- મધ્ય પ્રદેશના શહડોલથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં ટામેટાના કારણે પતિ અને પત્ની વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે પત્ની ગુસ્સામાં ઘર છોડીને બહેનના ઘરે જતી રહી.
મધ્ય પ્રદેશના શહડોલથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં ટામેટાના કારણે પતિ અને પત્ની વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે પત્ની ગુસ્સામાં ઘર છોડીને બહેનના ઘરે જતી રહી. પીડિત પતિની ફરિયાદ પર પોલીસ બંને વચ્ચે સમાધાન કરાવવામાં લાગી છે.
વાત જાણે એમ છે કે ટિફિન સેન્ટર ચલાવતા સંજીવ બર્મને ખાવાનું બનાવતી વખતે જ્યારે શાકમાં ટામેટા નાખી દીધા તો તેમની પત્ની એટલી નારાજ થઈ ગઈ કે તે પુત્રીને લઈને ઘર છોડીને જતી રહી. પતિએ પત્નીને મનાવવાની ખુબ કોશિશ કરી અને ટામેટા ન ખાવાની કસમ પણ ખાધી. આમ છતાં પત્ની માની નહીં.
શાકમાં ટામેટા નાખવા અંગે થયો વિવાદ :
પરેશાન થઈને સંજીવ પત્નીની ભાળ મેળવવા માટે સ્થાનિક પોલીસ પાસે પહોંચ્યા અને પત્નીના ગૂમ થવા અંગે ફરિયાદ દાખલ કરી. જ્યારે પોલીસેસંજીવ પાસે પત્ની આરતીનો નંબર માંગ્યો તો તેમણે મોબાઈલ નંબર આપ્યો. ત્યારબાદ પોલીસે સંપર્ક કર્યો તો આરતી બર્મને ફોન ઉઠાવતા કહ્યું કે તે તેની બહેનના ઘરે ઉમરિયામાં છે.
ત્યારબાદ પોલીસે સંજીવની પત્ની સાથે વાત કરાવી દીધી. હવે પોલીસ આ બંને વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરી રહી છે. અત્રે જણાવવાનું કે સંજીવ વર્મા એક ઢાબા ચલાવે છે અને આ સાથે જ લોકોને ટિફિન સેવા ઉપલબ્ધ કરાવે છે. ધનપુરી પોલીસ મથકના પ્રભારી સંજય જયસ્વાલે કહ્યું કે આરતી બર્મનનો સંપર્ક કર્યો તો તેણે જણાવ્યું કે સંજીવ બર્મન તેની સાથે દારૂના નશામાં મારપીટ કરે છે.
એ વાતને લઈને તે નારાજ છે. જેના કારણે તે 4 વર્ષની પુત્રી સાથે બહેનના ઘરે જતી રહી. બીજી બાજુ સંજીવનું કહેવું છે કે વિવાદનું અસલ કારણ ટામેટા છે. એવું કહેવાય છે કે સંજીવ અને આરતીના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા.
આ પણ વાંચો :-