મેહાણીઓમાં કેનેડા અને અમેરિકા જવાનો ગજબનો ક્રેઝ, માત્ર ૦૩ મહિનામાં આટલા

Share this story

Canada and America

Craze For Foreign : વર્ષ ૨૦૨૩ ના ૩૧ માર્ચ સુધી ૨૬૦૦ લોકો પોલીસનું ક્લિયરન્સ સર્ટિફિકેટ પીસીસી મેળવીને વિદેશી જતા રહ્યા છે. આ માત્ર ૩ મહિનાના જ આંકડા છે એટલે કે આખું વર્ષ તો બાકી છે.

આજકાલ જેને જુઓ તેને વિદેશ (Foreign) જવાનો મોહ છે. દર બીજા ગુજરાતીને વિદેશ જવાનું ઘેલુ લાગ્યું છે. તમે તમારી આસપાસના જેટલા કિસ્સા સાંભળતા હશો. તેને કરતા વધુ લોકો વિદેશ જાય છે. જેમાં ગેરકાયદે આંકડો તો અલગ છે. તમારી ધારણા કરતા વધુ ગુજરાતીઓ વિદેશ ઉપડી રહ્યાં છે.

પરંતુ વિદેશ જવાના મોહમાં મહેસાણાવાસીઓ (Mehsana) આગળ હોય તેવુ લાગે છે. મહેસાણીઓમાં કેનેડા અને અમેરિકા જવાનો ગાંડો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સમયાંતરે ગેરકાયદેસર રીતે અમેરિકામાં (America) ઘૂસણખોરી કરનારાઓમાં પણ આ જિલ્લાના લોકો વધુ હોવાનું સામે આવ્યું છે. કેટલાય મર્યા, કેટલાય પકડાયા, છતા વિદેશ જવાનો મોહ ઓછો થયો નથી. ત્યારે વિદેશ જનારા મહેસાણાવાસીઓનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુનસાર જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૨ એક વર્ષમાં ૩૫,૫૦૦ લોકોએ પાસપોર્ટ કઢાવ્યા હતા અને ૩૯૦૦ લોકો પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવી વિદેશ ઉપડી ગયા છે. જે બતાવે છે કે કેટલા મહેસાણાવાસીઓ વિદેશ ઉપડી રહ્યાં છે. ૨૦૧૩ ના વર્ષમાં માત્ર ૩ મહિનામાં ૧૬૫૦૦ પાસપોર્ટ નીકળ્યા હતા.

જેની સામે ૨૬૦૦ લોકો વિદેશ ગયા છે. તો ૨૦૨૩ નો આંકડો પણ ચોંકાવનારો છે. વર્ષ ૨૦૨૩ ના ૩૧ માર્ચ સુધી ૨૬૦૦ લોકો પોલીસનું ક્લિયરન્સ સર્ટિફિકેટ પીસીસી મેળવીને વિદેશી જતા રહ્યા છે. આ માત્ર ૦૩ મહિનાના જ આંકડા છે. એટલે કે આખું વર્ષ તો બાકી છે.

વિદેશ જવાનો આટલો મોહ કેમ :

વિદેશ જવાનું રોજગારી કારણભૂત છે તેવું કહી શકાય. પરંતુ સુખી સંપન્ન પરિવારના સંતાનો પણ વિદેશ જઈ રહ્યાં છે. જે એક પ્રકારનો ટ્રેન્ડ બની ગયો છે.

આ પણ વાંચો :-