Home Blog Page 987

નીરજ ચોપરાએ એવો એક ભાલો ફેંક્યો કે બે નિશાન પાર પડ્યા…

0
  • ભારતીય એથ્લેટ નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. નીરજે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ફાઈનલ મેચ ૨૭ ઓગસ્ટ (રવિવાર)ના રોજ રમાશે.

ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાએ બુડાપેસ્ટ, સ્વીડનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર રમત બતાવી છે. નીરજે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. નીરજે પ્રથમ પ્રયાસમાં જ ૮૮.૭૭ મીટર ભાલો ફેંકીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલ મેચ ૨૭ ઓગસ્ટે રમાશે.

વર્તમાન સિઝનમાં નીરજ ચોપરાનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ વર્તમાન સિઝનમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૮૮.૭૭ હતું. આ સાથે નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ માટે પણ ક્વોલિફાય કર્યું છે. પેરિસ ઓલિમ્પિક ૨૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી રમાશે. તમને જણાવી દઈએ કે આ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરા સહિત દુનિયાભરના ૩૬ ભાલા ફેંકનારાઓએ ભાગ લીધો છે.

નીરજ ચોપરાને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યો હતો. જેમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ અને જુલિયન પીટર્સનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના અરશદ નદીમ અને જેકબ વડલેચ જેવા સ્ટાર ખેલાડીઓને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે. ભાલા ફેંક સ્પર્ધાની ફાઈનલમાં સ્થાન માટે ક્વોલિફાઈંગ માર્ક ૮૩ મીટર છે. જે નીરજ ચોપરા માટે એકદમ સરળ હતું.

નીરજ ચોપરાએ અમેરિકામાં ૨૦૨૨ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને તે આ વખતે અહીં ગોલ્ડ મેડલના દાવેદારોમાંનો એક છે. જો ચોપરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતશે તો ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપની વ્યક્તિગત ઈવેન્ટમાં યલો મેડલ જીતનાર શૂટર અભિનવ બિન્દ્રા પછી તે માત્ર બીજો ભારતીય બની જશે. બિન્દ્રા ૨૦૦૬માં ઝાગ્રેબમાં ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ટોપ પોડિયમ ફિનિશ હાંસલ કરીને ૨૦૦૮માં વ્યક્તિગત ઈવેન્ટમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

આ પણ વાંચો :-

 

‘પુષ્પા’ માટે અલ્લૂ અર્જુને જીત્યો પ્રથમ નેશનલ એવોર્ડ, એક્ટરે પરિવાર સાથે કરી ઉજવણી, જુઓ તસ્વીરો

  • નેશનલ એવોર્ડ ૨૦૨૩ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

નેશનલ એવોર્ડ ૨૦૨૩ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ‘ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. જે બાદ અભિનેતાના ઘરમાં ઉજવણીનો માહોલ છે.

'પુષ્પા' માટે અલ્લૂ અર્જુને જીત્યો પ્રથમ નેશનલ એવોર્ડ, એક્ટરે પરિવાર સાથે કરી ઉજવણી

હાલમાં જ અલ્લુ અર્જુનના ઘરેથી કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં અભિનેતા તેના પરિવાર અને ખાસ મિત્રો સાથે ખૂબ જ ખુશ જોવા મળે છે. આ તસ્વીરોમાં બધાએ અલ્લુને ગળે લગાવીને અભિનંદન તો આપ્યા જ પરંતુ અભિનેતાને ફૂલોનો ગુલદસ્તો આપીને અભિનંદન પાઠવ્યા હતા.

'પુષ્પા' માટે અલ્લૂ અર્જુને જીત્યો પ્રથમ નેશનલ એવોર્ડ, એક્ટરે પરિવાર સાથે કરી ઉજવણી

બીજી તરફ અલ્લુએ પોતાનો પહેલો નેશનલ એવોર્ડ જીતવાની ખુશીમાં પોતાના બાળકો અને પરિવાર સાથે કેક કાપી હતી. તસવીરોમાં અલ્લુ બ્લેક શર્ટ સાથે સફેદ જીન્સ પહેરીને ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. અભિનેતાએ હજુ પણ પુષ્પાનો લુક રાખ્યો છે.

'પુષ્પા' માટે અલ્લૂ અર્જુને જીત્યો પ્રથમ નેશનલ એવોર્ડ, એક્ટરે પરિવાર સાથે કરી ઉજવણી

અલ્લુની ફિલ્મ ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રીલિઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. ફિલ્મમાં અલ્લુ અર્જુનનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ખૂબ જ ટૂંક સમયમાં અભિનેતા તેના પાર્ટ ૨ માં જોવા મળવાનો છે.

