 100 રૂપિયા છે. આ રકમ ચૂકવ્યા પછી તમને ડ્રોન લાઈસન્સ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

લગ્ન વિના માતા બનવા જઈ રહેલી અભિનેત્રી Ileana D’cruz એ ફ્લોન્ટ કર્યું બેબી બંપ, શેર કર્યા ફોટો

Actress Ileana D’cruz

  • Ileana D’cruz : થોડા સમય પહેલા ઈલિયાના ડિક્રુઝનું નામ કેટરીના કૈફના ભાઈ સાથે જોડાયું હતું. જોકે આ મામલે ઈલિયાનાએ ક્યારે ખુલાસો કર્યો નથી. આ સંબંધોને લઈને ઈલિયાના એ હા પણ નથી કહી અને ના પણ નથી કહી.

બોલીવુડની અભિનેત્રી ઈલિયાના ડિક્રુઝ (Ileana D’cruz) એ જ્યારે જાહેર કર્યું કે તે માતા બનવાની છે ત્યારે ખળભળાટ મચી ગયો હતો. થોડા સમય પહેલા જ તેણે પોતાની પ્રેગનેન્સી અનાઉન્સ (Pregnancy announcement) કરવા માટે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. ત્યાર પછીથી અભિનેત્રી અવારનવાર પોતાના ફોટો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઈલિયાના ડિક્રુઝ આ ફોટોમાં બ્લેક કલરના આઉટફીટમાં જોવા મળે છે અને બેબી બમ્પ ફ્લોન્ટ કરે છે સાથે જ તે ખૂબ જ ખુશ દેખાય છે. ઈલિયાનાની પ્રેગ્નન્સીની ચર્ચાઓ એટલા માટે પણ થઈ રહી છે કે તેના લગ્ન થયા નથી. તે લગ્ન વિના માતા બનવા જઈ રહી છે.

થોડા સમય પહેલા ઈલિયાના ડિક્રુઝનું નામ કેટરીના કૈફના ભાઈ સાથે જોડાયું હતું. જોકે આ મામલે ઇલિયાનાએ ક્યારે ખુલાસો કર્યો નથી. આ સંબંધોને લઈને ઈલિયાનાએ હા પણ નથી કહી અને ના પણ નથી કહી. રિલેશનશિપ સ્ટેટસની ચર્ચાઓ વચ્ચે થોડા સમય પહેલા જ ઈલિયાના એ પોતાની પ્રેગનેન્સીની જાહેરાત કરી દીધી હતી.

ઈલિયાના ડિક્રુઝે તાજેતરમાં જે ફોટો શેર કર્યો છે તેના પર લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. તેણે પહેલી વખત પોતાનો આ પ્રકારનો ફોટો શેર કર્યો છે જેને લઈને લોકો શુભકામના પણ પાઠવી રહ્યા છે.

ઈલિયાના ડિક્રુઝએ પોતાની કારકિર્દીની શરૂઆત સાઉથ ઈન્ડસ્ટ્રીથી કરી હતી. તે પહેલા તેલગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરતી હતી ત્યાર પછી તેણે બોલીવુડમાં કામ કરવાનું શરૂ કર્યું. તેની પહેલી હિન્દી ફિલ્મ બરફી હતી જેમાં તેના કામને પસંદ કરવામાં આવ્યું. ત્યાર પછી હીરો, રુસ્તમ, બાદશાહો, રેડ જેવી ઘણી ફિલ્મોમાં તે જોવા મળી હતી.

આ પણ વાંચો :-

 

શું તમે પણ સવારે ખાલી પેટ ચા પીવો છો ? તો જાણો તમારા શરીર….

Do you also drink tea on an empty stomach

  • Drinking Tea In Morning : સવારે ખાલી પેટ ચા પીવી કેટલી યોગ્ય છે? તે જાણવું પણ જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ચાની પીએચ વેલ્યુ છ હોય છે. જેના કારણે ખાલી પેટ ચા પીવાથી આંતરડા પર એક પડ જમવા લાગે છે.

ઘણા લોકોને એવી આદત હોય છે કે સવારે ઊઠતાની સાથે જ તેમને ગરમાગરમ ચા (Tea) પીવા જોઈએ છે. જો તેમને સવારે ચા ન મળે તો દિવસની શરૂઆત સારી નથી થતી. પરંતુ સવારે ખાલી પેટ ચા પીવી કેટલી યોગ્ય છે? તે જાણવું પણ જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ચાની પીએચ વેલ્યુ છ હોય છે.

જેના કારણે ખાલી પેટ ચા પીવાથી આંતરડા પર એક પડ જમવા લાગે છે. આ કારણ છે કે સવારે ચા ને બદલે સૌથી પહેલા હુંફાળું ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર પછી ચા પીવામાં આવે તો એસિડિક ઈફેક્ટ ઓછી થઈ જાય છે અને પેટને નુકસાન પણ થતું નથી.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર સવારે ખાલી પેટ ચા પીવાથી ગેસ અને એસિડિટીની ફરિયાદ પણ રહે છે. જો તમે નિયમિત રીતે સવારે ખાલી પેટ ચા પીવો છો તો તમારા પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય છે અને તમારી તબિયત ખરાબ રહેવા લાગે છે. માત્ર પેટ માટે જ નહીં પરંતુ સવારે ચા પીવી દાંત માટે પણ નુકસાનકારક છે. સવારે સૌથી પહેલા ચા પીવાથી દાંત ઉપરનું પડ ખરાબ થવા લાગે છે અને સડો થવાની સંભાવના વધી જાય છે.

સવારે ખાલી પેટ જે લોકો ચા પીવે છે તેમના શરીરમાં પાણીની ઉણપ પણ સર્જાઈ શકે છે એટલે કે તેમને ડીહાઇડ્રેશન થઈ શકે છે. સાથે જ કબજિયાતની તકલીફ પણ વધે છે તેથી સવારે ચા પહેલા પાણી પીવું જરૂરી છે.

ઘણા લોકોને પાણી પીવાની શરૂઆત કરવી હોય છે. પરંતુ તેમના મનમાં પ્રશ્ન હોય છે કે પાણી પીધા પછી કેટલી મિનિટે ચા પી શકાય. તો આ પ્રશ્નનો જવાબ એ છે કે હુંફાળુ પાણી પીધાની 10 મિનિટ પછી તમે ચા પી શકો છો. જોકે ચા પીધા પછી તુરંત પાણી પીવાની ભૂલ કરવી જોઈએ નહીં. ચા પીધા પછી પાણી પીવું હોય તો અડધી કલાક પછી જ પાણી પીવું જોઈએ.

આ પણ વાંચો :-

૧૩ મે ૨૦૨૩નું રાશિફળ : ત્રણ રાશિના જાતકો પર તૂટશે મુસીબતોનો પહાડ ! શનિ બનાવી રહ્યા છે વિષ યોગ

Horoscope of 13 May 2023

મેષ
મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમ્યાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. એક્ષપોર્ટ ઇમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભ
આવક અને ખર્ચ બન્નેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારૂ ફળ મળતુ જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાચ રૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુન
જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પરિવારના સભ્યો સાથે શાંતિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા – પ્રવાસનું આયોજન શક્ય બને.

કર્ક
દિવસ દરમિયાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેર બજાર સ્ત્રી શણગાર‌ની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું, સ્નાયુનો દુખાવો સંભવ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહ
આત્મબળ મજબૂત બને. માન, સન્માન માં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમાં સફળતા. અનાજ કરિયાણાના વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-કફનો પ્રકોપ રહે.

કન્યા
નોકરી ધંધા સાથે ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય.  ટેક્સ કન્સલટન્ટ, એકાઉન્ટસ, હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. સ્વાર્થ વૃતિ વધે. પ્રતિષ્ઠા-યશ ઘટે.

