૩૦ સપ્ટેમ્બર પછી ૨૦૦૦ નોટ રાખનાર વિરુદ્ધ શું કાર્યવાહી થશે ? જાણો RBI નો જવાબ

Share this story

૩૦ સપ્ટેમ્બર પછી ૨૦૦૦ નોટ રાખનાર વિરુદ્ધ શું કાર્યવાહી થશે ? જાણો RBI નો જવાબ

  • 2000 notes Withdrawn : શુક્રવારે અચાનક જાહેર કરવામાં આવ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી પરત લેવામાં આવશે. આ વાત જાહેર થતાં જ લોકોમાં નોટબંધીનો ભય ફરીથી ફેલાઈ ગયો. જો કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ કોઈપણ પ્રકારની નોટબંધી નથી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) શુક્રવારે એક ચોંકાવનારો નિર્ણય લીધો. શુક્રવારે અચાનક જાહેર કરવામાં આવ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી પરત લેવામાં આવશે. આ વાત જાહેર થતાં જ લોકોમાં નોટબંધીનો ભય ફરીથી ફેલાઈ ગયો. જો કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ કોઈપણ પ્રકારની નોટબંધી નથી.

આરબીઆઈ એ કહ્યું છે કે ૨૩ મેથી લઈ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૨૦૦૦ રૂપિયાની નોટ લોકો પોતાના ખાતામાં જમા કરાવી શકે છે અથવા તો બદલી શકે છે. આરબીઆઈ એ સ્પષ્ટતા પણ કરી છે કે ૨૦૦૦ રૂપિયાની નોટ ૩૦ સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે માન્ય રહેશે.

૨૦૦૦ રૂપિયાની નોટને લઈને ૩૦ સપ્ટેમ્બરની ડેડલાઈન જાહેર કરવામાં આવતા લોકોના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આવો જ એક પ્રશ્ન છે કે ૩૦ સપ્ટેમ્બર પછી જો કોઈ વ્યક્તિ પાસેથી ૨૦૦૦ ની નોટ મળે તો શું તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે ?

કારણ કે આ પહેલા સરકારે જ્યારે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટને રદ કરી હતી ત્યારે નિશ્ચિત સમય મર્યાદા પછી આ નોટ પોતાની પાસે રાખવી ગુનો ગણાતો હતો. તો શું આવું જ ૨૦૦૦ રૂપિયાની નોટ સાથે થવાનું છે ? આ પ્રશ્નનો જવાબ છે કે ૩૦ સપ્ટેમ્બર પછી કોઈ વ્યક્તિ પાસે ૨૦૦૦ ની નોટ હશે તો તેના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થાય.

નાણા સચિવ ટીવી સોમનાથને એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ નિર્ણય ૨૦૧૬ માં જાહેર કરેલી નોટબંધીથી અલગ છે. તેનો અર્થ વ્યવસ્થા પર કોઈ અસર નહીં પડે. લોકોને પણ તેનાથી કોઈ તકલીફ નહીં પડે લોકો એકવારમાં ૨૦,૦૦૦ રૂપિયા સુધીની ૨૦૦૦ની નોટ બેંકમાં જઈને સરળતાથી બદલી શકે છે. જો કોઈ બેંક નોટ બદલવાથી કે જમા કરવાથી ઈનકાર કરે તો લોકો સંબંધિત બ્રાન્ચની ફરિયાદ પોતાની બેંકના મેનેજરને કરી શકે છે.

આ પણ વાંચો :-