'પુષ્પા' માટે અલ્લૂ અર્જુને જીત્યો પ્રથમ નેશનલ એવોર્ડ, એક્ટરે પરિવાર સાથે કરી ઉજવણી

ફિલ્મમાં અલ્લુ અર્જુનનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ખૂબ જ ટૂંક સમયમાં અભિનેતા તેના પાર્ટ ૨ માં જોવા મળવાનો છે.

આ પણ વાંચો :-

 

 

જ્યારે ‘ચંપક ચાચા’ના પાછળ ચપ્પલ લઈને દોડી હતી ‘બબીતા જી’, એક્ટરની આ હરકતથી થઈ હતી પરેશાન

  • Taarak Mehta Ka Ooltah Chashmah છેલ્લા ૧૫ વર્ષથી નાના પડદા પર રાજ કરી રહ્યો છે. અમે આજે તમારા માટે શો સાથે જોડાયેલી એક ખૂબ જ ફની સ્ટોરી લઈને આવ્યા છીએ.

Taarak Mehta Ka Ooltah Chashmah છેલ્લા ૧૫ વર્ષથી નાના પડદા પર રાજ કરી રહ્યો છે. નાનાથી લઈને વૃદ્ધ સુધી તમામ ઉંમરના લોકોને શો ગમે છે. આવી સ્થિતિમાં અમે આજે તમારા માટે શો સાથે જોડાયેલી એક ખૂબ જ ફની સ્ટોરી લઈને આવ્યા છીએ.

જ્યારે 'ચંપક ચાચા'ના પાછળ ચપ્પલ લઇને દોડી હતી 'બબીતા જી', એક્ટરની આ હરકતથી થઇ હતી પરેશાન

વર્ષ ૨૦૦૮માં ટીવી પર શરૂ થયેલો શો ‘તારક મહેતા‘ દર્શકોનો ફેવરિટ શો છે. જેના દરેક પાત્ર પર માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકો ઘણો પ્રેમ વરસાવે છે. શોના તમામ કલાકારો પડદાની પાછળ એટલે કે શૂટિંગ દરમિયાન પડદા પર જેટલી મસ્તી કરતા હોય છે તેના કરતાં વધુ મસ્તી કરતા હોય છે.

જ્યારે 'ચંપક ચાચા'ના પાછળ ચપ્પલ લઇને દોડી હતી 'બબીતા જી', એક્ટરની આ હરકતથી થઇ હતી પરેશાન

પરંતુ આજે અમે તમને શોમાં ‘ચંપક ચાચા‘નું પાત્ર ભજવનાર અભિનેતાની વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ. આ વાતનો ખુલાસો શોની અભિનેત્રી અંબિકા રાજનકર એટલે કે કોમલ હાથીએ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, “એકવાર સેટ પર સાપના એપિસોડનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્યારે અમિતે મુનમુન પર નકલી સાપ ફેંક્યો અને તે આખા સેટ પર ચપ્પલ લઈને તેની પાછળ દોડી હતી.

વાસ્તવમાં એકવાર શૂટિંગ દરમિયાન ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટે એક વખત મુનમુન દત્તા પર નકલી સાપ ફેંક્યો હતો. જેના કારણે અભિનેત્રી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. એટલું જ નહીં મુનમુન એટલી નારાજ થઈ ગઈ હતી કે તે ચપ્પલ લઈને અમિત ભટ્ટની પાછળ દોડી ગઈ હતી.

જ્યારે 'ચંપક ચાચા'ના પાછળ ચપ્પલ લઇને દોડી હતી 'બબીતા જી', એક્ટરની આ હરકતથી થઇ હતી પરેશાન

આ દરમિયાન તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે સેટ પર સૌથી તોફાની બાપુજી એટલે કે અમિત ભટ્ટ છે.. પરંતુ હવે અમે બધા એક પરિવાર બની ગયા છીએ. તેથી જ અમારી વચ્ચે મજાક મસ્તી ચાલે છે.