તુલા
મહેનત વધારે કરવી પડશે. વારે વારે ખોટું લાગી જાય એવા પ્રસંગો બને. કુટુંબના સભ્યો વચ્ચે વિખવાદને ટાળવો. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પપસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણમાં વિશેષ ફાયદો મળે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

વૃશ્ચિક
આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર-જંગમ ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષ થી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલ, બિલ્ડીંગ મટીરીયલના ધંધાર્થીઓ માટે શુભ દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધન
નાણાંકીય બાબતોમાં સાનુકુળતા રહે. પરિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથી ની તબિયતની કાળજી રાખવી. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સોબતમાં ફસાઇ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારૂ રહે.

મકર
આવકની દ્ર‌ષ્ટિએ સારો દિવસ છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર-જંગમ મિલકત માંથી લાભ મળતો રહે. પત્નિ તરફથી આનંદ મળે.

કુંભ
માનસિક રીતે મજબૂતાઇ જણાય. વાંચવાનો શોખ વધશે. આકસ્મિક ધનલાભ ના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સાહિત્ય, સંશોધન, ફાઇનાન્સ ના કામ માં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીન
સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થી વર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી-ધંધા માં અસંતોષનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

આ પણ વાંચો :-

Huma Qureshi : હુમા કુરેશીનો સુપર HOT લુક, તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ

Huma Qureshi

  • Dahaad Huma Qureshi Hot Look : સોનાક્ષી સિન્હાની મચઅવેટેડ વેબ સિરીઝ ‘દહાડ’ 12 મેના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ રહી છે.

આ વેબ સિરીઝની રિલીઝ પહેલા તેનું સ્ક્રીનિંગ મુંબઈમાં (Mumbai) રાખવામાં આવ્યું હતું. જ્યાં ‘દહાડ’ ની સ્ટારકાસ્ટ સિવાય બોલિવૂડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. પરંતુ આ સ્ક્રિનિંગમાં હુમા કુરેશી (Huma Qureshi) જેવી જ રેડ કાર્પેટ પર પહોંચી તો તેનો લુક જોઈને બધાના મોં ખુલ્લા રહી ગયા હતા. જુઓ હુમા કુરેશીનો કિલર લુક.

સોનાક્ષી સિંહા ‘દહાડ‘ના સ્ક્રીનિંગમાં ગ્રે ક્રોપ ટોપ લૂઝ પેન્ટ અને સેમ કલરના શોર્ટ જેકેટમાં જોવા મળી હતી, ત્યારે હુમા કુરેશીએ એવો ડ્રેસ પહેર્યો હતો કે બધાનું ધ્યાન તેના ડીપ નેક પર જ હતું.

સ્ક્રીનિંગમાં હુમા કુરેશી ગ્રે કલરના પ્રિન્ટેડ ડ્રેપ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. એક્ટ્રેસનો આ ડ્રેસ નીચેથી જેટલો લોન્ગ હતો તેટલો જ ઉપરની બાજુથી રિવીલિંગ હતો. આમ છતાં હુમા કુરેશી કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપતી જોવા મળી હતી.

હુમા કુરેશીના આ ડ્રેસની નેકલાઈન ખુબ જ ડીપ હતી અને ફેન્સને તેનો આ બોલ્ડ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેના આ ફોટોઝ ખુબ વાયરલ થઈ રહ્યા છે. હુમા કુરેશીએ તેના લુકને પૂર્ણ કરવા માટે તેના વાળ બાંધ્યા હતા અને લાઈટ મેકઅપ કર્યો હતો. દહાદની સ્ક્રીનિંગમાં હુમા કુરેશીએ સોનાક્ષી સિન્હા સાથે પોઝ આપ્યા હતા અને તેના કિલર લુકને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

આજે વિકરાળ રૂપ લેશે ‘Mocha’, ગુજરાત પર પડશે વિપરીત અસર

0

‘Mocha’ 

  • ચક્રવાત ‘મોચા’ આજે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે એવામાં ગુજરાતમાં આ ચક્રવાતની અસર વિપરીત રહેશે તો તેની સામે દેશના આ રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા પણ છે.

હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર ચક્રવાત ‘મોચા‘ (Mocha) ઝડપથી વધી રહ્યું છે અને આજે એટલે કે શુક્રવારે તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. પરિણામે ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને તે બાંગ્લાદેશમ્યાનમારના (Bangladesh-Myanmar) દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. જાણો આજે કેવું રહેશે હવામાન.

