અપના હી ખૂન અપને લીયે ઝહેર બન ગયા ! ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયા બાદ બગડ્યો RCB નો કેપ્ટન

Share this story

Apna Hi Khun Apne Liye Zaher Bun Gaya 

  • IPL 2023 : પ્લેઓફમાંથી બહાર થયા બાદ RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનો પિત્તો ગયો કહ્યું અમારી ટીમનો આ ખેલાડી જ અમારા માટે બન્યો વિલન. હારનું ઠિકરું બીજાના શિરે ફોડ્યું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (Royal Challengers Bangalore) ટીમ રવિવારે રમાયેલી IPL મેચમાં ગુજરાત ટાઈટન્સના હાથે 6 વિકેટે હાર્યા બાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાંથી બહાર થઈ ગયા બાદ ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે (Captain Faf du Plessis) પોતાનો ગુસ્સો ગુમાવી દીધો હતો અને તે ગુસ્સે ભરાયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે જાહેરમાં એક ખેલાડીને પ્લેઓફમાંથી બહાર કરવા માટે દોષી ઠેરવ્યો છે.

હાલની આરસીબીની પરિસ્થિતિ પર સંજય દત્તની હથિયાર ફિલ્મનો એક ડાયલોગ ફિટ બેસે છેકે, સાલા અપના હી ખૂન અપને લીયે ઝહેર બન ગયા હૈ. કારણકે પોતાનો જ એક સમયનો સ્ટાર ખેલાડી આ સિઝનમાં ફ્લોપ થતાં હારનું ઠીકરું હવે એના શિરે ફોડવામાં આવ્યું છે.

ગુસ્સે RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ :

IPLની 16 સિઝન પસાર થઈ ગઈ છે. પરંતુ ફરી એક વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને નિરાશ થવું પડ્યું છે અને તેનું IPL ટ્રોફી જીતવાનું સપનું પૂરું થયું નથી. રવિવારે ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી IPL મેચમાં 6 વિકેટે હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઓફમાં પહોંચવાની આશા ઠગારી નીવડી છે.

મેચ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું, ‘અમારી ટીમના ટોપ-4 બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ અમારી સૌથી મોટી નબળાઈ મેચ પૂરી ન કરી શકવાની રહી છે.’

આ ખેલાડીને ટીમનો વિલન કહેવામાં આવ્યો હતો :

ફાફ ડુ પ્લેસિસે કહ્યું, ‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના ટોચના 4 બેટ્સમેનોએ ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ અમારા મિડલ ઓર્ડરે સમગ્ર સિઝનમાં રન બનાવ્યા નથી. ઈનિંગ્સના અંતે પણ અમે એટલા રન બનાવી શક્યા નથી જેટલા રન બનાવવા જોઈતા હતા.

વિરાટ કોહલીએ સમગ્ર સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી. એક પણ મેચ આવી નહોતી જ્યારે અમે ઓપનિંગમાં 40થી ઓછા રનની ભાગીદારી કરી હોય. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ મેચ બાદ દિનેશ કાર્તિક પર નિશાન સાધવામાં નિષ્ફળ રહ્યો ન હતો.

તે આ સિઝનમાં થયું નથી :

IPL 2023 સિઝનમાં દિનેશ કાર્તિકની ખરાબ બેટિંગ પર કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું, ‘ગયા વર્ષે દિનેશ કાર્તિક અમારા માટે સારું ફિનિશિંગ કરી રહ્યો હતો. પરંતુ આ સિઝનમાં એવું થયું નહીં. જો તમે સફળ IPL ટીમો પર નજર નાખો, તો તેમની પાસે નંબર 6 અથવા નંબર 7 પર કેટલાક મહાન પાવર હિટર છે.

જેટલો બોલ પ્રથમ દાવમાં ભીનો થતો હતો તેટલો બીજી ઈનિંગમાં વધુ હતો. જેના કારણે બોલરોને બોલ પકડવામાં મુશ્કેલી પડી રહી હતી. કોહલીએ અવિશ્વસનીય ઈનિંગ રમી પરંતુ શુભમન ગીલે મેચ અમારી પાસેથી છીનવી લીધી.

આ પણ વાંચો :-