પુરૂષાર્થ સાથે ‘પ્રારબ્ધ’ પણ જરૂરી ; સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈ યુવાનવયે જાહેરજીવનના આકાશમાં છવાઈ ગયા

Share this story

Prabdha

  • સી.આર. પાટીલ, હર્ષ સંઘવી બાદ સંદીપ દેસાઈનો રાજકીય, સામાજિક ક્ષેત્રે જબરદસ્ત પ્રભાવ ‘રાજયોગ’ વગર શક્ય નથી.
  • સુરતને અડીને આવેલા ગામડાના અનાવલિ દેસાઈ પરિવારમાં જન્મેલા સંદીપ દેસાઈ (Sandeep Desai) શાળા, કોલેજકાળથી નેતાગીરી કરતાં-કરતાં સુરત જિલ્લા ભાજપપ્રમુખ અને ધારાસભ્યપદ સુધી પહોંચી ગયા, ઉપરાંત અનેક જાહેર સંસ્થાઓમાં સર્વોચ્ચપદ અલગ.
  • વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને યુવાન ધારાસભ્ય સંદીપ દેસાઈના રાજકીય, સામાજિક પ્રભાવ માટે ‘રાજયોગ’ ચોક્કસ માનવો પડે.

ઘણાં લોકો જન્મથી જ ‘રાજયોગ’ લઈને આવ્યા હોય છે. કોઈ લાંબો સંઘર્ષ કર્યા વગર ઝળહળતી ઊંચાઈએ પહોંચી જનાર વ્યક્તિ માટે ખરેખર તેમના યોગ કામ કરતાં હોય છે. ઉદાહરણરૂપ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન અથાગ સંઘર્ષ કર્યો છે. પોતીકા અને હરીફોનો સામનો પણ કરતાં આવ્યા છે. પરંતુ તકદીર હંમેશા નરેન્દ્ર મોદીની (Narendra Modi) તરફેણમાં રહ્યું છે. તેઓ સામાજિક સંન્યાસ લઈને અલગારી દુનિયામાં ચાલ્યા, પરંતુ જ્યારે પાછા ફર્યા ત્યારે વધુ આત્મવિશ્વાસ અને ઈશ્વર કૃપા સાથે હતા અને એટલે જ અનેક વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ જીત હંમેશાં નરેન્દ્ર મોદીની (Narendra Modi) સાથે હતી. ગુજરાતનાં એક ગામડાંમાં જન્મેલો માણસ આજે આખા વિશ્વમાં છવાઈ ગયો છે. આ બધું ભાગ્યમાં ‘રાજયોગ’ હોય અને ઈશ્વરકૃપા હોય તો જ શક્ય બની શકે.

નરેન્દ્ર મોદી માતાજીનાં ઉપાસક છે. પરંતુ મંત્ર, તંત્ર, દોરાધાગા કરાવતા કોઈએ જોયા નથી. તેમના હાથે હંમેશાં એક ‘કાળો દોરો’ બાંધેલો જોવા મળે છે. કદાચ આ તેમની માતાજી પ્રત્યેની શ્રદ્ધાની નિશાની હોઈ શકે.

ખેર, સુરતનાં સી.આર. પાટીલ પણ રાજયોગ ધરાવતા હોવાનું સુરતનાં ખૂબ જ જાણીતા કવિ ડૉ.મુકુલ ચોક્સીના સ્વ.પિતા મનહરલાલ ચોક્સીએ કહ્યું હતું. મનહરલાલ ચોક્સી કોઈ ધંધાદારી જ્યોતિષી નહોતા. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેમની જાણકારી અને અનુભવ સચોટ હતા. સી.આર. પાટીલનું જ્યારે જાહેર જીવનમાં અને વેપાર, ઉદ્યોગ કે નોકરીક્ષેત્રે વિશેષ પ્રભુત્વ નહોતું એવા દિવસોમાં મનહરલાલ ચોક્સીએ કહ્યું હતું કે, સી.આર. પાટીલ ઉચ્ચ કો‌િટનાં રાજદ્વારી બની શકે એવા તેમના ગ્રહમાન છે. અલબત્ત ત્યારે કદાચ સી.આર. પાટીલે પણ કલ્પના કરી નહીં હોય કે તેઓ દેશના સંસદસભ્ય અને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનવા ઉપરાંત ગુજરાતના રાજકીય જીવનમાં તેમનો ‘હુકમ’ ચાલતો હશે.

