સુરેન્દ્રનગરના સમઢિયાળામાં લોહિયાળ જંગ ખેલાયો, જાણો શું છે મામલો

Share this story
  • સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જૂથ અથડામણના કારણે ૦૨ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકના પરિજનોએ આરોપીની ઝડપથી ધરપકડ કરવા માંગણી કરી છે.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જૂથ અથડામણના કારણે ૦૨ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકના પરિજનોએ આરોપીની ઝડપથી ધરપકડ કરવા માંગણી કરી છે.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે બે જૂથ વચ્ચે લોહિયાણ જંગ ખેલાયો હતો. અથડામણના કારણે બે લોકોને મૃત્યુ નિપજ્યાં છે.અહી જમીન ખેડવા બાબતે બે જુથ બોલાચાલી બાદ હથિયારો સાથે મારામારી થઈ હતી. આ ઘટનામાં ૦૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે તો ૦૨ સગા ભાઈઓ આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમારના મોત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે તેમજ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ઘટનાના પગલે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, સમાજના આગેવાનો, પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. વાતાવરણમાં તંગદિલી છવાઈ જતાં સમગ્ર ગામમાં પોલીસે સઘન સુરક્ષા ગોઠવી દીધી છે. ઘટનામાં પરિવારે આરોપીની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો પરિજનોએ ઈન્કાર કર્યો છે.

શક્તિસિંહ ગોહિલે ડબલ મર્ડરની ઘટના મામલે શું કહ્યું :

સુરેન્દ્રનગરના ચુડાના સમઢિયાળા ગામે થયેલા લોહિયાળ જંગમાં બે સગા ભાઈઓના મોત થયા છે. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ ધટના પહેલા પીડિત પરિવારે ગૃહમંત્રી હર્ષસંઘવીને અરજી કરીને લેખિતમાં પોલીસનું રક્ષણ માગ્યું હતું.

પરંતુ રક્ષણ ન મળતા આખરે બંને સગા ભાઈઓ આ દુશ્મનીનો ભોગ બન્યા. તેમણે જણાવ્યું કે, સામાજિક સમરસતા ડોહળાઈ રહી છે. જો ગુજરાત પોલીસને આદેશ અપાયા હોત અને થોડી સતર્કતા દાખવવામાં આવી હોત તો આ ઘટના ન બની હોત અને બંને ભાઈની જિંદગી બચી જાત.

આ ઘટનાને લઈને હોસ્પિટલ પહોંચેલા ભાજપના ધારાસભ્યનો પરિવારજનો અને સમાજના લોકોએ વિરોધ કર્યો છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સાથે હોસ્પિટલ પહોંચ્યા આ સમયે પીડિત પરિજનોએ રોષ પ્રગટ કર્યો હતો.

આ પણ વાંચો :-