જ્યારે 'ચંપક ચાચા'ના પાછળ ચપ્પલ લઇને દોડી હતી 'બબીતા જી', એક્ટરની આ હરકતથી થઇ હતી પરેશાન

ઉલ્લેખનીય છે શોમાં દયાબેન અને જેઠાલાલ સિવાય દર્શકોને બબીતાજી અને જેઠાલાલ વચ્ચેની ફ્લર્ટિંગ પણ પસંદ છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ફરી ભરાશે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, જાણો વિગતે

0
  • બાગેશ્વરના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર અમદાવાદ આવશે. જે બાદ અમદાવાદમાં ફરી બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ૩ દિવસ અમદાવાદમાં રોકાશે. ઓક્ટોબરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને રામ કથા માટે આમંત્રણ અપાયું છે.

બાગેશ્વરના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર અમદાવાદ આવશે. જે બાદ અમદાવાદમાં ફરી બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ૩ દિવસ અમદાવાદમાં રોકાશે. ઓક્ટોબરમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને રામ કથા માટે આમંત્રણ અપાયું છે.

બાબા બાગેશ્વરના આગમન પહેલા જ અમદાવાદના અયોજકએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાબા બાગેશ્વરના પોસ્ટરની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રામકથા માટે અમદાવાદથી આયોજકે આમંત્રણ આપ્યું છે. નોંધનીય છે કે આ પહેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજ્યના વિવિધ શહેરોમાં દિવ્ય દરબાર યોજ્યો હતો.

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બાગેશ્વર બાબા અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરના મહિનાઓમાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી છે.

થોડા દિવસ પહેલા ગ્રેટર નોઈડામાં તેમની કથા હતી. જો કે તે હવે તેમના નિવેદનોના કારણે વિવાદમાં ફસાઈ રહ્યાં છે. પરણિત મહિલાઓ પર બાબાએ કરેલા નિવેદનનો વીડિયો વાયરલ થયો છે આ નિવેદના કારણે તેમનો વિરોધ થઇ રહ્યો છે.

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના પ્રવચન દરમિયાન મહિલાઓનું અપમાન કરતું વિવાદિત નિવેદન કર્યું છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રવચન આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મહિલાઓ વિશે નિવેદન આપ્યું હતું કે ‘ પરણિત સ્ત્રીઓએ ગળામાં મંગળસૂત્ર અને માંગ ભરવી જોઈએ નહિત તો લોકો સમજશે કે ‘પ્લોટ’ ખાલી છે.

આ પણ વાંચો :-

કુછ દિન તો ગુજારો ગુજરાત મેં… ગુજરાત ટુરિઝમની એડમાં હવે બિગ-બીના સ્થાને નવા હીરોની એન્ટ્રી થશે

0
  • ગુજરાત સરકાર રાજ્યના ૧૨ પ્રવાસન સ્થળોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજ્ય સરકારની પ્રથમ પસંદગી છે. પરંતું બિગબીએ ગુજરાત આવવાને બદલે મુંબઈ શુટિંગ કરવાની ઓફર મૂકી.

ગુજરાત ટુરિઝમ એટલે દરેકના મગજમાં કુછ દિન તો ગુજારો ગુજરાત મેં… આ ડાયલોગ યાદ આવે. આ ડાયલોગ યાદ આવતા જ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો ચહેરો નજર સામે તરી આવે. વર્ષો સુધી ગુજરાત ટુરિઝમની એડમાં અમિતાભ બચ્ચનના આ ડાયલોગે જમાવટ કરી છે. તેમના દમદાર અવાજને કારણે અનેક પ્રવાસીઓ ગુજરાત ખેંચાઈને આવ્યા.

પરંતું હવે આ ડાયલોગ અન્ય સ્ટારના મોઢે સાંભળવા મળે તો નવાઈ ન પામતા. કારણ કે, ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ નવા હીરોની એન્ટ્રી થઈ શકે છે. ગુજરાત પ્રવાસન વિભાગ એડ કેમ્પિંગમાં નવી એન્ટ્રીની શક્યતા છે.

કારણ કે, અમિતાભ બચ્ચને ગુજરાત ટુરિઝમની એડના શુટિંગ માટે ગુજરાત આવવાની અસમર્થતા બતાવી છે. અમિતાભે મુંબઈમાં શૂટિંગ કરવા તૈયારીની વાત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી કક્ષાએ આ અંગે હવે આખરી નિર્ણય લેવાશે. આખરી નિર્ણય વાઈબ્રન્ટ ગુજરાત પહેલા લઈ લેવાશે.

એક દાયકા પહેલાં ગુજરાત સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. જેના કારણે ગુજરાતના પ્રવાસનને ઘણો ફાયદો થયો હતો. હવે ફરી લગભગ ૧૨ વર્ષ બાદ ગુજરાત સરકાર નવી જગ્યાઓના પ્રમોશનની તૈયારી કરી રહી છે.

