- ફ્લાય ઓવરબ્રિજના શહેર તરીકે ઓળખાતા સુરતમાં રિક્ષાઓ સૌથી વધુ ટ્રાન્સપોર્ટેશન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
ક્યારેક રિક્ષા ચાલકો પણ બેફામ બનીને જોખમી સવારી કરતાં હોવાના દ્રશ્યો જોવા મળે છે. વરાછા ફ્લાય ઓવરબ્રિજ પર એક રિક્ષા ચાલકે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવીને અન્ય વાહનચાલકો અને લોકોના જીવ અધ્ધર કરી દીધા હતાં.
વરાછા ઓવરબ્રિજ શહેરનો સૌથી લાંબો ઓવરબ્રિજ છે. ત્યારે આ બ્રિજ પર સતત વાહનોની ભરમાર જોવા મળતી હોય છે. આ સમયે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવીને ચાલક બેફામ બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. રાઈટ સાઈટમાં જતાં બાઈક ચાલકો દ્વારા બેફામ બનેલા રિક્ષાચાલકોનો વીડિયો મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો. જો કે રિક્ષામાં કોઈ પેસેન્જર નહોતું જોવા મળ્યું.
રિક્ષા રોંગ સાઈડમાં બ્રિજ પર ચાલતી હોવાથી સામેથી આવતાં વાહનચાલકો પણ મૂંજવણમાં મૂકાઈ ગયાં હતાં. રિક્ષા સાથે સદનસીબે કોઈ સામેથી આવતાં વાહનનો અકસ્માત સર્જાયો નહોતો. પરંતુ ફરી એકવાર જોખમી સવારી પર અનેક સવાલો ઉઠ્યા છે. સુરતના વરાછા બ્રિજ પર રોંગ સાઈડમાં રીક્ષા ચાલતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.
આ પણ વાંચો :-