કેમિકલ કાંડમાં અજીબ ઘટના, ભાવનગરમાં દર્દીઓ ચાલુ સારવારે હોસ્પિટલ છોડી ભાગ્યા

Share this story

In a strange incident

  •  ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી કથિત લઠ્ઠાકાંડનો ભોગ બનનાર લોકો હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા છે. અત્યાર સુધીમાં કુલ 18 દર્દીઓ હોસ્પિટલમાંથી ચાલતી પકડી.

કેમિકલ કાંડથી (Chemical stain) ગુજરાતમાં મોતના આંકડા વધી રહ્યા છે. કેમિકલકાંડમાં એક બાદ એક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. ભાવનગરની (Bhavnagar) સર.ટી. હોસ્પિટલમાં વધુ 2 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 41 પર પહોંચ્યો છે. ત્યારે ભાવનગર સિવિલમાં અજીબ ઘટના બની રહી છે. કેમિકલ કાંડમાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવારમાં આવેલા 13 જેટલા દર્દીઓ પ્રાથમિક સારવાર (First aid) લીધા બાદ હોસ્પિટલમાંથી જતાં રહ્યા છે. સિવિલ સર્જને આ મામલે સ્વીકાર્યું કે 13 જેટલા દર્દીઓ હોસ્પિટલમાંથી ચાલુ સારવારે જતા રહ્યા છે.

કેમિકલ કાંડ બાદ બોટાદવાસીઓ માટે સૌથી નજીક એવી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 90 દર્દીઓ લાવવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 18 દર્દીના મોત થયા છે. અહીં આવેલા 100 દર્દીઓ પૈકી 10 દર્દીને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે. પરંતુ ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી કથિત લઠ્ઠાકાંડનો ભોગ બનનાર લોકો હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા છે.

અત્યાર સુધીમાં કુલ 18 દર્દીઓ હોસ્પિટલમાંથી જતાં રહ્યા છે. પોલીસે અને ડોકટરોએ ના પાડી હોવા છતાં અધૂરી સારવાર લઈને દર્દીઓ ચાલ્યા ગયા છે. હોસ્પિટલ દ્વારા આ દર્દીઓના નામનું લિસ્ટ બનાવી તેઓને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.

કેમિકલ કાંડ મુદ્દે ભાવનગર સર.ટી હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યુ કે, હાલ હોસ્પિટલમાં દર્દીઓની ડાયાલિસીસથી વધુ રિકવરી થાય છે. હાલ 54 દર્દીનું પ્રથમ ડાયાલિસીસ કરવામાં આવ્યું છે. 10 દર્દીનું સેકન્ડ ડાયાલિસીસ કરવામા આવ્યું છે. અમદાવાદ સિવિલની ટીમ 10 ડાયાલિસિસ મશીન સાથે સર.ટી હોસ્પિટલ આવી છે. હાલ 51 દર્દીઓ હોસ્પિટલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જેમાં એક જ દર્દી ક્રિટિકિલ હાલતમાં છે. તમામ મૃતકોના પીએમ કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે. લેવામાં આવેલ સેમ્પલ રિપોર્ટ માટે તેમજ શરીરમાંથી કેમિકલ લેવામાં આવે છે અને તેના રિપોર્ટ એફએસએલમાં મોકલવામાં આવે છે, જેના રિપોર્ટ હજી આવવાના બાકી છે. હોસ્પિટલના તમામ તબીબી, મેડિકલ વિદ્યાર્થીઓ એક ટીમ બની કામ કર્યું છે.

આ પણ વાંચો :-