Friday, Apr 25, 2025

સ્કૂલના બાળકો ભરેલી બસે કારને અડફેટે લીધી, બસ ડ્રાઈવરે પીધેલી હાલતમાં ઝડપાયો

2 Min Read
  • સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ અકસ્માત સર્જાયો છે. જેમાં ડભોલી ચાર રસ્તા પર સ્કૂલ બસના ચાલકે કારને અડફેટે લીધી હતી.

બસમાં ૩૫ જેટલા વિદ્યાર્થીઓ હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સર્જાતા લોકોએ બસનો પીછો કરી ડ્રાઈવરને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ડ્રાઈવર દિનેશ પટેલને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ડભોલી ચાર રસ્તા નજીક રાંદેર ઉગતની રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકે કારને પાછળથી અડફેટે લેતા ભારે હોબાળો થયો હતો. BRTS રૂટ ક્રોસ કર્યા બાદ કારને અડફેટે લેનાર વિદ્યાર્થીઓથી ભરેલી બસનો ચાલક પીધેલી હાલતમાં મળી આવતા સિંગણપોર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

મોડી સાંજે બનેલી ઘટના બાદ ભેગા થઈ ગયેલા વાલીઓએ ક્હું કે, સ્કૂલ બસનો ચાલક પીધેલ હોય તો અમારા બાળકોની સુરક્ષા શું, હાલ સિંગણપોર પોલીસે બસ જમા લઈ બસ ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

કૃણાલ પટેલે જણાવ્યું હતું કે ઘટના લગભગ ૫:૩૦ વાગ્યાની છે. હું મારી સ્વીફ્ટ કાર લઈ ડભોલીથી વરાછા જવા નીકળ્યો હતો. જ્યાં બાજુમાં BRTS રૂટ ઉપર સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી બસે સ્વીફ્ટ કારને પાછળથી અડફેટે લઈ ભાગી ગયો હતો. જોકે વરાછા બેંક સુધી બસનો પીછો કરી વિદ્યાર્થીઓ ભરેલી બસને રોકવા મજબુર બન્યો હતો. ડ્રાઈવરને ઠપકો આપતા મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. જેને લઈ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ ને બસમાંથી ઉતારી વાલીઓ જ બસ અને તેના ચાલકને સિંગણપોર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

 

સ્કૂલના બસ ચાલકે કોઈ જવાબદાર વ્યક્તિના નંબર સુધ્ધાં આપવાની ના પાડી દીધી હતી. વાલીઓનો ગુસ્સો જોઈ નંબર આપ્યો હતો. ત્યારે શાળાના કોઈ જવાબદાર વ્યક્તિએ બસ અને તેના ચાલકને સિંગણપોર પોલીસ સ્ટેશન લઈ જવા જણાવ્યું અને કહ્યું હતું કે પોલીસ ફરિયાદ કરી દો. હાલ પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો :-

 

Share This Article