સિંગતેલના ડબ્બા ભરી લેજો, એક અઠવાડિયામાં તેલના ભાવમાં થયો અધધધ ઘટાડો

Share this story

Take Singoil cans 

  • Groundnut Oil Prices : સિંગતેલના ભાવમાં અઠવાડિયામાં ૫૫ રૂપિયાનો ઘટાડો. માર્કેટમાં નહિવત ધરાકી અને સટ્ટાખોરો નિષ્ક્રિય થતાં ઘટાડો. ભાવમાં ૧૦૦૦ રૂપિયાનો ફરક હોવાથી લોકો કપાસિયા તરફ વળ્યા.

૨૦૨૩ના વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના (Edible Oils) ભાવે માઝા મૂકી હતી. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં માંડ રાહતના સમાચાર આવ્યા છે. કારણ કે પહેલીવાર સિંગતેલના ભાવમાં તોતિંગ ઘટાડો થયો છે. સિંગતેલના (Singtel) ભાવમાં અઠવાડિયામાં ૫૫ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટાડા થયા બાદ કપાસિયા (Cotton) અને સિંગતેલના ભાવમાં ડબ્બે ૧૦૦૦નો તફાવત જોવા મળી રહ્યો છે.

૨૦૨૩ ના શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરીયાતી તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ ૨૦૨૩નું વર્ષ લોકો માટે અપશુકનિયાળ સાબિત થયુ હોય તેવુ લોકો અનુભવી રહ્યા છે. તેલના ભાવનું મીટર સતત અપ જઈ રહ્યું હતું. સીંગતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો હતો. સિંગતેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો હતો. પરંતુ પહેલીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. પહેલીવાર એવુ બન્યુ છે કે સિંગતેલના ભાવમાં અઠવાડિયામાં ૫૫ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

  • 15 મે – 5 રૂપિયાનો ઘટાડો
  • 17 મે – 25 રૂપિયાનો ઘટાડો
  • 18 મે – 5 રૂપિયાનો ઘટાડો
  • 19 મે – 15 રૂપિયાનો ઘટાડો
  • 20 મે – 5 રૂપિયાનો ઘટાડો

કેમ વધે છે સિંગતેલના ભાવ :

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. ૧૩૦૦ થી ૧૬૫૦ સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ ૧૦ થી ૧૨ હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

સતત સિંગતેલની ડિમાન્ડ વધી રહી છે તેને કારણે સિંગતેલના ભાવ પણ વધી રહ્યા છે ઓઈલ મીલ ની અંદર મગફળી પીલાણ માટે આવવી જોઈએ તે આવતી નથી. તેને કારણે સીંગતેલના ભાવ વધી રહ્યા છે આગામી દિવસોમાં સિંગતેલનો ૧૫ કિલો નો ડબ્બો ૩૦૦૦ને પાર પહોંચે તેવી વેપારીઓ શક્યતા દર્શાવી રહ્યા છે.

આ પણ વાંચો :-