Home Blog Page 1077

૨૩ મે / આર્થિક પાસુ મજબૂત બનશે, આવકના નવા દ્વાર ખુલશે તો આ રાશિના જાતકોને ધંધાકીય કામમાં લાભ થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

May 23 / Financial aspects

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
આર્થિક પાસુ મજબુત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસ ભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થત‌ી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ
બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકર્ીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ, રૂશ્વત લેવાથી દૂૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ
માનસિક પરેશાની માંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુકિત મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સનેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો. યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ
શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખાવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

ડાયરામાં રિવાબા પર રૂપિયાનો વરસાદ, ૨૦૦૦ રૂપિયાની નોટ ઉડતા કીર્તિદાને ભક્તોને કરી ટકોર

0
Rain of rupees on Rivaba
  • Money Shower In Dayro : જામનગરમા યોજાયેલ લોક ડાયરામાં 2000ની ચલણી નોટો અને ડોલર પાઉન્ડનો થયો વરસાદ. કિર્તીદાનને કરી ટકોર બેંકમાં જમા કરો.

જામનગરમાં (Jamnagar) વીર મહારાણા પ્રતાપની (Veer Maharana Pratap) જન્મ જયંતી નિમિત્તે પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા (Hakubha Jadeja) દ્વારા જામનગરમાં પદમ હોટલ ખાતે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં લોક ગાયક કિર્તીદાન ગઢવી પર ડોલર, પાઉન્ડ અને ભારતીય ચલણી નોટોનો વરસાદ થયો હતો.

ડોલર અને ૨૦૦૦ની ચલણી નોટોનો વરસાદ ધારાસભ્ય કાંધલ જાડેજા અને બિલ્ડર મેરામણ પરમાર કરવામાં આવ્યો હતો. તો કાર્યક્રમમાં હાજર રહેલા જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પર પણ રૂપિયાનો વરસાદ થયો હતો. જોકે, ડાયરામાં ૨૦૦૦0 રૂપિયાની નોટો આવતા કિર્તીદાન ગઢવીએ લોકોને ટકોર કરી હતી કે નોટોને બેંકમાં જમા કરાવો.

જામનગર અને દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા ૪૮૪મી મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદમ હોટલ ખાતે યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ઉમટીયા હતા અને મહેમાનો પણ દૂર દૂરથી ડાયરામાં આવ્યા હતા.

ડાયરામાં લોકગાયકા કિંજલ દવે અને હાસ્ય કલાકાર માયાભાઈ આહીર પણ રમઝટ બોલાવી હતી. તો સાથે જ કીર્તિદાન ગઢવીના સૂરો પર ઢગલાબંધ રૂપિયાનો વરસાદ થયો હતો. તો લોકોએ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, પૂર્વ રાજ્ય મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રીવાબા જાડેજા પર રૂપિયાનો વરસાદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થવો કોઈ નવી વાત નથી. ડાયરામાં આરબીઆઈ દ્વારા ચલણમાં બંધ કરાયેલી ૨૦૦૦ રૂપિયાની નોટ પણ ઉછાળવામાં આવી હતી. તેથી કીર્તિદાને કાર્યક્રમની વચ્ચે લોકોને ટકોર કરી હતી.

ડાયરામાં ઉછળી બંધ થયેલી ૨૦૦૦ રૂપિયાની નોટ  :

લોક ગાયક કિર્તીદાન ગઢવીએ ચાલુ ડાયરામાં કહ્યું હતું કે આ ચલણી ૨૦૦૦ની જે નોટ છે તે નોટો બેંકમાં જમા કરો ડાયરામાં ઉડાડો નહીં. કારણ કે ૨૦૦૦ની નોટ ચલણમાં બંધ થઈ છે.

આ પણ વાંચો :-

Alto K10 થી Tiago સુધી આ છે સૌથી સસ્તી 5 ઓટોમેટિક કાર, જાણો કિંમત

From Alto K10 to Tiago 

  • Affordable Automatic Cars : ભારતમાં ઓટોમેટિક કાર હવે વધુ લોકપ્રિય બની રહી છે. આ એટલા માટે છે કારણ કે ભારે ટ્રાફિકમાં પણ ઓટોમેટિક કાર ચલાવવી સરળ છે.

ભારતમાં ઓટોમેટિક કાર વધુને વધુ લોકપ્રિય બની રહી છે. આ એટલા માટે છે કારણ કે ભારે ટ્રાફિકમાં પણ ઓટોમેટિક કાર ચલાવવી સરળ છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કારને ક્લચ પેડલ અથવા મેન્યુઅલ ગિયર શિફ્ટિંગની જરૂર નથી. આવો અમે તમને દેશની 5 સૌથી સસ્તી ઓટોમેટિક કાર વિશે જણાવીએ.

મારુતિ સુઝુકી અલ્ટો K10 :

મારુતિ સુઝુકી અલ્ટો K10 એ ભારતમાં સૌથી સસ્તી ઓટોમેટિક ટ્રાન્સમિશન (Automatic Cars) કાર છે. તેમાં 1.0-લિટર NA પેટ્રોલ એન્જિન છે. જે 65.7bhp અને 89Nm જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT (AGS) સાથે જોડાયેલું છે. તેના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 5.59 લાખ (એક્સ-શોરૂમ) છે.

મારુતિ સુઝુકી એસ-પ્રેસો :

મારુતિ સુઝુકી S-Presso તેના મિકેનિકલ્સને Alto K10 સાથે શેર કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT (AGS) વિકલ્પ સાથે 1.0-લિટર NA પેટ્રોલ એન્જિન મેળવે છે. મારુતિ સુઝુકી એસ-પ્રેસોના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 5.76 લાખ (એક્સ-શોરૂમ) છે.

રેનો ક્વિડ :

Renault Kwid બે એન્જિન વિકલ્પો સાથે આવે છે – 800cc યુનિટ અને 1.0-લિટર યુનિટ. નાના એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ઉપલબ્ધ છે જ્યારે મોટા એન્જિનને AMT વિકલ્પ સાથે સજ્જ કરવામાં આવ્યું છે. Renault Kwidના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 6.12 લાખ (એક્સ-શોરૂમ) છે.

મારુતિ સુઝુકી વેગેનઆર :

મારુતિ સુઝુકી વેગનઆર એક સસ્તી કાર છે. તેમાં 2 એન્જિન વિકલ્પો છે – 1.0-લિટર યુનિટ અને 1.2-લિટર યુનિટ. કારમાં 5-સ્પીડ MT અને AMTનો વિકલ્પ મળે છે. મારુતિ સુઝુકી વેગનઆરના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 6.55 લાખ (એક્સ-શોરૂમ) છે.

ટાટા ટિયાગો :

Tata Tiago કંપની તરફથી આ સૌથી સસ્તી ઓફર છે. તેમાં 1.2-લિટર NA પેટ્રોલ એન્જિન છે. જે 84bhp અને 113Nmનો પાવર જનરેટ કરે છે. એન્જિન સાથે 5-સ્પીડ MT અને AMTનો વિકલ્પ છે. તેના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 6.92 લાખ (એક્સ-શોરૂમ) છે.

આ પણ વાંચો :-

સ્કૂટર બાદ હવે ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા રાહુલ ગાંધી

0
After the scooter
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો તાજેતરમાં સામે આવી રહ્યો છે જેમા તેઓ ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા છે. જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ઘણા બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

ક્યારેક તે દિલ્હી યુનિવર્સિટીના (University of Delhi) વિદ્યાર્થીઓને મળી રહ્યા છે તો ક્યારેક સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનોને. હાલમાં ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા તે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર રાહુલ (Rahul Gandhi) દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. રસ્તામાં તેમણે અંબાલાથી ચંદીગઢ (Chandigarh) સુધી ટ્રકમાં મુસાફરી કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્રકમાં કરી મુસાફરી :

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રાથી લોકોમાં ખૂબ જ સક્રિય છે. આ દિવસોમાં રાહુલના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં તે ક્યારેક કોલેજના વિદ્યાર્થીઓ સાથે જમતા જોવા મળે છે તો ક્યાંક તે ડિલિવરી બોય સાથે લંચ કરતા જોવા મળે છે. હવે રાહુલ ગાંધીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે.

રાહુલનો ટ્રકમાં મુસાફરી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સોમવાર રાતનો છે. કોંગ્રેસના કાર્યકરોના જણાવ્યા અનુસાર રાહુલ અંબાલામાં ટ્રક ડ્રાઈવરોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ડ્રાઈવરોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ પણ કર્યો હતો. રાહુલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

 

શું તમે પણ કલાકો સુધી Reels જોવો છો ? સાવચેત રહેજો નહીંતર..

