Home Blog Page 1055

૦૩ જુલાઈ / આવકમાં વૃદ્ધિ, યાત્રાથી સાવધાન : કઈ રાશિના જાતકોને આજે ઘી-કેળાં, તો કોને થશે નુકસાન, જાણો શું કહે છે આજનું રાશિ ભવિષ્ય

મેષઃ મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભઃ મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઈ બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાકવા. નોકરી-ધંધા બાબતે મિશ્ર ફળ મળતું જણાય.

‌મિથુનઃ નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છૂટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય.

કર્કઃ દિવસ દરમિયાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

‌સિંહઃ નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃદ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ, નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી-ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌‌‌શ્ચિકઃ આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ જણાય.

ઘનઃ માનસિક શાંતિ વધતી જણાય. ગઈકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મકરઃ આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટીની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય.

કુંભઃ ‌મનોબળ મજબૂત બનતું જમાય. પોતાનું જ ધાર્યું કરવાની ઈચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ નોકરીમાં ટાર્ગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ, પ્રતિષ્ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

 ચાલુ સરકારી બસમાં યુવતી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો કંડક્ટર, વાયરલ થયો વીડિયો

0
  • ઉત્તરપ્રદેશના હાથરસ ડેપ્ટની રોડ બસમાં કંડક્ટરનો યુવતી સાથે ખરાબ કામ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લગભગ ૧૦ દિવસ જૂનો છે. વીડિયો વાયરલ થયા બાદ વિભાગે બસ ડ્રાઈવર અને કંટક્ટરને નોકરીમાંથી કાઢી મુક્યા છે.

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ચાલતી રોડવેઝ બસમાં કંડક્ટર દ્વારા એક યુવતી સાથે રંગરેલિયા મનાવવાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેની આકરી પ્રતિક્રિયા આપી હતી. આ વીડિયો બસમાં બેઠેલા એક મુસાફરે બનાવ્યો છે. આ વાયરલ થયા બાદ વિભાગે કાર્યવાહી કરી અને ડ્રાઈવર અને ઓપરેટરની સેવાઓ સમાપ્ત કરી દીધી છે.

હાથરસ ડેપોની રોડવેઝ બસ અલીગઢથી લખનૌ જઈ રહી હતી. કંડક્ટર બસમાં યુવતી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો. કંડક્ટર ચાલતી બસમાં ખોટું કામ કરતો હતો. એક મુસાફરે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો બનાવતી વખતે ઓપરેટરનો મુસાફર સાથે ઝઘડો થયો હતો. તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના ૧૦ દિવસ જૂની હોવાનું કહેવાય છે. વીડિયો વાયરલ થયા બાદ ARMએ બસના ડ્રાઈવર અને કંડક્ટરની સેવાઓ સમાપ્ત કરી દીદી છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હાથરસથી લખનૌ જઈ રહેલી બસમાં કંડક્ટર ડ્રાઈવરની પાછળની સીટ પર એક યુવતી સાથે વાંધાજનક સ્થિતિમાં બેઠો છે. બંનેએ ધાબળો ઓઢી રાખ્યો છે. આ દરમિયાન ૨-૩ મુસાફરો તેમની પાસે પહોંચી ગયા અને વીડિયો બનાવવા લાગ્યા. આ જોઈને ઓપરેટર પોતાનો ગુસ્સે થયો હતો. તે  મોબાઈલ છીનવવાનો પ્રયાસ કરે છે.

એક મુસાફરનું કહેવું છે કે તે છેલ્લા ૨ કલાકથી ચાલી રહી છે. આલમબાગ પહોંચ્યા બાદ ફરિયાદ કરીને કાર્યવાહી કરવામાં આવશે. ૧ મિનિટ ૨૬ સેકન્ડના વીડિયોમાં કંડક્ટર અને યાત્રીઓ વચ્ચે ઝઘડો જોવા મળી રહ્યો છે.

ડ્રાઈવર બસ ચલાવતો રહ્યો અને એક મુસાફર કહી રહ્યો છે કે અડધો કલાકમાં આલમબાગ બસ સ્ટેન્ડ આવવાનું છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના લખનૌની આસપાસ બની હતી. હાથરસ ડેપોના એઆરએમ શશી રાનીનું કહેવું છે કે વીડિયો લગભગ 10 દિવસ જૂનો છે. મુસાફરની ફરિયાદને ધ્યાને લઈને ડ્રાઈવર અને કંડક્ટરનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

૦૨ જુલાઈ / કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરાવશે, આ રાશિના જાતકો રવિવાર સાચવી લે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમિયાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદવિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ, ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદ શક્ય બને. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય. સારા સમાચાર મળે.

કન્યાઃ
પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ
દિલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ
દિવસ દરમિયાન મુંઝવણનો અનુભવ થાય વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારું રહે.

કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમિયાન આનંદ વધે. નાના ભાઈ બહેન સાથે વાદવિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરનાં દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

માલદીવમાં પતિ સાથે હનીમૂન મનાવી રહી છે બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી, શેર કરી રોમેન્ટિક તસવીરો

  • સોનાલી સહગલ હનીમૂન સોનાલી સહગલે લગ્ન કર્યા પછી સેટલ થઈ ગઈ છે. તેણે ૦૭મી જૂને લાંબા સમયથી બોયફ્રેન્ડ બિઝનેસમેન આશિષ સજનાની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ ૨૦ દિવસ બાદ અભિનેત્રી માલદીવમાં પતિ સાથે હનીમૂન માણતી જોવા મળી હતી.

બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલે તાજેતરમાં તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ બિઝનેસમેન આશિષ સજનાની સાથે લગ્ન કર્યા છે. લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. લગ્નના લગભગ 20 દિવસ બાદ અભિનેત્રી માલદીવમાં પતિ સાથે હનીમૂન માણી રહી છે.

સોનાલી માલદીવમાં મનાવી રહી છે હનીમૂન  :

સોનાલી સહગલે તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં લવબર્ડ્સ ક્રુઝ પર આરામ કરતા જોવા મળે છે. આ દરમિયાન સોનાલી પિંક અને વ્હાઈટ કલરના સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. આ દેખાવને વધુ સુંદર બનાવવા માટે તેણે હેર બન બનાવ્યો છે. તો ત્યાં તેનો પતિ આશિષ જાંબલી અને સફેદ કલરના શર્ટમાં જોવા મળી રહ્યો છે.

અભિનેત્રીએ ફ્લોન્ટ કર્યું કે મંગળસૂત્ર :

અભિનેત્રી આ લુક સાથે તેના મંગળસૂત્ર અને વીંટી પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ચાહકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે અને તેમની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે.

પ્યાર કા પંચનામા' ફેમ Sonnalli Seygall લગ્નના બંધનમાં બંઘાઈ, બિઝનેસમેન સાથે  લીધા સાત ફેરા/ sonnalli seygall got married with boyfriend ashesh sajnani  photos goes viral

૫ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા :

તમને જણાવી દઈએ કે સોનાલી અને આશિષ છેલ્લા પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે સોનાલીએ આ સંબંધને ગુપ્ત રાખ્યો હતો. કારણ કે સોનાલી તેની અંગત જીવન વિશે કોઈને કહેવા માંગતી ન હતી.

અભિનેત્રી આ ફિલ્મોમાં જોવા મળી છે :

સોનાલી સહગલ ‘પ્યાર કા પંચનામા ૨’ થી ચર્ચામાં આવી હતી. સોનાલી લગભગ ૧૨ વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. જો કે હજુ સુધી તેને કોઈ સફળતા મળી નથી. વર્ષ ૨૦૧૧માં તેણે પ્યાર કા પંચનામાથી ડેબ્યૂ કર્યું હતું.

આ પછી તે વેડિંગ પુલાવ, પ્યાર કા પંચનામા ૨, જય મમ્મી દી જેવી ફિલ્મોમાં જોવા મળી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાલી ટૂંક સમયમાં નૂરાની ચેહરામાં જોવા મળશે. તેમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને નુપુર સેનન મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો :-

 

આ રસ્તા પરથી નીકળતા પહેલા રહો સાવધાન, ભારે વરસાદના કારણે રાજ્યમાં આટલા હાઈવે છે બંધ

