Home Blog Page 1048

કોંગ્રેસે એવું તે શું કર્યું કે PhonePe એ આપી ચેતવણી, કહ્યું- નામ અને લોગોવાળા પોસ્ટર હટાવો, નહીં તો..

0
  • મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના પોસ્ટર યુદ્ધ વચ્ચે, PhonePeએ તેના લોગો અને બ્રાન્ડના દુરુપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે આખા ભોપાલમાં સીએમ શિવરાજના પોસ્ટર લગાવી દીધા છે.

કોંગ્રેસે કર્ણાટકમાં બોમાઈ સરકાર (Bomai Govt) સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવવા માટે QR કોડનો ઉપયોગ કર્યો. હવે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) વિરુદ્ધ આ જ રણનીતિ અપનાવી છે. દરમિયાન ડિજિટલ પેમેન્ટ કંપની PhonePeએ તેના લોગોના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે.

મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર ચાલી રહી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથના QR કોડવાળા પોસ્ટર જોયા બાદ કોંગ્રેસે સમગ્ર ભોપાલમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણના પોસ્ટર લગાવ્યા હતા. કોંગ્રેસે સીએમ શિવરાજ પર કામના બદલામાં પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે.

પોસ્ટરમાં શું છે ?

પોસ્ટરો પર સીએમ શિવરાજ સિંહના ચહેરા સાથેનો QR કોડ છપાયેલો છે. પોસ્ટરમાં લખ્યું છે કે ૫૦ ટકા લાવો, ફોન પે પર કામ પૂર્ણ કરો. PhonePeએ સોમવારે (૨૬ જૂન) ટવિટર પર આનો વિરોધ કર્યો હતો.

ફોનપે શું કહ્યું ?

PhonePe એ કહ્યું કે તેનો લોગો પોસ્ટરમાંથી હટાવવો જોઈએ અને કોઈપણ રાજકીય અથવા બિન-રાજકીય થર્ડ પાર્ટી દ્વારા તેના ગેરકાયદેસર ઉપયોગ સામે વાંધો ઉઠાવવો જોઈએ. કંપનીએ કહ્યું કે લોગોનો કોઈપણ રીતે ગેરકાયદે ઉપયોગ કાયદેસરની કાર્યવાહીને આમંત્રણ આપશે. આ સાથે PhonePeએ કોંગ્રેસ પાસે ફોનપેના લોગો અને બ્રાન્ડવાળા પોસ્ટરો હટાવવાની માંગ કરી છે.

ફોન પેએ એક ટવિટમાં કહ્યું કે અમે કોઈ રાજકીય પક્ષ કે રાજકીય અભિયાન સાથે જોડાયેલા નથી. PhonePe લોગો એ અમારી કંપનીનો નોંધાયેલ ટ્રેડમાર્ક છે. બૌદ્ધિક સંપદાનો કોઈપણ અનધિકૃત ઉપયોગ PhonePe તરફથી કાનૂની કાર્યવાહીને આમંત્રણ આપશે.

અમે નમ્રતાપૂર્વક કોંગ્રેસને પોસ્ટર હટાવવા વિનંતી કરીએ છીએ. કર્ણાટકમાં પણ કોંગ્રેસે સીએમ બોમાઈના આવા જ પોસ્ટર લગાવ્યા હતા. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે જંગી બહુમતી સાથે જીત મેળવી હતી.

આ પણ વાંચો :-

 

બકરી ઈદ પર કુરબાની માટે લાવવામાં આવી ભેંસ, ભીડ જોઈને થઇ બેકાબૂ

0
  • બકરી ઈદમાં કુરબાની માટે લાવવામાં આવેલી એક ભેંસે ભારે હોબાળો મચાવ્યો હતો. ભેંસને ટ્રકમાં લાવવામાં આવી હતી.

ટ્રક ખોલતાની સાથે જ તે કૂદી નીચે આવી અને દોડવા લાગી હતી. અને ત્યાં હાજર લોકોને કચડી નાખ્યા હતા.આ ઘટનાથી ભરચક બજારમાં નાસભાગ મચી ગઈ હતી. ભેંસને કાબૂમાં લેવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેમાં ઘણા લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ વિસ્તારમાં બકરી ઈદ પર કુરબાની માટે એક ટ્રકમાં ભેંસ લાવવામાં આવી હતી. લોકોએ ટ્રકનો દરવાજો ખોલતાની સાથે જ ભેંસ કૂદી પડી હતી. આ જોઈને સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. ભેંસ ટ્રકની પાછળ ઉભેલા ટોળા તરફ દોડી હતી.

