HomeGujaratગુજરાત પોલીસ પર પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગ! અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયાઓ સાથે...

ગુજરાત પોલીસ પર પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગ! અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયાઓ સાથે ખતરનાક અથડામણ

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી માટે કુખ્યાત અને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંક મચાવનાર ‘બિશ્નોઈ ગેંગ’ના સાગરિતોએ ગુજરાત પોલીસ પર સીધું ફાયરિંગ કરવાની હિંમત કરી હતી. જોકે, અરવલ્લી પોલીસે પણ જીવના જોખમે વળતો પ્રહાર કરી નશાના કાળા કારોબારનો મોટો પર્દાફાશ કર્યો છે. કઈ રીતે પડ્યો બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયાઓ અને ગુજરાત પોલીસનો આમનો-સામનો?

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બીજી ઓક્ટોબરની વહેલી પરોઢે આશરે 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અરવલ્લી જિલ્લા પોલીસ વડા (SP) મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના પીઆઈ એમ.એચ. ઝાલા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ માદક પદાર્થ (પોશડોડા) ભરેલી એક કાર પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે માલપુર નજીકના મોરડુંગરી પાસે સઘન વોચ ગોઠવી હતી. જ્યારે એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર ત્યાંથી પસાર થઈ, ત્યારે પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોતાં જ આરોપીઓએ કારને યુ-ટર્ન મરાવી રોંગ સાઈડમાં ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પોલીસ અને આરોપીઓની ગાડીઓ સામસામે અથડાઈ હતી.

પોતાને ચારેતરફથી ઘેરાયેલા જોઈને સ્કોર્પિયોમાં સવાર બે આરોપીઓએ પોલીસ ટીમ પર અત્યંત નજીકથી 2 રાઉન્ડ પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગ કર્યું હતું. આરોપીઓના આ અચાનક અને જીવલેણ હુમલાનો LCB ટીમે પણ પૂરી તાકાતથી અને સાહસિક રીતે 4 રાઉન્ડ ગોળીબાર કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ સામસામા ફાયરિંગમાં એક આરોપીના પગમાં ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થઈ ઢળી પડ્યો હતો, જેને પોલીસે તુરંત દબોચી લીધો હતો. જ્યારે તેનો બીજો સાથીદાર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. આ ખતરનાક ઓપરેશન દરમિયાન LCB ના ત્રણ જાંબાઝ અધિકારીઓ- પીઆઈ એમ.એચ. ઝાલા, પીએસઆઈ પી.પી. સોલંકી અને એએસઆઈ કલ્પેશસિંહને ઈજાઓ પહોંચી છે.

પોલીસે આરોપીઓની કારની સઘન તલાશી લેતા તેમાંથી 500 કિલોથી વધુ વજનનો પોશડોડાનો જંગી જથ્થો, બે દેશી બનાવટની માઉઝર પિસ્તોલ અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો.

આ આખીય ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરીના આ નેટવર્ક પાછળ કુખ્યાત બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. કેનેડામાં ગોળીબાર, હત્યાઓ અને ખંડણીનું નેટવર્ક ચલાવતી લોરેન્સ અને ગોલ્ડી બરાડ સિન્ડિકેટ હવે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પોશડોડાના ઘાતક કારોબારમાં પણ સક્રિય બની છે.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 10 જ દિવસમાં ફાયરિંગ અને પોલીસ ઓપરેશનની આ સતત બીજી મોટી ઘટના છે. આ અગાઉ 22 સપ્ટેમ્બરે પણ સ્કોર્પિયો કાર પર ફાયરિંગનો બનાવ બન્યો હતો. ડ્રગ્સ માફિયાઓના વધતા દુસ્સાહસ સામે હવે અરવલ્લી પોલીસ વધુ આક્રમક મૂડમાં છે. પકડાયેલા આરોપીના તાર ક્યાં જોડાયેલા છે અને હથિયારો કોણે પૂરા પાડ્યા, તે દિશામાં પોલીસે ઘનિષ્ઠ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Subscribe

Latest stories