ગટરના પાણીથી શાકભાજી ધોતો પકડાયો લારીવાળો, વીડિયો જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

Share this story
  • હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ચોક્કસપણે સ્તબ્ધ થઈ જશો. વિચાર આવશે કે લોકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કરવાનો હક આ બધાને કોણે આપ્યો? વીડિયોમાં એક શાકભાજી વેચનારો એવું કામ કરતો જોવા મળે છે કે ગુસ્સો આવી જાય.

લીલા શાકભાજી ખાવા એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેના અનેક લાભ થાય છે. બીમારીઓથી છૂટકારો મળતો હોય છે. રોગ દૂર રહે છે. મોટાભાગે શાકભાજી વેચનારાઓને તમે શાકભાજીને લીલાછમ રાખવા માટે પાણી છાંટતા જોયા હશે. આ ઉપરાંત દુકાનદારો શાકભાજીને સારી રીતે ધોતા પણ હોય છે. જેથી કરીને શાકભાજી તાજા રહે.

અનેકવાર એવું પણ જોવા મળ્યું છે કે ખરાબ શાકભાજીને શાકભાજીવાળા ધોઈને ગ્રાહકોને પધરાવી દેતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ચોક્કસપણે સ્તબ્ધ થઈ જશો. વિચાર આવશે કે લોકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કરવાનો હક આ બધાને કોણે આપ્યો? વીડિયોમાં એક શાકભાજી વેચનારો એવું કામ કરતો જોવા મળે છે કે ગુસ્સો આવી જાય. આ વીડિયો જોકે હાલનો નથી, ઘણો જૂનો છે.

નાળાના પાણીથી ધૂએ છે શાકભાજી :

દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસનો સંબંધ હોય છે. ગ્રાહકો દુકાનદારોના ત્યાંથી ગુણવત્તા જોઈને જ સામાન ખરીદતા હોય છે. સોશયિલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયો ખરેખર ચોંકાવનારો છે. આ વીડિયોમાં વ્યક્તિ નાળાના ગંદા પાણીથી શાકભાજી ધોતો જોવા મળે છે. શાકભાજી ગંદાપાણીથી ધોઈને પોતાની રેકડી પર મૂકી રહ્યો છે.

https://twitter.com/igopalgoswami/status/1678462590262083585?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1678462590262083585%7Ctwgr%5Ea797f75f6f8d0baf0e4dd8949958162a64b4b831%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Findia%2Fviral-video-of-a-vegetable-vendor-which-can-make-you-shocked-281448

શાકભાજીવાળો તે નાળામાં ટામેટા, મરચા અને અન્ય શાકભાજી ડૂબોડી ડૂબોડીને ધોતો જોવા મળી રહ્યો છે. પહેલા આ શાકભાજીવાળો ટામેટા અને ફ્લાવરને તે ગંદાપાણીથી ધોવે છે. ત્યારબાદ બાકી શાકભાજી સાથે તેને રેકડી પર ગોઠવી દે છે. આ નાળામાં તે લીલા મરચા, સહિત અનેક શાકભાજી પણ નાખીને ધોવે છે.

અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે પરંતુ તે ઘણો જૂનો છે. આ વીડિયો માર્ચ 2020નો છે જેને @igopalgoswami ટ્વિટર એકાઉન્ટથી ફરીથી ટ્વીટ કરાયો છે. આ ઘટના મહારાષ્ટ્રના ભીવંડીની હતી. આ મામલે આરોપી વ્યક્તિ પર આઈપીસીની કલમ 273 હેઠળ કેસ પણ દાખલ થયો હતો.

આ પણ વાંચો :-