આ દરમિયાન ભેંસ એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. ત્યાં પણ તોડફોડ કરી હતી. લોકોએ તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભેંસ બધાને કચડીને જતી રહી. આ દરમિયાન અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કહેવાય છે કે લાંબા સમય પછી જ્યારે ભેંસ થાકી ગઈ તો તેને બાંધી દેવામાં આવી.

આ પણ વાંચો :-

પહેલાં વરસાદે પાણી.. પાણી.. / સુરતના સણીયા હેમાદમાં ખાડી ઓવરફ્લો થતાં લોકોનાં ઘરમાં પાણી ઘુસ્યાં

0
  • સુરતમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે સવર્ત્ર પાણી પાણી દેખાઈ રહ્યા છે.

ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે ઓવરફ્લો થઈ રહી છે. સણીયા હેમાદ (Sania Hamad) અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. સાથે જ તંત્રને દોષ દઈ રહ્યાં છે. ઘણા પરિવારોએ પોતાના ઘરના ઘર હોવા છતાં પાણી ઘુસી જતાં બહાર રાતવાસો કરવાની ફરજ પડી છે. તો ઘરવખરી પણ પાણીમાં પલળી ગયા છે.

ખાડી પૂરથી પરેશાની :

સુરતમાં ભારે વરસાદ પડે ત્યારે સામાન્ય રીતે ખાડી પૂર આવતાં હોય છે. જો કે પહેલાં વરસાદમાં જ સાંકડી થઈ ગયેલી ખાડીઓના કારણે ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. સણીયા વિસ્તારમાં પાણીના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જ્યારે કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોઈ પૂછવા આવ્યું નથી :

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારા ઘરમાં પાણી ઘુસી ગયાં છે. અમે રાતવાસો બહાર કરવા મજબૂર બન્યા છીએ. આ સ્થિતિ ક્યાં સુધી રહેશે એ ખબર નથી. તેમ છતાં અમારી વૈક્લ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. અમારી સાર સંભાળ લેવા પણ કોઈ આવ્યું નથી. અમારે ક્યાં સુધી આ સ્થિતી રહેશે તે પણ અમને ખબર નથી. અમે નોધારા બની ગયા છીએ.

ઘરમાં પાણી ઘુસ્યા :

કુંભારીયા ગામના પાદર ફળિયામાં આવેલા ૫૦ જેટલા ઘરમાંથી ૨૫ થી ૩૦ ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે. જેને લઈ અહી રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘરો પાણીમાં ગરકાવ થઇ જતા લોકોએ નજીકની સ્કૂલો અને વાડીમાં રાત વીતાવવાનો વારો આવ્યો હતો.

કુંભારિયા ગામના પાદર ફળિયા અને હળપતિ વાસમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. અહીં વસવાટ કરતા ૫૦ જેટલા ઘરના રહીશો ખાડી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ૫૦ ઘરમાંથી ૨૫થી ૩૦ ઘરમાં પાણી ઘૂસી ગયા છે.

આ પણ વાંચો :-

 

નવસારીના આ પરિવાર માટે આફતરૂપ બન્યો વરસાદ, મકાન થયું ધરાશાયી, ૭ લોકોનો આબાદ બચાવ

0
  • સતત વરસાદ ના પગલે નવસારી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદ આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક તેનાથી નુકસાન પણ થઈ રહ્યું છે.

કાચા મકાનમાં વસવાટ કરતા ગરીબો માટે આ વરસાદ આફતરૂપ બન્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી શહેરમાં આવેલા જલારામ મંદિરની સામે તલાવિયા પરિવાર માટે વરસાદે મુશેકલી ઉભી કરી છે.

નવસારીના આ પરિવાર માટે આફતરૂપ બન્યો વરસાદ, મકાન થયું ધરાશાયી, 7 લોકોનો આબાદ બચાવ

તલાવિયા પરિવારનું કાચું મકાન ધરાશાયી થતાં ઘરવખરી અને સમાનને નુકસાન સાથે ૭ લોકોનો આબાદ બચાવ થયો છે.

