- રેલવેના નિયમો પ્રમાણે તમે તમારી ટિકિટ માત્ર તમારા પરિવારના સભ્યોના નામે ટ્રાન્સફર કરાવી શકો છો. તેનો અર્થ છે કે તમારા ખાસ મિત્ર તમારી ટિકિટ પર યાત્રા કરી શકે નહીં.
જો તમે પણ તમારી ટ્રેનની ટિકિટ બુક કરાવી છે તો તમારા માટે ખાસખબર છે. દરેક દિવસે ટ્રેનમાં લાખો યાત્રીઓ મુસાફરી કરે છે. જો તમે પણ ટ્રેનની ટિકિટ બુક કરાવવા જઈ રહ્યા હોવ કે પછી પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો રેલવેની તરફથી તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવેએ ટ્રેનની ટિકિટ બુકિંદને લઈને નવા નિયમ બહાર પાડયાં છે. જેનો ફાયદો યાત્રીઓને મળવાનો છે.
આજે અમે તમને રેલવેના એક નિયમ વિશે જણાવીશું, જેમાં તમે તમારી ટિકિટને ટ્રાન્સફર કરી શકો છો. એટલે કે યાત્રી તેમની ટિકિટ પરિવારના સદસ્ય જેવા કે, માતા, પિતા, ભાઈ, બહેન, પુત્રી, પત્નીને ટ્રાન્સફર કરી શકો છો.
તમારી ટિકિટને કરી શકો છો ટ્રાન્સફર- રેલવેના નિયમો પ્રમાણે, તમે તમારી ટિકિટ માત્ર તમારા પરિવારના સભ્યોના નામે ટ્રાન્સફર કરાવી શકો છો. તેનો અર્થ છે કે તમારા ખાસ મિત્ર તમારી ટિકિટ પર યાત્રા કરી શકે નહીં.
કેવી રીતે કરાવવું ટ્રાન્સફર?- ટિકિટને ટ્રાન્સફર કરાવવા માટે તમારે સૌથી પહેલા તે ટિકિટનું પ્રિન્ટ આઉટ લેવાનું છે, તેને લઈને તમારા નજીકના રેલવે સ્ટેશન પર જવાનું છે. ટિકિટ જેના નામે ટ્રાન્સફર કરાવવાની હોય, તેમનું આઈડી પ્રૂફ જેમ કે, આધાર કાર્ડ પણ સાથે લઈને જાઓ. તેના અંતર્ગત ટિકિટ ટ્રાન્સફર માટે તમારે એપ્લિકેશન આપવું પડશે.
૨૪ કલાક પહેલા કરાવવું પડે છે ટ્રાન્સફર- રેલવેના નિયમો અનુસાર, ટિકિટ કોઈ અન્યના નામે ટ્રાન્સફર કરાવવા માટે ૨૪ કલાક પહેલા અરજી કરવાની હોય છે. જો તમારે લગ્નમાં જવાનું હોય તો ૪૮ કલાક પહેલા અરજી કરવી પડશે.
માત્ર એકવાર જ મળે છે મોકો- જાણકારી અનુસાર તમે તમારી ટિકિટ માત્ર એકવાર જ ટ્રાન્સફર કરાવી શકો છો. વારંવાર બદલીને કોઈના નામે ટ્રાન્સફર કરાવી નહીં શકો.
આ પણ વાંચો :-