Do you also watch Reels for hours

Addiction of watching reel : આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને આજકાલ દરેક લોકો ફોન પર કલાકો વિતાવે છે. જેના કારણે ૧૦ થી ૫૫ વર્ષની વયજૂથના લોકો માનસિક બિમારીનો શિકાર બની રહ્યા છે.

સોશિયલ મીડિયાનો (Social Media) જમાનો છે અને આજકાલ તમને ઈન્ટરનેટ પર દરેક પ્રકારની વસ્તુઓ સરળતાથી મળી જાય છે. આનું પરિણામ એ આવ્યું છે કે યુવા પેઢી કલાકો ફોન પર વિતાવે છે અને દિવસ-રાત ફોન સ્ક્રોલ કરવામાં પસાર કરે છે.

બસ, ટ્રેન, મેટ્રો, ઘર, પરિવાર કે આસપાસના લોકોમાં એક આદત સામાન્ય છે. દરેક વ્યક્તિ પોતાના ફોનમાં વ્યસ્ત છે. કલાકો સુધી ફોન સ્ક્રોલ કરીને ઈન્સ્ટા રીલ જોવાનો રોગ આજકાલ એટલો ગંભીર બની ગયો છે કે તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.

મે મહિનામાં ગુજરાતમાં આવશે વરસાદ, અંબાલાલ પટેલની નવી આગાહી શું છે જાણો

0

Rain will come in Gujarat 

  • Gujarat Weather Forecast : રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર. આવતીકાલથી ૨૮ મે સુધી કમોસમી વરસાદની કરાઈ આગાહી. આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની કરી આગાહી.

ચોમાસું (Monsoon) હવે નજીક જ છે તેવી આશા લોકોને બંધાઈ છે. પરંતુ તે પહેલા જ ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર થઈ રહ્યાં છે. ફરી એકવાર ગુજરાત પર માવઠું (Mawtha) ત્રાટકશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરી છે.

મે મહિનાના અંતિમ તારીખોમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી શકે છે. કમોસમી વરસાદથી ગુજરાતનુ વાતાવરણ પલટાશે. તેમજ લોકોની ત્રાહિમામ પોકારતી ગરમીથી પણ મુક્તિ મળશે.

મે મહિનાના અંતમાં થશે ઋતુ પરિવર્તન :

આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવ્યું કે મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ આવશે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે. પરંતુ ઉનાળામાં આ સ્થિતિ અલગ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે.

ક્યાં ક્યાં વરસાદ આવશે :

તારીખ 24 થી 30 મેના રોજ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદની આગાહી છે. તો સાથે જ ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાટ્રના દરિયાકિનારાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે. દેશના ઉત્તરીય ભાગોમાં આંધી વંટોળ સાથે કરા પાડવાની આગાહી છે. તેમણે કહ્યુ કે, પ્રિમોન્સૂન એક્ટિવિટીનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરનો ભેજ છે.

ગરમીથી મુક્તિ મળશે

કમોસમી વરસાદથી ગુજરાતના લોકોને કાળઝાળ ગરમીથી મુક્તિ મળશે. તાપમાનના પારામાં ઘટાડો થશે. જો કે માવઠાથી વાતાવરણમાં અસહ્ય બફારો વ્યાપી શકે છે. આ કમોસમી મોસમ ગુજરાતના ખેડૂતો પર મોટું સંકટ લાવશે. કમોસમી માવઠાથી ઉનાળુ પાકને અસર પડી શકે છે.

આ પણ વાંચો :-

ગુજરાતના માતાજી વસ્યાં અમેરિકામાં, રિચમંડ શહેરમાં ઉમિયા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 

Mataji of Gujarat settled

  • અમેરિકાના રિચમંડ શહેરમાં ઉમિયા નવશક્તિધામ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ૧૦ હજાર જેટલા પાટીદારોએ ભાગ લીધો હતો.

અમેરિકાના (America) કેન્ટુકી રાજ્યના રિચમંડ શહેરમાં ઉમિયા નવશક્તિધામ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ઉમિયા નવશક્તિધામમાં (Ummiya Navashakti Dham) ઉત્તર ગુજરાતના અલગ અલગ ૯ ગામના માતાજીના મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાઈ છે.

