- દેશની રાજધાની દિલ્હી પર પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સવારે 5 વાગ્યા સુધીમાં પલ્લા ગામની આજુબાજુના વિસ્તારોમાં 212.70 મીટર સુધી પહોંચી ગયું છે. જ્યારે દિલ્હી રેલવે બ્રિજ પર સવારે 6 વાગે યમુનાનું જળસ્તર 208.41 મીટર સુધી પહોંચ્યુ. જો કે બુધવારે રાતે 11 વાગે યમુનાનું જળસ્તર વધીને 208.08 મીટર થઈ ગયું હતું. આ અગાઉ વરષ 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટર સુધી પહોંચી ગયું હતું.
દેશની રાજધાની દિલ્હી પર પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સવારે 5 વાગ્યા સુધીમાં પલ્લા ગામની આજુબાજુના વિસ્તારોમાં 212.70 મીટર સુધી પહોંચી ગયું છે. જ્યારે દિલ્હી રેલવે બ્રિજ પર સવારે 6 વાગે યમુનાનું જળસ્તર 208.41 મીટર સુધી પહોંચ્યુ. જો કે બુધવારે રાતે 11 વાગે યમુનાનું જળસ્તર વધીને 208.08 મીટર થઈ ગયું હતું. આ અગાઉ વર્ષ 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટર સુધી પહોંચી ગયું હતું.
તેના કારણે 45 વર્ષ પહેલા દિલ્હીમાં ભીષણ પૂર આવ્યું હતું. આ વખતે યમુનાના જળસ્તરે રેકોર્ડ તોડયો છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા માટે ચેતવણી જાહેર કરી છે. જે વિસ્તારોમાં વધુ જોખમ છે ત્યાં બોટ ક્લબ, મોનેસ્ટ્રી માર્કેટ, જૂના રેલવે બ્રિજ પાસે નીલી છત્રી મંદિર, યમુના બજાર, ગીતા ઘાટ, નીમ કરોલી ગૌશાળા, વિશ્વકર્મા અને ખડ્ડા કોલોની, ગઢી માંડૂ, મજનૂ કા ટીલાથી વજીરાબાદ સુધીના વિસ્તારો સામેલ છે.
કેન્દ્રીય જળ આયોગ પાસેથી મળેલી જાણકારી મુજબ રાતે 10થી 11 વચ્ચે યમુનાનું જળસ્તર 207.72 મીટર સુધી પહોંચી ગયું હતું પરંતુ તે પહેલેથી જ ડેન્જર લેવલને પાર કરી ચૂક્યું છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ છેલ્લા 2 દિવસમાં દિલ્હીમાં વધુ વરસાદ પડયો નથી પરંતુ મોટાભાગનું પાણી હિમાચલ પ્રદેશ અને હરિયાણાથી આવી રહ્યું છે.
કેન્દ્રીય જળ આયોગ (CWC) ના ફ્લડ મોનીટરિંગ (પૂર નિગરાણી) પોર્ટલ મુજબ બુધવારે સવારે 4 વાગે જૂના રેલવે બ્રિજ પર જળસ્તર 207 મીટરના નિશાનને પાર કરી ગયું જે વર્ષ 2013 બાદ પહેલીવાર એવું થયું છે. જ્યારે તે રાત 11 વાગે વધીને 208.05 મીટર પર પહોંચી ગયું હતું. સવારે 5 વાગ્યા સુધીમાં પલ્લા ગામમાં 212.70 મીટર સુધી પહોંચી ગયું છે.
આ પણ વાંચો :-