0
  • રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ત્યારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદને લઈને રાજ્યમાં ૨૧૮ રસ્તા બંધ થયા છે. આ સાથે જ રાજ્યમાં ૯ સ્ટેટ હાઈવે પણ બંધ છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ તંત્ર એક્શનમોડ પર આવ્યું છે. આ દરમિયાન રાજ્યમા ભારે વરસાદના પગલે ૨૧૮ રસ્તા બંધ થયા છે. જ્યારે ૯ સ્ટેટ હાઈવે વરસાદના કારણે બંધ થયા છે. આ સાથે પંચાયત હસ્તકના 198 રોડ બંધ થયા છે. જ્યારે ૧૧ અન્ય માર્ગો બંધ થયા છે. સૌથી વધુ રસ્તા નવસારીમાં ૬૭ માર્ગો બંધ થયા છે. વલસાડમાં ૫૪ રસ્તા બંધ થયા. તાપી જીલ્લામાં ૨૨ રસ્તા બંધ થયા. સુરત જીલ્લામાં ૨૫ રસ્તા બંધ થયા છે. જ્યારે ડાંગ જિલ્લામાં ૧૪ માર્ગો બંધ થયા છે. જુનાગઢ જીલ્લામાં ૧૩ રસ્તા બંધ થયા છે.

રાજ્યમાં ભારે વરસાદને લઈ વાહન વ્યવહાર પર ભારે અસર પડી છે.  આ દરમિયાન રાજ્યમાં વરસાદના કારણે એસટી બસના રુટને પણ અસર થઈ છે. રાજ્યમા કુલ ૩૨ રૂટ રદ કરવામાં આવ્યા છે. એસટી બસના ૩૨ રૂટની ૧૦૪ ટ્રીપ વરસાદના કારણે બંધ થયા છે.

જેમાં સૌથી વધુ જામનગરમા ૨૭ રૂટ પર ૬૪ ટ્રીપ રદ કરવામાં આવી છે. જુનાગઢમાં ૩૧ ટ્રીપ રદ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં ૩ રૂટ પર પાંચ ટ્રીપ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરેંદ્રનગર ૨ રુટ પર ૪ ટ્રીપ રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

આ શહેરોમાં કોઈ સગા હોય તો ટમેટાનું પાર્સલ મંગાવી લો, અહીં આજે પણ ટમેટાનો ભાવ છે માત્ર ૨૫ રૂપિયા

0
  • ટમેટાના વધેલા ભાવથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ગૃહિણીઓનું તો બજેટ જ ખોરવાઈ ગયું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટમેટા ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવે વેંચાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતભરમાં જે ટમેટાનો ભાવ ભડકે બળે છે તે ટમેટા કેટલાક શહેરોમાં આજે પણ ૨૫ થી ૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે ?

૧૦ દિવસ પહેલા જે ટમેટા બજારમાં ૩૦ થી ૪૦ રૂપિયા કિલોના ભાવે મળતા હતા તે ટમેટાએ હવે દેશના મોટાભાગના શહેરોમાં સદી ફટકારી છે અને ૧૦૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે. ટમેટાના વધેલા ભાવથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ગૃહિણીઓનું તો બજેટ જ ખોરવાઈ ગયું છે.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટમેટા ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવે વેંચાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતભરમાં જે ટમેટાનો ભાવ ભડકે બળે છે તે ટમેટા કેટલાક શહેરોમાં આજે પણ ૨૫ થી ૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે ?

યુપીના ઘણા શહેરોમાં ટમેટા ૧૦૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાઈ રહ્યા છે. જ્યારે દેહરાદૂનમાં ૮૦, કોલકાતામાં ૯૦ અને બેંગલુરુમાં લગભગ ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટા મળે છે. હૈદરાબાદમાં તો ટમેટાના ભાવ આ શહેરોની સરખામણીમાં સાવ ઓછા છે. મીડિયા અહેવાલ અનુસાર હૈદરાબાદમાં ટમેટા ૨૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે પૂણેમાં ટમેટાના ભાવ ૪૦ રૂપિયા જેટલા છે.

ટમેટાના વધેલા ભાવથી લોકો તોબા પોકારી ગયા છે તેવામાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે આગામી ૧૫ દિવસમાં ટમેટાના ભાવ સ્થિર થવાની સંભાવના છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે ઉપરથી ટમેટાનો નવો પાક આવવા લાગશે એટલે ભાવમાં ઘટાડો થઈ જશે.

આ પણ વાંચો :-

જુનાગઢમાં જળપ્રલય, ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી, જુઓ તસવીરો

0
  • સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ થતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢમાં સાંબેલાધાર વરસાદથી સ્થિતિ વણસી છે.