દિલ્હીમાં ગરમી વધવાની સંભાવના :

ચક્રવાત ‘મોચા‘ના ભણકારા વચ્ચે શુક્રવારે દિલ્હીમાં ગરમી વધવાની સંભાવના છે અને તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં દિવસ દરમિયાન સ્વચ્છ આકાશ રહેવાની આગાહી કરી છે અને વરસાદની શક્યતા ઓછી છે.

ગુજરાતમાં વિપરીત રહેશે ચક્રવાત ‘મોચા’ની અસર :

ગુજરાતના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણ ગુરુવારે મહત્તમ તાપમાન ૪૫.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ૧૩ મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. આ સાથે જ ચક્રવાત ‘મોચા’ના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડી શકે છે.

આ રાજ્યોમાં બગડશે હાલત :

ઓડિશા અને પશ્ચિમ બંગાળનો ભારતીય દરિયાકિનારો આ ચક્રવાતથી સુરક્ષિત અંતરે હશે અને જમીન પર કોઈ નુકસાનકારક હવામાન પ્રવૃત્તિની અપેક્ષા નથી. જો કે આ રાજ્યોના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે. ભૂપ્રદેશ સાથે અથડાયા બાદ નબળું પડેલું વાવાઝોડું ૧૪ અને ૧૫ મે ૨૦૨૩ના રોજ ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદનું કારણ બની શકે છે.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! પગાર ૩૦ હજાર પણ ઘરે ૨૦ લક્ઝયુરિયસ કાર અને અને કરોડોનો બંગલો…વાંચો, મહિલા એન્જિનિયરના કારનામા

0

Salary 30 thousand  

  • મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) લોકાયુક્તની ટીમે જોરદાર ઓપરેશન હાથ ધર્યું છે. ગુરુવારે ટીમે રાજ્યની રાજધાની ભોપાલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા આસિસ્ટન્ટ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા.

મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયરની (Female Assistant Engineer) વૈભવી જીવનશૈલી જોઈને લોકાયુક્તની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયરનો પગાર માત્ર ત્રીસ હજાર રૂપિયા છે અને દરોડા દરમિયાન જે વસ્તુઓ અને મિલકત મળી છે તે પગાર કરતાં ત્રણસો ગણી વધારે છે. આસિસ્ટન્ટ મહિલા ઈજનેરે ત્રીસ હજારના પગારથી આટલું મોટું પ્રોપર્ટીનું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું ? મહિલાના ઘરેથી દેશી-વિદેશી જાતિના ૧૫૦ કૂતરા, ત્રીસ લાખની કિંમતનું ટીવી, ૨૦ લક્ઝરી કાર અને અઢી લાખ રૂપિયાનું રોટલી બનાવવાનું મશીન મળી આવ્યું છે.

૩૦ હજારનો પગાર અને ૩૦લાખનું ટી.વી :

દરોડા પાડનાર ટીમને મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયરના ઘરમાંથી ત્રીસ લાખની કિંમતનું ટીવી મળી આવ્યું છે. ત્રીસ હજારનો પગાર ધરાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર પાસે આટલી મોંઘી ચીજવસ્તુઓ ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા તે પ્રશ્ન હજુ યથાવત છે. જો કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. દરોડા પાડનાર ટીમે જણાવ્યું કે મળી આવેલ ત્રીસ લાખની કિંમતનું ટીવી હજુ સુધી અનબોક્સ પણ કરવામાં આવ્યું નથી.

૨૦ લક્ઝરી કાર અને એક થાર ગાડી :

કોન્ટ્રાક્ટ જોબ કરતી મહિલાનું જીવન કેટલું વૈભવી હોય છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે પોતાના એપાર્ટમેન્ટમાં 20 લક્ઝરી કાર અને એક મહિન્દ્રા થાર પાર્ક કરી છે. આટલી બધી કાર અને પ્રોપર્ટી ખરીદવા માટે કોન્ટ્રાક્ટની નોકરી કરતી મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયર માટે પૈસા ક્યાંથી આવ્યા તે હજુ એક રહસ્ય છે.