પરંતુ કુછ દિન તો ગુજારો ગુજરાત મેં.. ગુજરાત પ્રવાસન વિભાગના એડ કેમ્પિંગમાં નવા હીરોની એન્ટ્રી થવાની શક્યતા દેખાઈ રહી છે. પ્રવાસન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત આવીને શૂટિંગ કરવા પોતાની અસમર્થતા બતાવી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત પ્રવાસન વિભાગને મુંબઈમાં આવીને શૂટિંગ કરે તો પોતે તૈયાર હોવાની વાત કરી છે. જોકે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં શૂટિંગ થાય તેવો અત્યારે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલો મુખ્યમંત્રી કક્ષાએ પહોંચ્યો છે.

હવે મુખ્યમંત્રી કક્ષાએ જ આ અંગે આખરી નિર્ણય લેવાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવે નિર્ણય લેશે કે, એડમાં અમિતાભ બચ્ચનનો માત્ર અવાજ લેવો કે પછી કોઈ નવા હીરોને ગુજરાત ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી ગુજરાતમાં શૂટિંગ કરાવવું. આખરી નિર્ણય વાઈબ્રન્ટ ગુજરાત પહેલા લઈ લેવામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે.

બિગબીનો અવાજ ફેમસ થયા હતા  :

ગુજરાત સરકાર રાજ્યના ૧૨ પ્રવાસન સ્થળોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજ્ય સરકારની પ્રથમ પસંદગી છે. ખુશ્બૂ ગુજરાત કી અને કૂછ દિન તો ગુજારો ગુજરાત મેં, બંને ટેગલાઈન પ્રવાસન જગતમાં સફળ રહી હતી. બિગ બીના અભિયાન બાદ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો. ગુજરાત સરકારનું પ્રવાસન પ્રમોશન ગુજરાતની સુગંધ સાથે જોડાયેલું છે.

આ પણ વાંચો :-

ચંદ્રયાન-૨ એ મોકલ્યો ચંદ્રયાન-૩નો તસ્વીરો, રોવર પ્રજ્ઞાનનો પણ જબરદસ્ત વિડીયો સામે આવ્યો

0
  • ચંદ્રયાન ૩નું લેન્ડર જ્યાં ઉતર્યું છે ત્યાંની તસવીર ચંદ્રયાન ૨ના ઓર્બિટરે મોકલી છે. તસવીરમાં ચંદ્રયાન ૩નું લેન્ડર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અહીં આ ઉપરાંત ઈસરોએ પ્રજ્ઞાન રોવરના લેન્ડર વિક્રમમાંથી બહાર આવવાનો એક વીડિયો પણ શેર કર્યો છે.

ચંદ્રયાન ૨ના ઓર્બિટરથી નવો સંદેશો આવ્યો છે. તેણે લખ્યું છે કે તે ચંદ્રયાન ૩ના લેન્ડરની જાસૂસી કરી રહ્યું છે. અસલમાં ચંદ્રયાન ૨ના ઓર્બિટરે ચંદ્રયાન 3ના લેન્ડર ઉપરથી તસવીર લીધી છે. બે તસવીરોનું કોમ્બીનેશન છે. જેમાં ડાબી બાજુવાળા ફોટામાં જગ્યા ખાલી છે. જ્યારે જમણા ફોટામાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરેલું જોવા મળે છે.

જમણી તસવીરમાં લેન્ડર દેખાઈ રહ્યું છે જેને ઝૂમ કરીને ઈનસેટમાં પણ દેખાડવામાં આવ્યું છે. ચંદ્રયાન ૨માં ઓર્બિટર હાઈ રિઝોલ્યૂશન કેમેરા લાગ્યા છે. ચંદ્રની ચારેબાજુ હાલ જેટલા પણ દેશોના ઓર્બિટર ઘૂમી રહ્યા છે તેમાંથી સૌથી સારો કેમેરો ચંદ્રયાન ૨ના ઓર્બિટરમાં લાગ્યો છે.

બંને તસવીરો લોન્ચિંગવાળા દિવસે લેવાઈ હતી. ડાબી બાજુની પહેલી તસવીર ૨૩ ઓગસ્ટના રોજ બપોરે ૨.૨૮ મિનિટ પર લેવાઈ હતી. જેમાં ચંદ્રની સપાટી પર કોઈ લેન્ડર દેખાઈ રહ્યું નથી. બીજી તસવીર ૨૩ ઓગસ્ટની રાતે ૧૦.૧૭ મિનિટ પર લેવાઈ હતી. જેમાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરેલું જોવા મળી રહ્યું છે.