૧૯ મેથી ૨૧ મે સુધીમાં અનેક વિધ કાર્યકર્મો યોજાયા :

અમેરિકામાં વસતા ૧૦ હજાર જેટલા પાટીદારોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. ૧૯ મેથી ૨૧ મે સુધીમાં અનેક વિધ કાર્યકર્મોનું આયોજન થયું હતું. જેમાં શોભાયાત્રા, દાંડિયા રાસ જેવા આયોજન પણ થયા હતા. આ કાર્યક્રમમાં સાયલાથી માધવદાસજી મહારાજે હાજરી આપી હતી. તેમના હાથે મંદિરને ખૂલ્લું મુકાયું હતું.

આ કાર્યક્રમમાં યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં દંપતીઓએ ભાગ લીધો હતો અને માઈ ભક્તોએ ઉમિયા માતાજીના દર્શનનો લાહવો લીધો હતો. કાર્યક્રમ સ્થળ પર જ યજ્ઞશાળા બનાવાઈ હતી.આ કાર્યક્રમમાં સાયલાથી માધવદાસજી મહારાજે હાજરી આપી હતી. તેમના હાથે મંદિરને ખૂલ્લું મુકાયું હતું.

આ પણ વાંચો :-

 

પેટ ભરીને ખાવા નહોતું મળતું, ઝુંપડપટ્ટીમાં રહેતી દીકરી બની ગઈ બ્યુટી બ્રાન્ડનો ફેસ 

Couldn’t eat enough

  • માથા પર છત ન હતી. પેટ ભરવા માટે ખોરાક મળતો ન હતો. પછી નસીબે વળાંક લીધો. મુંબઈની ધારાવી ઝુંપડપટ્ટીની યુવતિને લકઝરી બ્યુટી બ્રાન્ડ ફોરેસ્ટ એસેન્શિયલે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કરી છે.

પ્રખ્યાત લક્ઝરી બ્યુટી બ્રાન્ડ ફોરેસ્ટ એસેન્શિયલ્સે (Beauty brand Forest Essentials) તાજેતરમાં મલિશા ખારવાને (Malisha Kharwa) તેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કર્યા છે. કોણ છે મલીશા ખારવા? એ જ જે મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહે છે. માત્ર 14 વર્ષની મલિશા આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ જ લોકપ્રિય છે. અને ચર્ચામાં એક હેશટેગ છે – #princessfromtheslum. જેનો અર્થ ઝૂંપડપટ્ટીમાંથી બહાર આવેલી રાજકુમારી. લોકો મલિશાને આ નામથી બોલાવી રહ્યા છે. તેમજ અભિનંદન આપી રહ્યા છે.

મોડલિંગની સાથે સાથે અભ્યાસ પણ કરી રહી છે :

મોડલિંગની સાથે સાથે મલિશા પોતાનો અભ્યાસ પણ પૂર્ણ કરી રહી છે. અંગ્રેજી તેનો પ્રિય વિષય છે અને તે દરેક સાથે અંગ્રેજીમાં જ વાત કરવાનું પસંદ કરે છે. તે કહે છે કે જ્યારે તેને સ્કૂલમાં સારા ગ્રેડ મળે છે. ત્યારે પિતા ખૂબ ખુશ થાય છે. તે એક પ્રોફેશનલ ચાઈલ્ડ મોડલ બનવા માંગે છે અને પાકું ઘર, સારું ભોજન અને સારા શિક્ષણ માટે પૈસા બચાવવા માંગે છે.

મલિશાનાં સપનાને સાકાર કરવા માટે રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ :

મલિશાના સપનાને સાકાર કરવા માટે ક્રાઉડફંડિંગ દ્વારા 20 હજાર ડોલર (લગભગ 16.5 લાખ રૂપિયા) એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે વર્ષમાં જ 13 હજાર ડોલર (લગભગ 10.7 લાખ રૂપિયા) પણ એકઠા થયા છે.

Snapinsta.app_312987700_207805931688703_7210947958450638251_n_1080

મલિશા ઘણા મેગેઝીનના કવર પેજ પર જોવા મળી ચુકી છે :

રોબર્ટ હફમેને મલિષાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું હતું. તેના પર મલિશાએ ઘણા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. તે ઘણા મેગેઝીનના કવર પેજ પર પણ જોવા મળી ચુકી છે. હવે તેને લક્ઝરી બ્યુટી બ્રાન્ડ સાથે બ્રેક મળ્યો છે. આ પહેલા તે એક શોર્ટ ફિલ્મ – લીવ યોર ફેરી ટેલમાં જોવા મળી હતી.

આ પણ વાંચો :-

ચરબી બહુ વધી ગઈ છે ? ચિંતાના કરશો આ પાણી સાવ પાણીમાં ઓગાળી દેશે બધી ચરબી !

Too much fat

  • Health Tips : શરીરની ચરબી કરવી છે દૂર ? રોજ શરૂ કરો આ ખાટા જ્યુસનું સેવન, થશે આ ફાયદા. ખુબ જ ઝડપથી વજન પણ ઘટશે અને શરીરમાં આવશે સુપર એનર્જી.

તમને ઘણીવાર મીઠી વસ્તુઓથી પણ દૂર રહેવાનું કહેવામાં આવે છે. કારણ કે ખાંડ ચરબીમાં ફેરવાય છે અને પછી વજન ઝડપથી વધવા લાગે છે. આજે આપણે એક એવા ફળ વિશે વાત કરીશું જેનો સ્વાદ ખૂબ ખાટો અને મસાલેદાર હોય છે. પરંતુ તેની મદદથી પેટ અને કમરની ચરબીને (Fat) ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.મીઠી તેમજ જંકફુડ ખાઈને પેટમાં વધારો થયો છે. શરીરમાં વધી રહી છે ચરબી.

તો ચિંતા ન કરશો. નિયમિત કરો આમલીના રસનું સેવન અને થોડા જ દિવસોમાં શરીરના વજનમાં ઘટાડો અનુભવો. આમલીનો રસ પાચન માટે પણ ઉત્તમ છે, જો પાચનતંત્ર બરાબર હશે તો વજન ઓછું કરવામાં ખૂબ જ સરળતા રહેશે. આ સાથે આ જ્યુસની મદદથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડી શકાય છે, જે ફિટનેસ માટે ખૂબ જ જરૂરી છે.

લોકો આ પોતાના શરીરને ઘટાડવા માટે અનેક પ્રયાસો કરે છે જો કે તેમ છતાં તેમને ધાર્યું પરિણામ નથી મળતું. પરંતુ ફિકર નોટ. અમે તમને પેટની ચરબી ઘટાડવાનો એક અક્સિર ઈલાજ બતાવીશું. આવો જાણીએ આ વિશે વધુ માહિતી. જંકફુડ એ પેટનું સૌથી મોટુ દુશ્મન છે.

કારણ કે આમાં ફેટી એસિડસ, પામોલિન ઓઈલ, મસાલા, પ્રિઝરવેટિવ્સ સહિતની બિનઆરોગ્ય વસ્તુઓ સામેલ છે. ચટાકેદાર સ્વાદને કારણે લોકો જંકફુડને ખાતા હોય છે. પરિણામે લોકોના શરીર વધવા લાગે છે. ખાસ કરીને પેટ વધે છે. જંકફુડને કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખુબ ઝડપથી વધે છે.

આમલીનો રસ આ રીતે બનાવો :

આમલીનો રસ બનાવવા સૌ પ્રથમ આમલીને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો અને હવે તેના બીજ કાઢી લો. હવે ૦૨ ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં આમલી મિક્સ કરો અને થોડી વાર ગરમ કરો. હવે તેને સ્ટ્રેનરની મદદથી એક ગ્લાસમાં ગાળી લો અને ઠંડુ થાય ત્યાં સુધી રાહ જુઓ. હવે તમે તેને પી લો. જો તમે નિયમિતપણે આ પીણું પીશો તો ફિટનેસ સ્પષ્ટ દેખાશે.

આમલીનો રસ માત્ર સ્વાદિષ્ટ જ નથી. પરંતુ તે આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હળવા મૂત્રવર્ધક ગુણધર્મો જોવા મળે છે. જે શરીરના ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને પછી ખાવાનું ઓછું કરવાથી વજન ઓછું થવા લાગે છે.

આમલીનો રસ પીવાથી વજન ઘટશે :

ભારતના પ્રખ્યાત ડાયટિશિયન આયુષી યાદવે કહ્યું કે જો આમલીનો રસ નિયમિત રીતે પીવામાં આવે તો વજન ઝડપથી ઘટે છે કારણ કે આ ફળમાં વિટામિન્સ અને મિનરલ્સ ઉપરાંત ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેની અસર થોડા દિવસોમાં જોવા મળે છે.

આ પણ વાંચો :-