૧૫૦ દેશી-વિદેશી જાતિના કૂતરા :

ભોપાલ સ્થિત એક મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયરના ઘરે દરોડો પાડવા ગયેલી ટીમે જ્યારે જોયું કે મહિલા એન્જિનિયરના ઘરે દેશી અને વિદેશી જાતિના ૧૫૦થી વધુ કૂતરા હાજર હતા ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ શ્વાનને રહેવા માટે ઘરમાં વીસ રૂમ બનાવવામાં આવ્યા હતા. આ શ્વાન આ વીસ રૂમમાં રહેતા હતા. એન્જિનિયરના ઘરે દરોડો પાડવા ગયેલી ટીમના સભ્યો ત્યારે ચોંકી ગયા જ્યારે તેમને ખબર પડી કે આ કૂતરાઓ માટે રોટલી બનાવવા માટે એક મશીન ખરીદવામાં આવ્યું છે અને તે મશીનની કિંમત ૨.૫ લાખ રૂપિયા છે.

આ પણ વાંચો :-

 

માર્કેટમાં ધુમ મચાવનારી 5 Car Brand જે ભારતમાં હંમેશા માટે થઈ ગઈ બંધ

5 Car Brands 

  • Car Brands That Left India : ભારત વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ બજારોમાંનું એક છે જ્યાં 20 થી વધુ કાર બ્રાન્ડસ છે જેઓ તેમના વાહનો વેચે છે. તે જ સમયે એવી ઘણી કાર કંપનીઓ છે. જેણે ભારતીય બજાર છોડી દીધું છે.

ભારત હંમેશા કાર ઉત્પાદકો માટે આકર્ષક બજાર રહ્યું છે. દુનિયાભરની કંપનીઓએ તેમના ઉત્પાદનોને અહીં લાવવાનો પ્રયાસ કર્યો છે. ભારત વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ (Automobile) બજારોમાંનું એક છે. ત્યાં 20 થી વધુ કાર બ્રાન્ડસ છે. એવી ઘણી કાર કંપનીઓ છે. જેણે ભારતીય બજાર છોડી દીધું છે. જે એક યા બીજા કારણોસર ભારતમાં પોતાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહી છે. ચાલો તમને એવી 5 કંપનીઓ વિશે જણાવીએ જે હવે ભારત છોડી ચૂકી છે.

ફોર્ડ :

ભારતમાં ફોર્ડની (Ford) ઘણી કારની પ્રશંસા થઈ હતી. જેમ કે એન્ડેવર અને ઈકો સ્પોર્ટસ. પરંતુ માર્કેટમાં કોમ્પિટિશનને કારણે તે ટકી શકી નહીં અને સપ્ટેમ્બર 2021માં ભારતમાં બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો. કંપનીની ખોટ ઘણી વધી ગઈ હતી. જેના કારણે તેણે ભારતને અલવિદા કહેવું પડ્યું હતું.

ફિયાટ :

Fiat એ ભારતીય કાર ઈતિહાસની સૌથી પ્રસિદ્ધ બ્રાન્ડસમાંની એક છે પરંતુ હવે આ કંપનીએ ભારતમાં તેનો બિઝનેસ બંધ કરી દીધો છે. નીચા વેચાણ અને ઊંચા ઓપરેટિંગ ખર્ચને કારણે Fiat Indiaએ 2019માં તેની કામગીરી બંધ કરી હતી.

શેવરોલે :

શેવરોલેની કેટલીક કારને ભારતમાં સફળતા મળી હતી પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સ્પર્ધા વધી અને આખરે ઓછા વેચાણને કારણે આ બ્રાન્ડને પણ દેશ છોડવો પડ્યો.

મિત્સુબિશી :

તમે પજેરો એસયુવીનું નામ તો સાંભળ્યું જ હશે. તે મિત્સુબિશી કાર હતી. હિન્દુસ્તાન મોટર્સ તેની કાર બનાવતી હતી. પછી જ્યારે હિન્દુસ્તાન મોટર્સ બંધ થઈ. મિત્સુબિશી માટે ઘણી મુશ્કેલીઓ ઊભી થવા લાગી અને તેણે પણ ભારતમાં તેની કામગીરી બંધ કરી દીધી.

ડેટસન :

ડેટસન તેની નાની અને સસ્તી કાર લઈને ભારતમાં આવી પરંતુ તે માર્કેટમાં પકડ જમાવી શકી નહીં. ડેટસન કારની ઓછી માંગને કારણે તેની પેરેન્ટ કંપની નિસાને તેને બંધ કરવી પડી.

આ પણ વાંચો :-

અભિનેત્રીનો અસિત મોદી પર ગંભીર આરોપ, ભીડે માસ્તરે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા

Actress’s Asit Modi

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી જેનીફર મિસ્ત્રી બંસીવાલ ઉર્ફે મિસિસ રોશન સોઢીએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવીને કેસ કર્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની (Tarak Mehta Ka Ulta Chashma) અભિનેત્રી જેનીફર મિસ્ત્રી બંસીવાલ ઉર્ફે મિસિસ રોશન સોઢીએ (Jennifer Mistry Bansiwal alias Mrs. Roshan Sodhi) શોના પ્રોડ્યુસર અસિત મોદી (Asit Modi) પર જાતીય સતામણીનો (Sexual harassment) આરોપ લગાવીને કેસ કર્યો છે.

જો કે કામ ખોવાની બીકે શરૂઆતમાં તેમણે તે નજરઅંદાજ કર્યું. જેનિફરે (Jennifer) એમ પણ કહ્યું કે સેટનો માહોલ ખુબ પુરુષવાદી છે. અહીં ફક્ત પુરુષોનું ચાલે છે અને ત્યાં કામ કરનાર દરેક વ્યક્તિ બંધુઆ મજૂર છે. હવે આ સમગ્ર મામલે શોમાં ભીડે માસ્તરની ભૂમિકા ભજવતા મંદાર ચંદવાડકરનું (Mandar Chandwadkar) નિવેદન સામે આવ્યું છે.

શું કહ્યું ભીડે માસ્તરે ? 

‘પિંકવિલા’ એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલના કોએક્ટર મંદાર ચંદવાડકર સાથે વાતચીત કરી. જો કે મંદાર ઉર્ફે ભીડેએ કહ્યું કે, ‘હું સ્તબ્ધ છું કે તેમણે આવું કેમ કર્યું. તેમની વચ્ચે શું થયું હતું તે વાત વિશે મને કોઈ જાણકારી નથી.’ જેનીફર મિસ્ત્રીના પુરુષવાદી કમેન્ટ પર પ્રતિક્રિયા આપતા મંદાર સંદવાડકરે કહ્યું કે ‘આ પુરુષ રૂઢિવાદી જેવી જગ્યા બિલકુલ નથી. આ એક સ્વસ્થ વાતાવરણની સાથે એક ખુશનુમા જગ્યા છે. નહીં તો આ શો આટલા લાંબા સમય સુધી ચાલ્યો ન હોત.’

અસિત મોદી પર શારીરિક શોષણનો આરોપ :

અત્રે જણાવવાનું કે ટીવી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે જાહેરાત કરી હતી કે તે સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી રહી છે. આ સાથે તેણે શોના નિર્માતા અસિત મોદી અને અન્ય લોકો પર માનસિક અને જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જેનિફરે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેણે નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે.

TMKOC mrs sodhi quit aka jennifer mistry quit show and accused pruducer  asit modi of sexual harassment | 'मिसेज सोढ़ी' जेनिफर मिस्त्री ने 15 साल  बाद छोड़ा 'तारक मेहता' शो, असित मोदी

તેણે કહ્યું કે અસિતના સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજે પણ તેની સાથે ગેરવર્તણૂક કરી. અભિનેત્રીના કહેવા પ્રમાણે આ ઘટના હોળીની છે. તેને સેટની બહાર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી અને તે પછી ઘણી ગેરવર્તણૂક થઈ હતી. આ કારણે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી.

જેનિફર મિસ્ત્રી બંસીવાલે એક વેબસાઈટને જણાવ્યું હતું કે, ‘શરૂઆતથી જ આસિતજી ઘણી વાર કહેતા હતા તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો.  મને એકવાર પૂછ્યું કે તું શું પીવે છે? મેં બિન્દાસ્ત થઈને વ્હિસ્કી. આ પછી તેમણે વારંવાર મને વ્હિસ્કી પીવા માટે આમંત્રણ આપ્યા હતા. તેઓ મજાકમાં બોલતા હશે. પરંતુ ૨૦૧૯માં અમારી આખી ટીમ સિંગાપોર ગઈ હતી. ત્યાં અસિત મોદીએ 8 માર્ચે મને કહ્યું – મારા રૂમમાં આવી જાઓ સાથે બેસીને વ્હિસ્કી પીએ. મને તેમની પાસેથી આ સાંભળીને આશ્ચર્ય થયું. પછી એક દિવસ પછી તેમણે કહ્યું – તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. મન થાય છે કે મને પકડીને ચુંબન કરી લે. તેમની આ વાત સાંભળીને હું ધ્રૂજવા લાગી હતી.

Who is Jennifer Mistry Bansiwal, Taarak Mehta Ka Ooltah Chashmah actress  who has accused makers of sexual harassment?

અભિનેત્રી આગળ કહે છે, ‘મેં મારા બે સાથીઓને આ વિશે જણાવ્યું હતું. એકે અસિત મોદીને ઘણું બધું સંભળાવ્યું હતું. બીજાએ અસિત મોદીની સામે મને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. એકવાર આસિત મોદીએ કહ્યું- જો તમારી પાસે રાત્રે રૂમ પાર્ટનર ન હોય તો મારા રૂમમાં આવી જા સાથે વ્હિસ્કી પીએ. જ્યારે તેમને લાગ્યું કે અહીં દાળ ગળવાની નથી તો તેમને મને ઓછી સ્ક્રીન સ્પેસ આપવાનું શરૂ કર્યું.

ગયા વર્ષે પણ જ્યારે મેં આસિત મોદીને રજા માંગવા માટે ફોન કર્યો ત્યારે તેમણે મને કહ્યું કે રડો નહીં, જો હું પાસે હોત તો મને ગળે લગાડીને ફ્લર્ટ કરતો અને ફ્લર્ટ કર્યા પછી કહેતો કે હું મજાક કરું છું. મારા વકીલે મને સમજાવ્યું કે હવે ચૂપ રહેવું યોગ્ય નથી. તમારે તમારો અવાજ ઉઠાવવો પડશે.

આ પણ વાંચો :-

Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના આ શહેરમાં બે દિવસ રહેશે વીજકાપ

0

Gujarat

  • ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLની કામગીરીને લઈ જુદા-જુદા ફીડરોમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં છ કલાક માટે વીજ પુરવઠો ખોરવાશે.

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમી વચ્ચે ભાવનગરમાં (Bhavnagar) આજે અને આવતીકાલે વીજકાપ કરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં PGVCLની કામગીરીને લઈ જુદા-જુદા ફીડરોમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં છ કલાક માટે વીજ પુરવઠો ખોરવાશે.

આજે સવારે ૭થી ૧૨ વાગ્યા સુધી ૬૬-કે.વી હડદડમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ સિહોર પંથકમાં આવતા ધાંધળી-૩માં આવતા ગામોમાં અને સીટી નજીક આવેલ સિદસર સબ સ્ટેશન હેઠળ આવતા ગામોમાં વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે.

તો આવતીકાલે સવારે ૭થી ૧૨ વાગ્યા સુધી રતનપર સબ સ્ટેશનમાં આવતા ગામડામાં વીજ કાપ રહેશે. એક તરફ ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે જેના કારણે ૪૨ ડિગ્રી સુધી તાપમાન રહેતું હોય છે ત્યારે આવા સમયે વીજ કાપ કરવામાં આવતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે. બે દિવસ માટે વીજ કાપ જાહેર કરતા ગ્રામ્ય પંથકમાં ૫૦ હજારથી વધુ ઘરોમાં અસર થશે.

આ પણ વાંચો :-