PHOTO-2023-05-21-20-37-01

આવું જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ માટે પણ કહી શકાય. દાદા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ભૂપેન્દ્ર પટેલ રાતોરાત મુખ્યમંત્રી બની જશે એવી ખુદ ભૂપેન્દ્ર પટેલને પણ કલ્પના નહીં હોય. વળી, બીજી વખત પણ ભૂપેન્દ્ર પટેલ જ ગુજરાતનાં ગાદીપતિ હશે એવું વિચાર્યું પણ નહીં હોય. ખુદ ભૂપેન્દ્ર પટેલ પોતાને વચગાળાની વ્યવસ્થા માનતા હતા. પરંતુ તેમના ‘રાજયોગ’ તેમને ફરી મુખ્યમંત્રી બનવા સુધી લઈ આવ્યા અને વળી સંપૂર્ણ સત્તા સાથે. પરંતુ હવે ‘કર્મ’ને સાકાર કરવા ભૂપેન્દ્ર પટેલ કેટલો પુરૂષાર્થ કરે છે એ મહત્ત્વનું પુરવાર થશે. ઘણી વખત ‘પ્રારબ્ધ’માં હોય, પરંતુ ‘પ્રારબ્ધ’ને ફળીભૂત એટલે કે મૂર્તિમંત કરવા માટે ‘પુરૂષાર્થ’ કરવો એટલો જ જરૂરી છે અને વડાપ્રધાન મોદી તેમનું જીવંત ઉદાહરણ છે. ગુજરાતનાં રાજકારણમાં આજકાલ ભૂપેન્દ્ર પટેલ સામે વંટોળ ઊભા કરવાના પાછલાં બારણે પ્રયાસો કરાતા હોવાના અણસાર મંડરાઈ રહ્યા છે. પરંતુ ભૂપેન્દ્ર પટેલ પુરુષાર્થને વળગી રહેશે તો ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં એક સજ્‍જન છતાં મક્કમ અને સફળ મુખ્યમંત્રી તરીકેનું નામ અં‌કિત કરી જશે.

સુરતના રાજકીય ક્ષેત્રે ખુબ જ ઝડપથી ઊભરી રહેલા ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ આવું જ એક વ્યક્તિત્વ છે. અનાવિલ દેસાઈ પરિવારમાં જન્મ થયો હોવાથી નેતૃત્ત્વના વારસાગત ગુણ હોય એ સ્વાભાવિક છે.

સુરત જિલ્લાને અડીને આવેલા અને હવે સુરત શહેરનો જ એક ભાગ ગણાતા કનસાડ ગામના ખેડૂત પરિવારમાં ૧૯૭૨માં જન્મેલા સંદીપ દેસાઈએ હજુ જીવનનાં પાંચ દાયકા પસાર કર્યા છે અને તેમ છતાં ૫૧ વર્ષ પૂર્ણ કરી બાવનમાં પ્રવેશ કરે ત્યાર પહેલાં શાળા-કોલેજ, જાહેર અને રાજકીય જીવનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી લીધી હતી. સંદીપ દેસાઈનું સામાજિક, રાજકીય અને જાહેર જીવનનું પ્રભુત્વ જોતાં તેમની જન્મ કુંડળીમાં ચોક્કસ ‘રાજયોગ’ હોઈ શકે. કારણ કે, સુરતના જાહેર જીવનમાં સંદીપ દેસાઈ જેટલી ઝડપથી કોઈ છવાઈ ગયું નથી. ગુજરાતનાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં રાજકીય સર્વોપરિતાનાં ગ્રાફની જરૂર નોંધ લેવી પડે. પરંતુ હર્ષ સંઘવીનો પસાર થયેલો યુવાનીકાળ સંદીપ દેસાઈ જેટલો જાહેર જીવન પર પ્રભાવક કહી શકાય નહીં. પરંતુ બની શકે કે, ઘણાનાં જીવનમાં ‘રાજયોગ’નો ઉદય થોડો મોડો લખાયેલો હોય છે. હર્ષ સંઘવીનો રાજકીય ઉદય એક અકસ્માત ગણી શકાય. સ્વભાવે તોફાની અને નટખટ હર્ષ સંઘવીએ પણ ભાજપની છાવણીમાં પ્રભુત્વ ઊભુ કરતાં પહેલા સંઘર્ષ કર્યો હતો. પરંતુ તેમનો સંઘર્ષ આસાન હતો. તેમની પાછળ કોઈક ને કોઈકની છત્રછાયા હતી.