ઘેડ વિસ્તારમાં આવેલા મતીયાણા ગામમાં ચારે કોર પાણી જ પાણી છે. ઘેડ પંથકના ગામડાઓ અને સીમમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે.

 જુનાગઢમાં જળપ્રલય, ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી, જુઓ તસવીરો

ગામની અંદર પણ અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલું જોવા મળ્યું છે. ઘેડ વિસ્તારના અનેક ગામડાઓની આ પરિસ્થિતિ છે.

જુનાગઢમાં જળપ્રલય, ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી, જુઓ તસવીરો

જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓજત નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું સીધું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. ઘેડ પંથકના અનેક ગામડાઓમાં ભારે વરસાદને લઈને જમીનોનું પણ ધોવાણ થયું છે.

જુનાગઢમાં જળપ્રલય, ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી, જુઓ તસવીરો

આ પંથકમાં વરસાદથી ગામડાઓને જોડતા માર્ગો જાણે નદી બનીને વહેવા લાગ્યા હતા. વંથલી,મેંદરડા પંથકમાં આઠ-આઠ ઈંચ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા.

જુનાગઢમાં જળપ્રલય, ઓજત નદી બે કાંઠે વહેતી થતાં અનેક ગામડાઓમાં ભરાયા ત્રણ ફૂટ પાણી, જુઓ તસવીરો

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથ જિલ્લામાં મેઘરાજાના રૌદ્રરૂપના દર્શન થયા હતા અને ચોતરફ ખેતરો અને ગામોમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચો :-

નવસારીના ખેરગામમાંથી પસાર થતી ઓરંગા નદી ભરપૂર, ડ્રોનમાં કેદ થયો અદભૂત નજારો

0
  • દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે.

પહેલાં જ વરસાદમાં કુદરતનું અપ્રતિમ સૌંદર્ય ડ્રોન કેમેરામાં કેદ થયું હતું. નવસારીના ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઓરંગા નદીનો આકાશી નજારો ડ્રોન કેમેરામાં કુદરતનું સૌંદર્ય દર્શાવે છે.

અનોખો નજારો :

ખેરગામ તાલુકામાંથી પસાર થતી લોકમાતા ઓરંગા નદી ખેડૂતો માટે આશિર્વાદરૂપ છે. જળસિંચાઈ અને પિવાના પાણીનો મુખ્ય સ્ત્રોત સમી આ નદી હાલ ભારે વરસાદના કારણે બે કાંઠે વહી રહી છે. પહેલાં વરસાદમાં જ બે કાંઠે નદી વહેતી થતાં અનોખો નજારો જોવા મળ્યો હતો. તેમાં પણ ડ્રોન કેમેરામાં આ નદી કંઈક અલગ જ દેખાઈ રહી છે.

પુલ પાણીમાં ગરક :

ઓરંગા નદીના જળપ્લાવિત વિસ્તારમાં આવતો ગરગડીયા પુલ પાણીમાં ગરક થઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે નદી કાંઠે આવેલા મંદિર અને વૃક્ષોની હરિયાળી નદીની રમણિયતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.

આ પણ વાંચો :-

 ૨ કલાક ચાર્જમાં ૧૮૭ KM ચાલશે આ ઈલેક્ટ્રિક બાઈક, જાણો ફીચર્સ અને કિંમત

0
  • તાજેતરમાં બેંગ્લોર સ્થિત ઈલેક્ટ્રિક ટુ વ્હીલર કંપની Oben એ એક એવી બાઈક લોન્ચ કરી છે જે ખૂબ જ ઓછા સમયમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને બેસ્ટ રેન્જ ઓફર કરે છે.

બજારમાં ઈલેક્ટ્રિક સ્કૂટર માટે ઘણા બધા વિકલ્પો છે ત્યારે હવે બજારમાં ટક્કર આપવા ઈલેક્ટ્રિક બાઈક્સ પણ આવી ચુકી છે. તાજેતરમાં ઓબેન બેંગલુરુ સ્થિત ઈલેક્ટ્રિક ટુ વ્હીલર કંપનીએ એક એવી બાઈક લોન્ચ કરી છે જે ખૂબ જ ઓછા સમયમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને બેસ્ટ રેન્જ ઓફર કરે છે.

