Friday, Apr 25, 2025

હોટલમાં આવી જા…: હનીટ્રેપમાં ગીરસોમનાથનો ફસાયો યુવક, છેલ્લી….

2 Min Read
  • ગીર સોમનાથ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા યુવકને બચાવ્યો હતો. ત્યારે સુરતનાં યુવકને વેરાવળની યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો.

ગીર સોમનાથ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા સુરતનાં યુવકને બચાવ્યો હતો. વેરાવળની યુવતી દ્વારા યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જે બાદ યુવકને સાસણની હોટેલમાં બોલાવી રૂપિયાનો ખેલ પાડ્યો હતો. ટોળકી દ્વારા યુવકનું અપહરણ કરી વેરાવળ લાવી હતી. જે અંગેની જાણ એલસીબી પોલીસને થતા જ ટોળકી નાસી છુટી હતી.

પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી :

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોબાઈલ પર વોટ્સઅપ વીડિયો કોલ કરી યુવતિઓ દ્વારા યુવકોને તેમજ આધેડને ફસાવી તેઓ પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે. ત્યારે હનીટ્રેપમાં ફસાયેલ કેટલાક લોકો દ્વારા સમાજમાં આબરૂ જવાનાં ડરે પૈસા આપીને મામલો પતાવટ કરે છે તો કેટલાક લોકો ચોર ટોળકી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી તેને જેલની સળીયા પાછળ ધકેલે છે.

આ ઠગ ટોળકી દ્વારા યુવકોનું અપહરણ કરવાનું પણ હવે શરૂ કર્યું છે. ત્યારે વેરાવળની યુવતી દ્વારા સુરતનાં યુવકને હનીટ્રેપમાં ફસાવ્યા બાદ ટોળકી દ્વારા તેનું અપહરણ કર્યું હતું. જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે ઠગ ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

Share This Article