- Gujarat Monsoon Update News : રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૬૦ ટકા વરસાદ વરસી ચૂક્યો. આગામી ૪ દિવસ સામાન્ય વરસાદ રહેશે.
ગુજરાત ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, આગાહી મુજબ રાજ્યમાં ૪ દિવસ વરસાદ રહેશે. આ સાથે બે દિવસ છુટો છવાયો વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે હવે ૧૭ જુલાઈએ વરસાદની ગતિમાં વધારો થશે.
હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૬૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ તરફ હવે આગામી ૪ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરી વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદ તો ભાવનગર, અમરેલી, બોટાદમાં પણ વરસાદ રહેશે. આ સાથે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે.
બંગાળની ખાડીમાં બનશે ડીપ ડિપ્રેશન : અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગતરોજ વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી ૧૮ અને ૧૯ જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.
આ પણ વાંચો :-