જ્યારે હર્ષ સંઘવીથી બિલકુલ વિરુદ્ધ જાહેર જીવનમાં પ્રવેશવા માટે સંદીપ દેસાઈને કોઈ જ સંઘર્ષ કરવો પડ્યો નહોતો, એવું ચોક્કસ કહી શકાય. ભાજપના ઉદયકાળથી ભાજપની વિચારધારાથી પ્રભાવિત સંદીપ દેસાઈએ કૉલેજ કાળથી જ નેતૃત્વની શરૂઆત કરી દીધી હતી. ૧૯૯૨માં એમટીબી આર્ટ્સ કોલેજમાં તેઓ જી.એસ. તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ૧૯૯૫માં તો ચોર્યાસી તાલુકા પંચાયતનાં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ તેમનો રાજકીય અને સામાજિક નેતૃત્વના વિકાસનો રથ અટક્યો નથી.

તાલુકા પંચાયતના સભ્ય હોવા ઉપરાંત શહેર-જિલ્લાના રાજકીય જીવનમાં સંદીપ દેસાઈ ઝડપથી છવાતા રહ્યા હતા. સચિન કેળવણી મંડળ, સુરત ડિ‌િસ્ટ્રક્ટ બેંક, સુમુલ ડેરી અને સુરત ખેતીવાડી માર્કેટ એટલે કે APMC ઉપરાંત સુરત જિલ્લા પંચાયતમાં સંદીપ દેસાઈનો અવાજ નિર્ણાયક બની ગયો હતો અને છેલ્લે સુરત જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પહેરાવી સી.આર. પાટીલે તેમને સુરત જિલ્લા ભાજપનું સર્વોચ્ચપદ ધરી દીધું હતું.

આ પૂર્વે તેઓ ભાજપનાં સંગઠનમાં પણ ઘણા હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે અને તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની સૌથી મોટી ચોર્યાસી બેઠકની ટિકિટ ફાળવીને સંદીપ દેસાઈને એક પડકાર ઉપાડી લેવાની તક આપી હતી અને લોકોનાં આશ્ચર્ય વચ્ચે સંદીપ દેસાઈ સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પછી સૌથી વધુ લીડથી જીત મેળવવામાં બીજા ક્રમે રહ્યાં હતા. સંદીપ દેસાઈએ ૧,૮૬,૪૧૮ મતોની લીડ મેળવીને ભાજપના કેન્દ્રીય નેતૃત્વનું પણ ધ્યાન ખેચ્યું હતું. સંદીપ દેસાઈ તા.૨૨/૦૫/૨૦૨૩ના રોજ બાવનમાં વર્ષમાં પ્રવેશ કરશે એ પૂર્વે તેમણે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને તેમના જીવનમાં રોલ મોડેલ કે પથદર્શક બનેલા લોકોની શુભેચ્છાઓ મેળવી હતી.

PHOTO-2023-05-21-20-41-20

ચોર્યાસી વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ સુરતની દ‌િક્ષણ ગુજરાતની સૌથી મોટી ખેડૂતોની સંસ્થા સુરત ખેતીવાડી માર્કેટ APMCના ચેરમેન તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત ડિસ્ટ્રક્ટ બેંકમાં વાઈસ ચેરમેન, સુમુલ ડેરીમાં ડિરેક્ટર તથા અન્ય અનેક સંસ્થાઓમાં હોદ્દાઓ ધરાવી રહ્યા છે.

તાજેતરમાં સુરતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ પણ એરપોર્ટ ઉપરમાં મિનિટોની મુલાકાત દરમિયાન સંદીપ દેસાઈ સાથે ગરજોશથી હસ્તધૂનન કરીને તેમનામાં કેટલીક અપેક્ષાઓ વ્યક્ત કરી હતી.

સુરતમાં સી.આર. પાટીલ, હર્ષ સંઘવી બાદ સંદીપ દેસાઈ એક મજબૂત નેતૃત્વ બનીને ઊભરી આવશે તેવી સંદીપ દેસાઈના જી‍ંદગીનાં બાવનમાં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ઊજળી આશા રાખી શકાય.

આ પણ વાંચો :-