HomeInternational‘ડૉક્ટર છે કોઈ?’... લોહીલુહાણ પાયલોટને જોઈ ફ્લાઈદુબઈમાં દોડધામ વચ્ચે કેવી રીતે બચાવાયો...

‘ડૉક્ટર છે કોઈ?’… લોહીલુહાણ પાયલોટને જોઈ ફ્લાઈદુબઈમાં દોડધામ વચ્ચે કેવી રીતે બચાવાયો પાયલોટનો જીવ?

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

ફ્લાઈદુબઈની Flight FZ1073માં 30 સપ્ટેમ્બર, 2026ના રોજ બનેલી આ ભયાનક ઘટનાનો નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં વિમાનની અંદરનો ગભરાટ અને મુસાફરોની દોડધામ સ્પષ્ટ જોવા મળે છે.

દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાઈટમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર અને ઓમાની કો-પાયલોટ વચ્ચે કોકપિટમાં હિંસક અથડામણ થઈ હતી. અહેવાલો અનુસાર કો-પાયલોટે કેપ્ટન પર છરીથી હુમલો કર્યો હતો અને વિમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાની તપાસ ચાલી રહી છે. વિમાન અચાનક હજારો ફૂટ નીચે ગયું હતું અને બાદમાં સાઉદી અરેબિયાના તબુકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.

વાયરલ વીડિયોમાં મુસાફરો ‘ડૉક્ટર છે?’ અને ‘શું કોઈ વધારાનો પાયલટ છે?’ જેવી બૂમો પાડતા સંભળાય છે. ફ્લાઈટમાં એકમાત્ર ઇઝરાયેલી ડેન્ટિસ્ટ ડૉ. શોટા મુસાયેવ કોકપિટ તરફ દોડી ગયા હતા. તેમણે ગંભીર રીતે ઘાયલ કેપ્ટનનું લોહી રોકવા અને બ્લડ પ્રેશર સ્થિર કરવામાં તાત્કાલિક મદદ કરી હતી.

દરમિયાન અન્ય મુસાફરોએ હુમલાખોરને કાબૂમાં લીધો અને વધારાના પાયલોટએ વિમાનનું નિયંત્રણ સંભાળવામાં મદદ કરી. સમગ્ર ઘટનાની પાછળનું કારણ અને સંભવિત ષડયંત્ર અંગે UAE સહિતની એજન્સીઓ તપાસ કરી રહી છે.

Subscribe

Latest stories