- સુરતમાં બીઆરટીએસ બસ માટે અલગથી રૂટ બનાવવામાં આવ્યો છે. તેમ છતાં આ રૂટમાં સામાન્ય વાહનો બાઈક અને કાર પણ બેફામ પણ નિયમ તોડીને દોડતા હોય છે.
પાંડેસરા તેરેનામ ચોકડી પાસે બીઆરટીએસ રૂટમાં એક બાઈક ચાલકે ઘુસી જઈને તોફાન મચાવ્યું હતું. બસના કાચ તોડીને ડ્રાઈવરને માર માર્યો હતો. જેથી બસના ડ્રાઈવરો એકઠા થઈ ગયાં હતાં. બાદમાં પોલીસે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.
સુરતના પાંડેસરા તેરેનામ ચોકડી પાસે ધમાલ મચી ગઈ હતી. તેરેનામ ચોકડી પાસે ટ્રાફિક જામ હોવાથી બાઈક સવાર BRTS રૂટમાં આવી જતા બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો મામલો ઉગ્ર બની ગયો હતો. બાઈક સવારે BRTS બસમાં તોડ ફોડ કરી ડ્રાઈવરને માર માર્યો હતો.
BRTS બસનાં ડ્રાઈવરોએ ભેગા થઈ બસ સાઇડ પર મૂકી ડ્રાઈવરોએ વિરોધ દર્શાવ્યો હતો. તેરેનામ ચોકડી પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. ટ્રાફિક TRB જવાનોએ ટ્રાફિક કંટ્રોલ માટે ટ્રાફિક પોલીસને બોલાવ્યા હતાં. બાદમાં BRTS બસ ડ્રાઈવરોને પોલીસ દ્વારા સમજાવતા મામલો થાળે પાડ્યો હતો.
આ પણ વાંચો :-