મોરબીમાં દેશી દારૂના કારખાના ક્યાં ? તે ગૂગલ મેપને પણ ખબર, છતા મોરબી પોલીસ અજાણ

0
  • સામાન્ય રીતે કોઈ વ્યક્તિને કોઈ લોકેશન પર પહોંચવું હોઈ તો તે ગૂગલ મેપનો સહારો લેતું હોય છે અને હવે તો ગૂગલ મેપ અજાણી જગ્યાએ જ્યારે આપણે મુસાફરી કરતા હોય ત્યારે મોટાભાગે એક માત્ર સહારો બની ગયું છે.

મોટી મોટી ફેકટ્રી માલિકો કે નાના નાના વેપારીઓ પોતાની ફેકટ્રી કે દુકાન ક્યાં આવેલી છે તે બતાવવા માટે ગૂગલ મેપ પર લોકેટ થાય તે પ્રમાણે કામ કરતા થયા છે. જેની પાછળનું કારણ એ કે પોતાના ગ્રાહકો કોઈ પણ અડચણ વગર ત્યાં પહોંચી શકે. હળવદના દેશી દારૂ વેચનારા પણ જાણે આધુનિક બન્યા છે. તેઓએ પણ ગૂગલ મેપ પર પોતાનું નામ અંકિત કર્યું છે. જેના કારણે ગુજરાતમાં પ્રતિબંધિત દેશી દારૂનું કારખાનું ક્યાં આવેલું છે તે લોકો સરળતાથી શોધી શકે તેવો ઘાટ ઘડાયો છે. જેને લઈને એક બાજુ પોલીસનું જ નાક વઢાતું હોય તેવું દેખાઈ રહ્યું છે.

ક્યાં છે આ લોકેશન ? 

તમને આ વાંચીને વિશ્વાસ નહીં આવે કે આવું પણ હોતું હશે. જો ગૂગલ મેપ પર કોઈ વ્યક્તિ દેશી દારૂના કારખાનું શોધીને પહોંચી શકતું હોઈ તો પોલીસ પણ ત્યાં પહોચી શકે અને તે બંધ કરાવી શકે. આ લોકેશન પર સામાન્ય માણસ પણ ગૂગલ મેપના સહારે પહોંચી શકે તો પણ પોલીસ કેમ પહોંચી શકતી નહીં હોય તે મોટો સવાલ છે. તમે ગૂગલ મેપ ખોલીને તેમાં ગુજરાતીમાં દેશી દારૂના કારખાના સર્ચ કરશો તો તમારી સામે એક લોકેશન આવી જશે. આ લોકેશન હળવદના સુંદરગઢ નજીક આવેલી બ્રાહ્મણી નદીના કાંઠે આવેલું છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે દેશી દારૂના ધંધાર્થીઓ પણ હવે આધુનિક યુગ સાથે કદમ મેળવીને પોતાનો ધંધો વિકસાવી રહ્યા છે.

જાણકારોનું માનવું છે કે હળવદ પંથકમાં ખુલ્લેઆમ દેશી દારૂના કારખાનાઓ ધમધમી રહ્યા છે. તેમ છતાં પોલીસને આ નજરે ચઢતા નથી. ગુગલ મેપ પણ જાણે છે કે દેશી દારૂના કારખાના ક્યાં છે પણ હળવદ પોલીસ કદાચએ બાજુ જવાનો રસ્તો જાણતી નહીં હોય. પોલીસ રસ્તો જાણતી ન હોય તો કોઈ વાંધો નહીં તમે ગૂગલ મેપમાં સર્ચ કરીને આસાનીથી એ લોકેશન પર પહોંચી શકે છે.

હળવદમાં દેશી દારુનું દૂષણ :

ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત. ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ આ પ્રકારે ગૂગલ મેપ પર દારૂનું લોકેશન જોઈને દારૂ બંધી માત્ર નામની હોઈ તેવું વધુ એક વખત સ્પષ્ટ થાય છે. હળવદ પંથકમાં ઘણા લાંબા સમયથી દેશી દારૂની ભઠીઓ ધમધમી રહી છે. તેમ છતાં પોલીસ સબ સલામત હોય તેમ બે ચાર રેડ કરીને મન માનવી લે છે. આ તેમની આળસ છે કે પછી બીજો કોઈ લાભ? કદાચ પોલીસ સ્થળ પર પણ પહોંચી જશે અને બધું સગેવગે કરીને કોઈ એ માત્ર ટીખળ કરવા માટે ગૂગલ મેપ પર આવું કર્યું હતું તેવું પણ સાબિત થઈ શકે છે પરંતુ હળવદ અને આસપાસના ગામના લોકો ખૂબ સારી રીતે જાણે છે કે, હળવદ પંથકમાં દેશી દારૂનું દૂષણ કેટલી હદે ફુલ્યું ફાલ્યું છે.

આ પણ વાંચો :-

સુરતમાં સગીર વયની બાળાઓને દેહ વેપારમાં ધકેલતી ટોળકીના મહિલા સહિત ૩ ઝડપાયા

  • બાંગ્લાદેશની સગીર વયની બાળકીને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

આ અંગે બાળકીના નિવેદનના આધારે પોલીસે તપાસ કરતાં એક મહિલા સહિત ૩ આરોપીઓને પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવમાં એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી દેહ વ્યાપાર માટે આંતરરાષ્ટ્રીય ગેંગ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળાને બંગાળથી ટ્રેનમાં બેસાડાયેલી :

સગીરાએ કાપોદ્રા પોલીસને જણાવ્યું હતું કે, તેણીને મિત્ર જોયેલનાએ તેઓના મિત્ર હશન ઉર્ફે રાજુ તથા જમાલ મારફતે કોલકાત્તા હાવડા રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસાડી અમદાવાદ મણીનગર રેલવે સ્ટેશન ખાતે ઉતારી હતી. ત્યાં જમાલ નામના ઈસમે આવીને લઈ ગયો અને કહ્યું કે તારે અહિં સેક્સ વર્કરનું કામ કરવાનું છે. ત્યારે સગીરાએ કહેલું કે મારે આવું કામ નથી કરવું વતન જતું રહેવું છે. જેથી તેને માર માર્યો હતો. જેથી સગીરા ત્યાંથી નાસી ગઈ હતી.

મદદ કરનાર મહિલાએ પણ એ જ ધંધામાં ધકેલી :

સગીરાએ જમાલના કબ્જામાંથી ભાગી સોનિયા નામની મહિલા સાથે ઓળખાણ કરી હતી. બાદમાં સોનિયા તેણીને અમદાવાદથી સુરત લાવી હતી. સોનિયા પણ સગીરાને સેક્સવર્કરના ધંધામાં ધકેલવા ઈચ્છતી હતી. જેથી સગીરા સોનિયાની ચુંગાલમાંથી છૂટીને કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. જ્યાં તેણીએ પોતાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે એક બાદ એક આરોપી ઝડપ્યા :

પોલીસે તપાસ હાથ ધરતાં સગીરા બાંગ્લાદેશની અને તેના પર દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. જેમાં સગીરાને હશન ઉર્ફે રાજુએ બાંગ્લાદેશના સોયેબ તથા તેની બહેન રાશીદાના કોન્ટેક્ટથી સગીરાને અમદાવાદ જમાલ પાસે પ્રથમવાર શારીરિક સંબંધ બંધાવ્યો હતો. બાદમાં અમદાવાદમાં સેક્સ વર્કર તરીકે કામ કરાવ્યું હતું. સુરતની સોનિયા ઉર્ફે સલીમા સૈફુદ્દીને આતાબબાલી સરદારનાને પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઝડપી લીધી હતી. ત્યારબાદ મોમ્મદ જમાલ ઉર્ફે જમીલ મોહમ્મદ ફજલુ ઉર્ફે ફાજુલ મંડલ અને અરવિંદ અમૃત પારેખ જે સ્પાનો માલિક છે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હસન ઉર્ફે રાજુને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

આ પણ વાંચો :-

ધર્મના નામે ધતિંગ ક્યાં સુધી… પૂજારીએ ધાર્મિક વિધિના નામે બાળક પર રેડયું ઉકળતું દૂધ, જોતા રહ્યા લોકો

0
  • દેશમાં આજે પણ લોકોમાં અંધશ્રદ્ધા પ્રવર્તે છે. આ વાતનો પુરાવો ઘણી વખત સામે આવી ચૂક્યો છે. આજે ફરી એક વખત એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમારું લોહી પણ ઉકળી જશે.

દેશમાં આજે પણ લોકોમાં અંધશ્રદ્ધા પ્રવર્તે છે. આ વાતનો પુરાવો ઘણી વખત સામે આવી ચૂક્યો છે. આજે ફરી એક વખત એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમારું લોહી પણ ઉકળી જશે. ધર્મના નામે ચાલતા ધતિંગનો પરદાફાસ કરતો આ વીડિયો ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે. બલિયા જિલ્લાના એક ગામનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે. આ વીડિયોમાં એક ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન એક પુજારી બાળક સાથે અમાનુષી વર્તન કરે છે. પૂજારી નાનકડા બાળકને ઉકળતા દૂધથી નવડાવે છે.

હચમચાવી દે તેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થયા પછી વાયરલ થવા લાગ્યો છે. વીડિયોમાં જે પુજારી જોવા મળે છે તે વારાણસીના હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ પૂજારી બાળકને પોતાના ગોઠણ પર બેસાડે છે. બાજુમાં કેટલાક વાસણમાં દૂધ ઊકળે છે, આ દૂધમાંથી ફીણ પૂજારી હાથથી કાઢે છે અને તે ગરમ ફીણને બાળકના ચહેરા પર લગાડી દે છે. ગરમ વસ્તુ ચહેરા પર અડતાની સાથે જ બાળક જોર જોરથી રડવા લાગે છે.

બાળક બળતરાના કારણે જોરજોરથી રડે છે પરંતુ પૂજારી અટકવાનું નામ નથી લેતો અને તે અનુષ્ઠાન ચાલુ જ રાખે છે. ત્યારબાદ તે બાળકને જમીન પર સુવડાવે છે અને તેના પર ગરમ દૂધ રેડી દે છે. હૃદય કંપાવી દે તેવું આ દ્રશ્ય અનેક લોકો મુખદર્શક બનીને જોતા રહે છે.

જોકે આ પહેલી વખત નથી કે કોઈ બાળક સાથે આવું વર્તન થયું હોય આવી ભયાનક ઘટના આ પહેલા પણ બની ચૂકી હતી. જાણવા મળતી માહિતી અનુસાર થોડા દિવસ પહેલા જ આવી એક પ્રથાના કારણે અઢી મહિનાની બાળકીનું મોત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું હતું કે બાળકીની માતા આવા જ ઉપચારક પાસે તેની સારવાર માટે લઈ ગઈ હતી.

બાળકીની સારવાર કરવાનું કહી તાંત્રિકે બાળકીને 50 વખત ગરમ લોઢાના સળિયાથી ડામ દીધા હતા. જેના કારણે બાળકી દાઝી ગઈ અને સારવાર મળે તે પહેલા જ તેનું જીવ જતો રહ્યો. આ મામલે બાળકી સાથે આવો દુર્વ્યવહાર કરનાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસે કેસ નોંધી કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો :-

₹૧૬ ના સ્ટોકે આપ્યું ૨૧૮૦ % રિટર્ન, આજે રોકેટ બન્યો ભાવ, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો

0
  • આયરન અને સ્ટીલ પાઈપ નિર્માતા જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ (JTL Industries Share) એ છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. બ્રોકરેજ ફર્મ આ શેર પર બુલિશ છે.

આયરન અને સ્ટીલ પાઈપ નિર્માતા જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ (JTL Industries Share)એ છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન (Multigabber Stock Return) આપ્યું છે બ્રોકરેજ ફર્મ આ શેર પર બુલિશ છે અને તેને ખરીદવાની સલાહ આપી રહી છે. JTL Industries ના શેર ઈન્ટ્રા ડે ટ્રેડમાં ૫.૩૫ ટકા વધીને ૩૫૯.૯૦ રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો.

શું કહે છે એક્સપર્ટ :

ઘરેલૂ બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજિક રૂપથી સ્થિત પ્લાન્ટ, એગ્રેસિવ કેપેસિટી એક્સપેન્શન અને વેલ્યૂ ગ્રોથ પ્લાન દ્વારા તેની વ્યાપક ડિસ્ટ્રિબ્યૂટર પહોંચનો હવાલો આપતા જેટીએલ ઈન્ડસ્ટ્રીઝ પર બાય રેટિંગની સાથે કવરેજ શરૂ કર્યું છે. નોંધનીય છે કે જેટીએલ ભારતભરમાં ભૌગોલિક રૂપથી ફેલાયેલી ચાર વિનિર્માણ સુવિધાઓ છે. જે કંપનીને સ્પર્ધાત્મક કિંમત પર કાચા માલની સપ્યાલ કરવાની સાથે-સાઘે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પોતાના વેચાણનો વિસ્તાર કરવામાં સક્ષમ બનાવે છે.

કંપનીના શેર :

જેટીએલ ઈન્ડસ્ટ્રીઝના શેર ૫ ટકા વધી ૩૬૪.૯૫ રૂપિયા પર પહોંચી ગયો અને કંપનીનું કુલ માર્કેટ કેપ લગભગ 3૩૧૦૦ કરોડ રૂપિયા થઈ ગયું છે. જેટીએલ ઈન્ડસ્ટ્રીઝના શેર સપ્ટેમ્બર ૨૦૨૨માં પોતાના ૫૨ સપ્તાહના નિચલા સ્તર ૧૮૫.૭૦ રૂપિયાથી લગભગ 98 ટકા વધી ગયા છે. વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધી સ્ટોકમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો છે. પરંતુ તેણે છેલ્લા 3 વર્ષમાં કોવિડ-19ના નિચલા સ્તર ૧૬ રૂપિયાથી ૨૧૮૦ ટકાનું રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો :-

વર્લ્ડ કપ પહેલા સ્ટાર ક્રિકેટર રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ બાયોમાં બદલી ડેટ ઓફ બર્થ, ટ્વિટરમાં થયો ટ્રેન્ડ

0
  • ભારતીય ટીમના યુવા સ્ટાર વિકેટકીપર ખેલાડી રિષભ પંત હાલ અકસ્માત બાદ રિકવર થઈ રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રિષભ પંત પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના બાયોમાં મોટો ફેરફાર કર્યો છે.

પંતે બીજી ડેટ ઓફ બર્થ ૦૫/૦૧/૨૩ લખી છે. પરિણામે ટ્વિટરમાં રિષભ પંત (Rishabh Pant) ટ્રેન્ડ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે રિષભ પંત ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. જેના પગલે સ્થાનિલ લોકોએ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં પંતની સર્જરી કરવામાં આવી હતી. પંતની રિયલ ડેટ ઓફ બર્થ ૪ ઓક્ટોબર ૧૯૯૭ છે.

અકસ્માત બાદ પંતની સ્થિતિમાં ખૂબ જ સુધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ પંતે એક વીડિયો શેર કર્યો હતો જેમાં કોઈના ટેકા વગર સીડી ચડી રહ્યો હતો. અમુક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંત આગામી વર્લ્ડ કપમાં વાપસી કરી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.

તમને જણાવી દઈએ કે પંતે તાજેતરમાં એક તસવીર શેર કરી હતી. જેમાં મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર અને કેએલ રાહુલ જોવા મળ્યા હતા. કેએલ રાહુલ પણ પોતાના રિહેબને કારણે આ દિવસોમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે.

Image

IPL ૨૦૨૩માં એક મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રાહુલના પગમાં ઈજા થઈ હતી. થોડા સમય પહેલા રાહુલે સર્જરી કરાવી હતી. આ સિવાય ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને બેટસમેન શ્રેયસ અય્યર પણ રિકવરી માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં હાજર છે. પીઠની ઈજાને કારણે બુમરાહ અને ઐય્યરે સર્જરી કરાવી હતી.

આ પણ વાંચો :-

૨૯ જૂન / કર્ક, ધન સહિત આ રાશિના જાતકો ગુરુવારે આ કામ કોઈ ભોગે ટાળી દે, નહીં તો પસ્તાસો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
મનોબળમાં વધારો થાય આવકનું પાસુ મજબુત થતું જણાય. ધારેલી આવક મેળવી શકય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળુ વાતારણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ

વૃષભઃ
અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંધર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુનઃ
મનનુ સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ
દિવસ દમ્યાન આનંદની અનુભુતિ થાય કરેલા રોકાણો ફળદાયી નીવડે, નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઈસ્ક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ
થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબુત બને. જીવન સાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ
સૌંદર્ય, કલા અને રસીક ત્તત્વમાં સંયોગથી આનંદની અનુભુતિ થાય હિંમત અને વિદ્ધત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઈલેકટ્રોનિકસ, પુસ્તકાલય, કુરિય જેવા ધંધામાં વિશેષ લાભ, લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃષિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફ‌ની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતિ રાખવી.

ધનઃ
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઈ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઈ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રેમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શકય બને. ઓટોમોબાઈલ તથા ટ્રાવેલિંગના ધંધામાં વિશેષ લાભ

કુંભઃ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમા વધશે પરંતુ ખોટા ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રીશણગારના સાધનો ના ક્ષેત્રે વિશેષ લાભ, પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય

મીનઃ
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઈ શકો. પરિવારમાં આનંદ જળવાય. આ‍કનું પ્રમાણ સાધારણ રહે. માતાતની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃકાવો, પડવા, વાગવાથી સાચવવું સંતાન સંખ સારૂં

આ પણ વાંચો :-