Friday, Apr 25, 2025

અક્ષય કુમારની ફિલ્મ OMG-૨ મુશ્કેલીમાં, સેન્સર બોર્ડે રિલીઝ અટકાવી

3 Min Read
  • બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ટૂંક સમયમાં ‘OMG ૨’માં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. અભિનેતા સાથે પંકજ ત્રિપાઠી મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તે વિવાદોમાં ઘેરાયેલી છે. અક્ષય ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં અનેક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. કેટલાક લોકોએ એક સીન સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓ કહે છે કે રેલવેના જળથી શિવને રૂદ્રાભિષેક કરવામાં આવ્યો છે.

સેન્સર બોર્ડે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો :

હવે આ અંગે લેટેસ્ટ અપડેટ આવી રહ્યું છે કે સેન્સર બોર્ડે અક્ષયની ફિલ્મ ‘OMG ૨’ રીવ્યુ કમિટીને પાછી મોકલી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના કેટલાક સીન અને ડાયલોગ વાંધાજનક છે. જ્યારે આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.

ફિલ્મ ‘આદિપુરુષ’ના વિવાદને ધ્યાનમાં રાખીને સેન્સર બોર્ડ અક્ષય કુમારની ફિલ્મને લઈને ખૂબ જ સતર્ક દેખાઈ રહ્યું છે. તે આ ફિલ્મ પર કોઈપણ પ્રકારનો વિવાદ નથી ઈચ્છતો તેથી તેને ફરીથી રિવ્યુ કમિટીને મોકલવામાં આવી છે.

એક સૂત્રએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે ફિલ્મને રિવ્યુ કમિટીને મોકલવામાં આવી છે જેથી કરીને ડાયલોગ અને સીન પર કોઈ વિવાદ ન થાય. ‘આદિપુરુષ’ વિશે જે રીતે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે તે રીતે આ ફિલ્મ ન થવી જોઈએ. અને ફિલ્મનો વિષય ભગવાન સાથે સંબંધિત છે. તેથી તેની સમીક્ષા કરીને ધ્યાનપૂર્વક કરવું પડશે.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કયા સીન કે ડાયલોગ પર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. સમીક્ષા પછી જ્યારે ફિલ્મ સેન્સર બોર્ડમાં પાછી આવશે. ત્યારે તેના પર વધુ નિર્ણય લેવામાં આવશે.

અક્ષય બન્યો હતો ભગવાન કૃષ્ણ :

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘OMG- ઓહ માય ગોડ’ની સિક્વલ છે, જેમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. પરેશ રાવલે ભગવાન સામે કેસ કરનાર નાસ્તિક કાંજીલાલ મહેતાનું પાત્ર ભજવ્યું હતું. આ વખતે અક્ષય ભગવાન શિવના રૂપમાં જોવા મળશે. ફિલ્મમાં અરુણ ગોવિલ રામની ભૂમિકા ભજવશે. રામાનંદ સાગરના પ્રખ્યાત સ્ટાર અરુણને પડદા પર જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.

આ પણ વાંચો :-

Share This Article