Sunday, Apr 20, 2025

Heavy Rain Alert : હિમાચલમાં ભારે તબાહી, યમુનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ

2 Min Read
  • હિમાચલમાં વરસાદે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. રસ્તાઓ તબાહ થઈ ચૂક્યા છે. અનેક ઘર અને પુલ પાણીમાં વહી ગયા છે. અનેક ઠેકાણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. સરકારે શાળાઓની રજામાં ફેરફાર કર્યો છે.

હિમાચલમાં વરસાદે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. રસ્તાઓ તબાહ થઈ ચૂક્યા છે. અનેક ઘર અને પુલ પાણીમાં વહી ગયા છે. અનેક ઠેકાણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. સરકારે શાળાઓની રજામાં ફેરફાર કર્યો છે. આ રજાઓ ૧૦જુલાઈથી શરૂ થઈ છે. હાલ હિમાચલનો મંજર ખુબ જ પરેશાન કરનારો છે. ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં સતત વરસાદ પડી રહ્યો છે.

ખરાબ હવામાનના કારણે છેલ્લા ૪ દિવસમાં દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ ૧૦૦થી વધુ લોકોના જીવ ગયા. આઠ જુલાઈથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં 36, જમ્મુ કાશ્મીરમાં ૧૫, ઉત્તરાખંડમાં ૯, દિલ્હીમાં ૫, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ૧-૧ મોત થયા છે.

હિમાચલમાં તબાહી :

વરસાદના કારણે હિમાચલ પ્રદેશને લગભગ ૧૦૫૦કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અનેક લોકોના મોત થયા છે. ૭૯ જેટલા ઘરો સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયા. જ્યારે ૩૩૩ ઘરોને આંશિક નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ પ્રદેશમાં અત્યાર સુધીમાં ૪૧ જગ્યાએ લેન્ડસ્લાઈડ થયું છે. જ્યારે ૨૯ ફ્લેશ ફ્લડની ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ બ્લોક થવાથી હિમાચલ પ્રદેશ લોક સેવા આયોગ (HPPSC) એ HPASની ૨૩ જુલાઈની પરીક્ષા રદ કરી છે.

Rain News Today Live: Flash floods likely in Himachal Pradesh, Shimla says  Met; floods worsen in Punjab, UP

દિલ્હીમાં યમુનાનું વિકરાળ સ્વરૂપ :

દેશના અનેક રાજ્યોમાં થયેલા ભારે વરસાદના કારણે યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. આજે સવારે જૂની દિલ્હી રેલવે બ્રિજ પર યમુનાનું જળસ્તર ૨૦૭ મીટર પાર કરી ગયું. હરિયાણાના હથિણીકૂંડ બેરેજથી ૩ લાખ ક્યૂસેક પાણી છોડાયા બાદ યમુનામાં પાણી વધ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article