એક પ્રોગ્રામ માટે કેટલા રૂપિયા લે છે બાબા બાગેશ્વર. બાબાએ જણાવ્યો કાર્યક્રમનો ખર્ચ

Share this story

Dhirendra Krishna Shastri

  • Dhirendra Krishna Shastri Net Worth : સત્ય તો એ છે કે અમે ક્યારેય કથા માટે દક્ષિણા માગી નથી. જે તંત્ર છે જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા જ માગી છે. પંડાલની જરૂર વધારે હોય છે. ઘણા લોકો બાગેશ્વર ધામને પસંદ કરે છે. ભંડારાની જરૂર છે.

બાગેશ્વર ધામના (Bageshwar Dham) પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra shastri) હવે ગુજરાત આવી રહ્યાં છે. મધ્યપ્રદેશની બાગેશ્વર ધામ સરકાર સતત ચર્ચામાં છે. બાબા બાગેશ્વરને લઈને ગુજરાતમાં પણ રાજકારણ ગરમાયું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કથા વાંચન કાર્યક્રમનો વિરોધ પક્ષ અહીં વિરોધ કરી રહ્યો છે. જ્યારે ભાજપના નેતાઓ સમર્થનમાં ઉભા છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે બાબા બાગેશ્વર કથા વાંચવાના કેટલા પૈસા લે છે? તેમના એક પ્રોગ્રામની કિંમત કેટલી છે?

બાબાની ફી અને કથા વાચનનો ખર્ચ જાણો :

લગભગ એક વર્ષ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક ઓપન ફોરમમાં કહ્યું હતું કે ‘અમે કથા સાથે સંબંધિત વધુ એક વિનંતી કરીશું કે કથાઓની તારીખો 2023 સુધી ફૂલ છે. એવી કોઈ તારીખ નથી કે જે 2023 પહેલા ખાલી હોય. ઘણા લોકો કથાઓના નામે ગેરમાર્ગે દોરે છે કે તે ખૂબ મોંઘા છે.

સત્ય તો એ છે કે અમે ક્યારેય કથા માટે દક્ષિણા માગી નથી. જે તંત્ર છે, જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા જ માગી છે. પંડાલની જરૂર વધારે હોય છે. ઘણા લોકો બાગેશ્વર ધામને પસંદ કરે છે. ભંડારાની જરૂર છે.

અન્નપૂર્ણા ભંડારા ચાલી રહ્યા છે તે માટે આવનારા કલાકારો માટે વ્યવસ્થા, વાહનોની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા અને સહકાર. પરંતુ તેમણે ક્યારેય નથી કહ્યું કે 50 લાખ કે એક કરોડ આપવાના છે. સિસ્ટમમાં ગમે તેટલો ખર્ચો કરવામાં આવે. કથા બિલકુલ મોંઘી નથી. તે અફવા છે.

લોકોના મનની વાતો જાણવાનો બાબા કરે છે દાવો :

બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી દાવો કરે છે કે તેઓ લોકોના મન વાંચી શકે છે. જ્યારે કોઈ ભક્ત તેની સમસ્યા લઈને તેમની પાસે આવે છે. ત્યારે તે તેને એક કાગળ પર અગાઉથી લખી લે છે અને તેનો ઉકેલ પણ જણાવે છે.

બાગેશ્વર ધામ સરકાર કહે છે કે આ યોગ-સાધનાનું પરિણામ છે જે સનાતન ધર્મની સદીઓ જૂની પરંપરા છે. આભાસી શક્તિઓ દ્વારા ભક્તની સમસ્યા જાણીને તે કાગળ પર લખે છે. હનુમાનજીની કૃપાથી તે ઠીક થઈ જાય છે. હનુમાનજીની ગદા જેવી દેખાતી આ મુગદર હંમેશા બાગેશ્વર મહારાજની સાથે રહે છે. બાબા કહે છે કે તેમને આ મુગદરમાંથી શક્તિઓ મળે છે.

આ પણ વાંચો :-