૨૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે ઓળખ કાર્ડ જરૂરી કે નહીં… જાણો સાચી માહિતી

Share this story

know correct information

  • RBI Governor Shaktikanta Das : RBI ગવર્નરે ૨૦૦૦ રૂપિયાની નોટો બદલાવાના નિયમો બાબતે સ્પષ્ટતા કરી છે કે નોટ બદલવા માટે કોઈપણ પ્રકારના ઓળખ પત્રની જરૂર નથી. નોટ બદલાવા માટે કોઈપણ પ્રકારની ખોટી દોડધામ કરશો નહીં.

જો તમારી પાસે પણ ૨૦૦૦ રૂપિયાની નોટ છે તો સોમવારે RBI ગવર્નરે તેને લગતા ઘણા સવાલોના જવાબ આપ્યા. તેમણે ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવા સંબંધિત સ્થિતિને સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે નોટ બદલવા માટે કોઈપણ પ્રકારના ઓળખ પત્રની જરૂર નથી. આ માટે ચાર મહિના એટલે કે ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેણે કહ્યું કે બેંક આવવાની જરા પણ ઉતાવળ ન કરો. અમારી પાસે અન્ય નોટોનો પૂરતો જથ્થો છે.

RBI ગવર્નરે કહ્યું કે તમારે નોટ બદલવાની ચિંતા ન કરવી જોઈએ. આ માટે ચાર મહિના એટલે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેથી જ બેંકમાં આવવાની ઉતાવળ કરશો નહીં. કેટલાક લોકોમાં એવી ચર્ચા છે કે બેંકોમાં નોટો પૂરી થઈ જશે.

આવી સ્થિતિમાં ગર્વનરે ખુલાસો કર્યો છે કે શાંતિથી બદલાવો, અમારી પાસે પૂરતી માત્રામાં અન્ય નોટો છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈના આદેશ અનુસાર મંગળવારથી કોઈપણ બેંક શાખામાં ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકાશે.

તેમણે કહ્યું કે તમે એકવારમાં ૨૦૦૦ રૂપિયાની વધુમાં વધુ ૧૦ નોટ બદલી શકો છો. એટલે કે જો તમે ૨૦૦૦૦ રૂપિયા લાવો છો તો તમારે તેને બદલવા માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી.

આ પણ વાંચો :-