Mataji of Gujarat settled
- અમેરિકાના રિચમંડ શહેરમાં ઉમિયા નવશક્તિધામ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ૧૦ હજાર જેટલા પાટીદારોએ ભાગ લીધો હતો.
અમેરિકાના (America) કેન્ટુકી રાજ્યના રિચમંડ શહેરમાં ઉમિયા નવશક્તિધામ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ઉમિયા નવશક્તિધામમાં (Ummiya Navashakti Dham) ઉત્તર ગુજરાતના અલગ અલગ ૯ ગામના માતાજીના મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાઈ છે.
૧૯ મેથી ૨૧ મે સુધીમાં અનેક વિધ કાર્યકર્મો યોજાયા :
અમેરિકામાં વસતા ૧૦ હજાર જેટલા પાટીદારોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. ૧૯ મેથી ૨૧ મે સુધીમાં અનેક વિધ કાર્યકર્મોનું આયોજન થયું હતું. જેમાં શોભાયાત્રા, દાંડિયા રાસ જેવા આયોજન પણ થયા હતા. આ કાર્યક્રમમાં સાયલાથી માધવદાસજી મહારાજે હાજરી આપી હતી. તેમના હાથે મંદિરને ખૂલ્લું મુકાયું હતું.
આ કાર્યક્રમમાં યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં દંપતીઓએ ભાગ લીધો હતો અને માઈ ભક્તોએ ઉમિયા માતાજીના દર્શનનો લાહવો લીધો હતો. કાર્યક્રમ સ્થળ પર જ યજ્ઞશાળા બનાવાઈ હતી.આ કાર્યક્રમમાં સાયલાથી માધવદાસજી મહારાજે હાજરી આપી હતી. તેમના હાથે મંદિરને ખૂલ્લું મુકાયું હતું.
આ પણ વાંચો :-
- પેટ ભરીને ખાવા નહોતું મળતું, ઝુંપડપટ્ટીમાં રહેતી દીકરી બની ગઈ બ્યુટી બ્રાન્ડનો ફેસ
- ચરબી બહુ વધી ગઈ છે ? ચિંતાના કરશો આ પાણી સાવ પાણીમાં ઓગાળી દેશે બધી ચરબી !