ઘટનાના બીજા દિવસે પણ પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, પોલીસ સહિત SRPની ટુકડીઓના હોસ્પિટલમાં ધામા

Share this story
  • સમઢીયાળા ગામે બે સગા ભાઈઓની હત્યાના બનાવનો આજે બીજો દિવસ છે ત્યારે પરિવારજનોએ આજે પણ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

પોલીસે દલિત સમાજની માંગ સ્વીકારતા 40 કલાક બાદ પરિવારે બંને મૃતદેહનો સ્વીકાર કર્યો છે.. રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ મોટાભાગના તમામ જિલ્લાના પોલીસવડા અને એસ.આર.પીની ટુકડીઓના ગાંધી હોસ્પિટલમાં ધામા છે. ઘટનાની તપાસ માટે તાત્કાલિક એસઆઈટીની રચના કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જમીન મુદ્દે બે સગા ભાઈઓની હત્યા કરાઈ હોવાનો બનાવ ગઈકાલે સામે આવ્યો હતો. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બન્ને ભાઈઓના મૃતદેહને હાલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામમાં જમીન ખેડવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ૦૭ વ્યક્તિઓ ઘાયલ થયા હતાં. જે પૈકી બે સગા ભાઈઓના હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા. પરિવારજનોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.

બીજી તરફ રાજકીય નેતાઓ સમઢીયાળા ગામમાં જઈને પીડિત પરિવારની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ હોસ્પિટલમાં જઈ પીડિત પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના આપી હતી. તેમજ સાથે કલેક્ટર, IG અને SPને મળીને દાખલારૂપ કાર્યવાહી કરી દલિત પરિવારને ન્યાય અપાવવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચો :-