ડાયરામાં રિવાબા પર રૂપિયાનો વરસાદ, ૨૦૦૦ રૂપિયાની નોટ ઉડતા કીર્તિદાને ભક્તોને કરી ટકોર

Share this story
Rain of rupees on Rivaba
  • Money Shower In Dayro : જામનગરમા યોજાયેલ લોક ડાયરામાં 2000ની ચલણી નોટો અને ડોલર પાઉન્ડનો થયો વરસાદ. કિર્તીદાનને કરી ટકોર બેંકમાં જમા કરો.

જામનગરમાં (Jamnagar) વીર મહારાણા પ્રતાપની (Veer Maharana Pratap) જન્મ જયંતી નિમિત્તે પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા (Hakubha Jadeja) દ્વારા જામનગરમાં પદમ હોટલ ખાતે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં લોક ગાયક કિર્તીદાન ગઢવી પર ડોલર, પાઉન્ડ અને ભારતીય ચલણી નોટોનો વરસાદ થયો હતો.

ડોલર અને ૨૦૦૦ની ચલણી નોટોનો વરસાદ ધારાસભ્ય કાંધલ જાડેજા અને બિલ્ડર મેરામણ પરમાર કરવામાં આવ્યો હતો. તો કાર્યક્રમમાં હાજર રહેલા જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પર પણ રૂપિયાનો વરસાદ થયો હતો. જોકે, ડાયરામાં ૨૦૦૦0 રૂપિયાની નોટો આવતા કિર્તીદાન ગઢવીએ લોકોને ટકોર કરી હતી કે નોટોને બેંકમાં જમા કરાવો.

જામનગર અને દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા ૪૮૪મી મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદમ હોટલ ખાતે યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ઉમટીયા હતા અને મહેમાનો પણ દૂર દૂરથી ડાયરામાં આવ્યા હતા.

ડાયરામાં લોકગાયકા કિંજલ દવે અને હાસ્ય કલાકાર માયાભાઈ આહીર પણ રમઝટ બોલાવી હતી. તો સાથે જ કીર્તિદાન ગઢવીના સૂરો પર ઢગલાબંધ રૂપિયાનો વરસાદ થયો હતો. તો લોકોએ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, પૂર્વ રાજ્ય મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રીવાબા જાડેજા પર રૂપિયાનો વરસાદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થવો કોઈ નવી વાત નથી. ડાયરામાં આરબીઆઈ દ્વારા ચલણમાં બંધ કરાયેલી ૨૦૦૦ રૂપિયાની નોટ પણ ઉછાળવામાં આવી હતી. તેથી કીર્તિદાને કાર્યક્રમની વચ્ચે લોકોને ટકોર કરી હતી.

ડાયરામાં ઉછળી બંધ થયેલી ૨૦૦૦ રૂપિયાની નોટ  :

લોક ગાયક કિર્તીદાન ગઢવીએ ચાલુ ડાયરામાં કહ્યું હતું કે આ ચલણી ૨૦૦૦ની જે નોટ છે તે નોટો બેંકમાં જમા કરો ડાયરામાં ઉડાડો નહીં. કારણ કે ૨૦૦૦ની નોટ ચલણમાં બંધ થઈ છે.

આ પણ વાંચો :-