- IND Vs WI : અશ્વિને વેસ્ટ ઈન્ડિઝના પાંચ બેટસમેનોને પેવેલિયન પાછા મોકલ્યા. અશ્વિને પાંચ વિકેટ લઈને ઘણા રેકોર્ડ તોડ્યા છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાની પકડ વધુ મજબૂત થઈ ગઈ છે. આર અશ્વિનની શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં વેસ્ટ ઈન્ડિઝને ૧૫૦ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. અશ્વિને ૬૦ રન આપીને પાંચ વિકેટ જ નથી મેળવી પરંતુ ઘણા મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
આ ૩૩મી વખત છે જ્યારે આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં પાંચથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યો. અશ્વિને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એન્ડરસને ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં ૩૨ વખત પાંચ વિકેટ લીધી છે. અશ્વિન હવે એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનારો સૌથી એક્ટિવ પ્લેયર છે.
અશ્વિન પાસે મુરલીધરન પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપનાર બોલર બનવાની પણ તક છે. મુરલીધરન ટેસ્ટ ક્રિકેટની એક ઈનિંગમાં ૬૭ વખત પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. શેન વોર્ને આ કરિશ્મા ૩૭ વખત કર્યો હતો. હેડલી ૩૬ વખત આ સ્થાન હાંસલ કરવામાં સફળ રહ્યો. ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં અનિલ કુંબલેએ ૩૫ અને હેરાથે ૩૪ વખત પાંચ વિકેટ લીધી હતી. તેના પછી અશ્વિનનો નંબર આવે છે.
અશ્વિને રચ્યો ઈતિહાસ :
અશ્વિન વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ત્રણવાર પાંચ વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર બની ગયો છે. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલિંગ કરનાર ભારતીય બોલર પણ છે. અશ્વિને અનિલ કુંબલેનો રેકોર્ડ પણ તોડ્યો છે. અશ્વિને 95 બેટસમેનોને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધા છે.
એટલું જ નહીં અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૦૦ વિકેટ લીધી છે. ટેસ્ટમાં ૪૭૯ વિકેટ લેવા ઉપરાંત અશ્વિને વનડેમાં ૧૫૧ બેટસમેનોને પેવેલિયન મોકલ્યા છે. અશ્વિને T20માં ૭૨ વિકેટ ઝડપી છે.
બીજી તરફ મેચની વાત કરીએ તો ભારતે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝ ૧૫૦ રનમાં ઓલઆઉટ થયા બાદ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ કોઈ પણ નુકશાન વિના ૮૦ રન બનાવી લીધા છે. ડેબ્યૂ કરી રહેલા જયસ્વાલે ૪૦ રન બનાવ્યા છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા ૩૦ રન બનાવીને નાબાદ છે.
આ પણ વાંચો :-
- જાનવર સાથે મસ્તી કરવી ભારે પડી : વ્યક્તિએ વાઘના પાંજરામાં હાથ નાખી દીધો પછી….
- અક્ષય કુમારની ફિલ્મ OMG-૨ મુશ્કેલીમાં, સેન્સર બોર્ડે રિલીઝ અટકાવી