આ બાઈકની ડિલિવરી જુલાઈ ૨૦૨૩થી શરૂ થવા જઈ રહી છે. આ બાઈક Oben Rorr છે. આ બાઈકની એક્સ-શોરૂમ કિંમત ૧.૪૯ લાખ રૂપિયા છે. તમે તેને ૩૦૦૦૦ રૂપિયાનું ડાઉનપેમેન્ટ ચૂકવીને પણ ખરીદી શકો છો. ત્યારબાદ તમારે લગભગ ૫૫૦૦ રૂપિયાની EMI ચૂકવવી પડશે.

બેટરી અને રેન્જ :

Oben Rorr ઈલેક્ટ્રિક બાઇક કંપની દ્વારા બનાવવામાં આવી છે જે એકવાર ફુલ ચાર્જ થવા પર ૧૮૭ કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. તેની બેટરીને ૮૦% સુધી ચાર્જ થવામાં માત્ર ૨ કલાકનો સમય લાગે છે અને આ બાઈક એક મિનિટના ચાર્જમાં ૧ કિલોમીટર સુધી ચાલી શકે છે. તેમાં લિથિયમ ફોસ્ફેટ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ip67 વોટર અને ડસ્ટ પ્રોટેક્શન સાથે આવે છે. આ બાઈકમાં ૧૨.૩bhpનો પાવર જનરેટ કરતી પાવરફુલ ઈલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે. આ બાઈકની ટોપ સ્પીડ ૧૦૦kmph છે અને તે માત્ર ૩ સેકન્ડમાં ૦ થી ૪૦ kmphની ઝડપ પકડી શકે છે.

ફીચર્સ  :

આ ઈલેક્ટ્રિક બાઈકમાં અનેક સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ છે. તમે તમારા સ્માર્ટફોન સાથે બાઈકને કનેક્ટ કરી શકો છો અને જીઓ ફેસિંગ અને ડ્રાઈવર એલર્ટ સિસ્ટમ જેવી સિસ્ટમ્સ પણ ઉપલબ્ધ છે. ઉપરાંત જો કોઈ ચોર તમારી બાઈક ચોરી કરવાનો પ્રયાસ કરે છે તો બાઈકની સિસ્ટમ તમને ઈમરજન્સી એલર્ટ આપશે. વધુમાં તમે કોઈપણ સમયે તમારી બાઈકની એક્સેસને બંધ કરી શકો છો તેને સંપૂર્ણપણે લોક કરી શકો છો. આ બાઈકમાં બંને વ્હીલ પર ડિસ્ક બ્રેક આપવામાં આવી છે જે સેફ્ટી માટે ખૂબ જ ઉપયોગી છે.

આ પણ વાંચો :-

કુદરતના પ્રકોપ સામે માનવી પણ લાચાર ! અમદાવાદમાં વરસ્યો આફતનો વરસાદ, આ ૪ અંડરપાસ બંધ

0
  • અમદાવાદમાં ગઈ કાલે સાંજે ધોધમાર વરસાદે અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ એકસાથે ધડબડાટી બોલાવી હતી અને સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું હતું. વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી હાઈવે, સિંધુ ભવન, માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે ૦૪ અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં અખબારનગર, મીઠાખળી, પરિમલ અને મકરબા અંડરપાસ બંધ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારે વરસાદને કારણે એસજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો છે. એસજી હાઈ-વેના બંને તરફના સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે સેંકડો વાહનો ખોટકાયાં છે.

કુદરતના પ્રકોપ સામે માનવી લાચાર બન્યો છે. અમદાવાદના જોધપુર વિસ્તારમાં ૨ કલાકમાં પોણા ૬ ઈંચ વરસાદ વરસ્યો છે. ૭ થી 8 દરમ્યાન વરસાદની તીવ્રતા વધી ગઈ છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ૭-૮ વચ્ચે દોઢથી બે ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અમદાવાદના પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

એસજી હાઈવે સહિતનાં અમદાવાદ શહેરનાં વિસ્તારોમાં ટ્રાફિકની લાંબી લઈનો લાગી હતી. ટ્રાફિક વ્યવસ્થા ખોરવતા સાંજનાં સમયે નોકરી ધંધા પરથી ઘરે પરત ફરી રહેલા નગરજનો અટવાયા હતા. લગભગ બે કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદનાં જોધપુર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચો :-