વાત્રક-મેશ્વો નદી પર નિર્માણધીન પુલના સ્લેબ નીચેના ટેકા ધડામ કરતા પાણીમાં પડ્યા

Share this story
  • ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડા જિલ્લાના છેવાડાના ગામો અને નદી કાંઠાના ગોમો પ્રભાવિત થયા છે.

ખેડાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે વાત્રક-મેશ્વો નદી પર નિર્માણધીન પુલના સ્લેબ નીચેના ટેકા ધડામ કરતા પાણીમાં પડ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ખેડાની વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે. આ નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ખેડા તાલુકાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે વાત્રક-મેશ્વો નદી પર બની રહેલા નવા નિર્માણધીન બ્રિજનું સ્ટ્રક્ચર પાણીમાં વહી ગયાનો બનાવ સામે આવ્યો છે.

પાણીમાં તીવ્ર પ્રવાહના કારણે બ્રીજનું સ્ટ્રકચર એકાએક તૂટી પડ્યું હતું. બ્રિજનું સ્ટ્રકચર તૂટી પડતા પ્રવાહ સાથે તણાતું જોવા મળ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો.

આ પણ વાંચો :-