સુખી સંપન્ન પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, આ કુરિવાજોને તિલાંજલિ આપવા કરાયો નિર્ણય

Share this story

A happy prosperous Patidar

  • Patidar Samaj : વર્ષ 1958 માં પાટીદાર સમાજમાં બંધારણ તૈયાર કરાયુ હતું. તે રીતે 65 વર્ષ બાદ ફરીથી બંધારણ બનાવાશે. જેમાં મહિલાનો મહત્વનો રોલ રહેશે. સમાજમા વ્યાપેલા કુરિવાજો દૂર કરાશે.

ગુજરાતમાં પાટીદાર સમાજની (Patidar Samaj) ગણતરી સુખી સંપન્ન સમાજમાં થાય છે. પાટીદાર સમાજ માટે એવુ કહેવાય છે કે ભગવાન કા દિયા સબ કુછ હૈ. દરેક પાટીદારની કિંમત તેના વીધા જમીનોથી થાય છે. જેની પાસે વધુ જમીન તે વધુ સશક્ત.

ત્યારે આ સુખી સંપન્ન સમાજમા વ્યાપેલી કુરિવાજોને દૂર કરવા કમર કસાઈ છે. બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોએ પ્રીવેડિંગ ફોટોશૂટ, બેબી શાવર, રિસેપ્શન જેવા ખર્ચાળ અને બિનજરૂરી પ્રથા બંધ કરવા અભિયાન ઉપાડયું છે. આ માટે 28 મેના રોજ પાટણમાં 3000 બહેનો સંકલ્પ લેશે.

બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોની કુપ્રથા બંધ કરવા સમાજ સુધાર ચળવળ શરૂ કરી છે. જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં વરસતી સમાજની મહિલાઓ જોડાઈ છે. 65 વર્ષ પછી પાટીદાર સમાજની મહિલાઓ બંધારણ તૈયાર કરશે. જેમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દી રસમ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ અને દેખાદેખીમાં શરૂ કરાયેલી પ્રથા સહિતના કેટલાક કુરિવાજો બંધ કરવા નિર્ણય લેવાયો છે.

ઉત્તર ગુજરાતના 53 ગામ ઉપરાંત અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, કચ્છ, રાજકોટ તેમજ મુંબઈમાં રહેતી સમાજની બહેનોએ અભિયાનમાં જોડાઈને સંકલ્પ લેશે. આ માટે 28 મેના રોજ પાટણમાં વિશાળ મહિલા સંમેલન યોજાશે. જેમાં 3000 જેટલી મહિલાઓ કુરિવાજોને બંધ કરવા સંકલ્પ લેશે. વર્ષ 1958 માં પાટીદાર સમાજમાં બંધારણ તૈયાર કરાયુ હતું. તે રીતે 65 વર્ષ બાદ ફરીથી બંધારણ બનાવાશે. જેમાં મહિલાનો મહત્વનો રોલ રહેશે.

આ પણ વાંચો :-