મે મહિનામાં ગુજરાતમાં આવશે વરસાદ, અંબાલાલ પટેલની નવી આગાહી શું છે જાણો

Share this story

Rain will come in Gujarat 

  • Gujarat Weather Forecast : રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર. આવતીકાલથી ૨૮ મે સુધી કમોસમી વરસાદની કરાઈ આગાહી. આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની કરી આગાહી.

ચોમાસું (Monsoon) હવે નજીક જ છે તેવી આશા લોકોને બંધાઈ છે. પરંતુ તે પહેલા જ ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર થઈ રહ્યાં છે. ફરી એકવાર ગુજરાત પર માવઠું (Mawtha) ત્રાટકશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરી છે.

મે મહિનાના અંતિમ તારીખોમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી શકે છે. કમોસમી વરસાદથી ગુજરાતનુ વાતાવરણ પલટાશે. તેમજ લોકોની ત્રાહિમામ પોકારતી ગરમીથી પણ મુક્તિ મળશે.

મે મહિનાના અંતમાં થશે ઋતુ પરિવર્તન :

આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવ્યું કે મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ આવશે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે. પરંતુ ઉનાળામાં આ સ્થિતિ અલગ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે.

ક્યાં ક્યાં વરસાદ આવશે :

તારીખ 24 થી 30 મેના રોજ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદની આગાહી છે. તો સાથે જ ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાટ્રના દરિયાકિનારાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે. દેશના ઉત્તરીય ભાગોમાં આંધી વંટોળ સાથે કરા પાડવાની આગાહી છે. તેમણે કહ્યુ કે, પ્રિમોન્સૂન એક્ટિવિટીનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરનો ભેજ છે.

ગરમીથી મુક્તિ મળશે

કમોસમી વરસાદથી ગુજરાતના લોકોને કાળઝાળ ગરમીથી મુક્તિ મળશે. તાપમાનના પારામાં ઘટાડો થશે. જો કે માવઠાથી વાતાવરણમાં અસહ્ય બફારો વ્યાપી શકે છે. આ કમોસમી મોસમ ગુજરાતના ખેડૂતો પર મોટું સંકટ લાવશે. કમોસમી માવઠાથી ઉનાળુ પાકને અસર પડી શકે છે.

આ પણ વાંચો :-