ચરબી બહુ વધી ગઈ છે ? ચિંતાના કરશો આ પાણી સાવ પાણીમાં ઓગાળી દેશે બધી ચરબી !

Share this story

Too much fat

  • Health Tips : શરીરની ચરબી કરવી છે દૂર ? રોજ શરૂ કરો આ ખાટા જ્યુસનું સેવન, થશે આ ફાયદા. ખુબ જ ઝડપથી વજન પણ ઘટશે અને શરીરમાં આવશે સુપર એનર્જી.

તમને ઘણીવાર મીઠી વસ્તુઓથી પણ દૂર રહેવાનું કહેવામાં આવે છે. કારણ કે ખાંડ ચરબીમાં ફેરવાય છે અને પછી વજન ઝડપથી વધવા લાગે છે. આજે આપણે એક એવા ફળ વિશે વાત કરીશું જેનો સ્વાદ ખૂબ ખાટો અને મસાલેદાર હોય છે. પરંતુ તેની મદદથી પેટ અને કમરની ચરબીને (Fat) ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.મીઠી તેમજ જંકફુડ ખાઈને પેટમાં વધારો થયો છે. શરીરમાં વધી રહી છે ચરબી.

તો ચિંતા ન કરશો. નિયમિત કરો આમલીના રસનું સેવન અને થોડા જ દિવસોમાં શરીરના વજનમાં ઘટાડો અનુભવો. આમલીનો રસ પાચન માટે પણ ઉત્તમ છે, જો પાચનતંત્ર બરાબર હશે તો વજન ઓછું કરવામાં ખૂબ જ સરળતા રહેશે. આ સાથે આ જ્યુસની મદદથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડી શકાય છે, જે ફિટનેસ માટે ખૂબ જ જરૂરી છે.

લોકો આ પોતાના શરીરને ઘટાડવા માટે અનેક પ્રયાસો કરે છે જો કે તેમ છતાં તેમને ધાર્યું પરિણામ નથી મળતું. પરંતુ ફિકર નોટ. અમે તમને પેટની ચરબી ઘટાડવાનો એક અક્સિર ઈલાજ બતાવીશું. આવો જાણીએ આ વિશે વધુ માહિતી. જંકફુડ એ પેટનું સૌથી મોટુ દુશ્મન છે.

કારણ કે આમાં ફેટી એસિડસ, પામોલિન ઓઈલ, મસાલા, પ્રિઝરવેટિવ્સ સહિતની બિનઆરોગ્ય વસ્તુઓ સામેલ છે. ચટાકેદાર સ્વાદને કારણે લોકો જંકફુડને ખાતા હોય છે. પરિણામે લોકોના શરીર વધવા લાગે છે. ખાસ કરીને પેટ વધે છે. જંકફુડને કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખુબ ઝડપથી વધે છે.

આમલીનો રસ આ રીતે બનાવો :

આમલીનો રસ બનાવવા સૌ પ્રથમ આમલીને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો અને હવે તેના બીજ કાઢી લો. હવે ૦૨ ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં આમલી મિક્સ કરો અને થોડી વાર ગરમ કરો. હવે તેને સ્ટ્રેનરની મદદથી એક ગ્લાસમાં ગાળી લો અને ઠંડુ થાય ત્યાં સુધી રાહ જુઓ. હવે તમે તેને પી લો. જો તમે નિયમિતપણે આ પીણું પીશો તો ફિટનેસ સ્પષ્ટ દેખાશે.

આમલીનો રસ માત્ર સ્વાદિષ્ટ જ નથી. પરંતુ તે આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હળવા મૂત્રવર્ધક ગુણધર્મો જોવા મળે છે. જે શરીરના ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને પછી ખાવાનું ઓછું કરવાથી વજન ઓછું થવા લાગે છે.

આમલીનો રસ પીવાથી વજન ઘટશે :

ભારતના પ્રખ્યાત ડાયટિશિયન આયુષી યાદવે કહ્યું કે જો આમલીનો રસ નિયમિત રીતે પીવામાં આવે તો વજન ઝડપથી ઘટે છે કારણ કે આ ફળમાં વિટામિન્સ અને મિનરલ્સ ઉપરાંત ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેની અસર થોડા દિવસોમાં જોવા મળે છે.

આ પણ વાંચો :-