- આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આજે સપાટ રહ્યા છે. WTI ક્રૂડ 0.01 ડોલર ઘટીને બેરલ દીઠ $74.82 પર વેચાઈ રહ્યું છે.
બ્રેન્ટ ક્રૂડ $ 0.02 ઘટીને $ 79.38 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના તાજેતરના ભાવ જાહેર કર્યા છે. ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઈંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. જૂન 2017 પહેલા દર 15 દિવસે કિંમતોમાં સુધારો કરવામાં આવતો હતો.
ગુજરાતમાં પેટ્રોલ 61 પૈસા અને ડીઝલ 62 પૈસા સસ્તું થયું છે. હિમાચલ પ્રદેશમાં પેટ્રોલની કિંમતમાં 54 પૈસા અને ડીઝલની કિંમતમાં 47 પૈસાનો ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ 54 પૈસા અને ડીઝલ 52 પૈસા સસ્તું થયું છે. આ સિવાય ઝારખંડ, તેલંગાણા, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ 25 પૈસા અને ડીઝલ 24 પૈસા મોંઘુ થયું છે. આ સિવાય કેરળ અને તમિલનાડુમાં પણ ઈંધણ મોંઘુ થઈ ગયું છે.
દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે :
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે અને નવા દર જારી કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડયુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલું મોંઘું પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.
આ પણ વાંચો :-