તેનાથી કન્ફ્યૂઝ થવાની જરૂર નથી. લેન્ડરની તસવીર રાતે સવા દસ વાગ્યાની આજુબાજુની છે. તો પછી ફોટો કેવી રીતે આવ્યો. ચંદ્ર પર જ્યાં લેન્ડર ઉતર્યું છે ત્યાં હાલ આગામી ૧૪ દિવસ સુધી દિવસ રહેશે. આથી ૨૩ ઓગસ્ટની સાંજે લેન્ડિંગનો સમય પસંદ કરાયો હતો. જેથી કરીને સૂર્યની રોશની સતત મળી શકે. આપણા માટે ધરતી પર રાત હતી પરંતુ ત્યાં હજુ પણ સૂરજ ઉગેલો છે. આગામી ૧૪ દિવસ સુધી સુરજ ઉગેલો રહેશે.

આ પણ વાંચો :-

સુરતમાં ફોરેસ્ટ ઓફિસરના ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી દિવાલ ધરાશાયી, પત્ની અને પુત્ર ઘાયલ

0
  • સુરતમાં અઠવાલાઈન્સ વિસ્તારમાં વહેલી સવારે ગેલનો સિલિન્ડર બ્લાસ્ટ (Gas Cylinder Blast) થવાની ઘટના સામે આવી છે.

સુરતમાં અઠવાલાઈન્સ વિસ્તારમાં વહેલી સવારે ગેલનો સિલિન્ડર બ્લાસ્ટ (Gas Cylinder Blast) થવાની ઘટના સામે આવી છે. ફોરેસ્ટ ઓફિસરના ઘરમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટમાં તેમનો આબાદ બચાવ થયો. પરંતુ પત્ની અને બાળક ઘાયલ થયા હતા. તો ઘરમાં પણ દિવાલ પડી જતા મોટું નુકસાન થયું હતું.

સુરત શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલ પ્રાંત હાઉસ કેમ્પસના એક ઘરમાં વહેલી સવારે 5 વાગે ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ઘરની દીવાલો અને બારીઓમાં તિરાડો પડી ગઈ હતી. ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા ઘરમાં રહેતા ૩૫ વર્ષીય કૌશલ્યાબેન અને એમનો ૧૩ વર્ષીય બાળક સર્વેશ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જેમને સારવાર માટે સાયન ગ્લોબલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરની બારીના કાચ પણ તૂટી ગયા હતા. જ્યારે દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી. બ્લાસ્ટના કારણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. જોકે બ્લાસ્ટની ઘટનામાં ઘરમાં રહેતા ફોરેસ્ટ અધિકારીનો નસીબે બચાવ થયો હતો.

જે ઘરમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ થયું હતું એ ઘર મણીશ્વર રાજાનું છે તેઓ ફોરેસ્ટ વિભાગમાં વલસાડ ખાતે ફરજ બજાવે છે. આ ઘટનાની જાણ થતા સુરતના અધિકારીઓ પ્રાંત હાઉસ કેમ્પસમાં પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો :-

 

 

મોરબીના હળવદમાં ગમખ્વાર અકસ્માત : રાહદારીઓને ટ્રકચાલકે અડફેટમાં લેતા ઘટનાસ્થળે જ ૨ સગીરા..

0
  • ટ્રકે રોડની સાઈડમાં ઉભેલા ત્રણ લોકોને અડફેટે લીધા, ઘટનામાં બે સગીરાના મોત, ટ્રક ચાલક સહિત બે વ્યક્તિને ઈજા.

રાજ્યમાં આજે ફરી એક વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે અકસ્માતમાં ૨ લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ ટ્રકે રોડની સાઈડમાં ઉભેલા ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બે સગીરાના મોત થયા છે. ઘટનાને લઈ મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મોરબી જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટનામાં બે સગીરાએ જીવ ગુમાવ્યો છે. વિગતો મુજબ હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે રોડની સાઈડમાં બે સગીરા સહિત ઉભેલા ત્રણ લોકોને એક બેફામ ટ્રકે અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે બે સગીરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ તરફ ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે.

બે સગીરાના મોત અને બે ઈજાગ્રસ્ત :

હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે બનેલ અકસ્માતની ઘટનામાં બે સગીરાના મોત થયા છે. આ સાથે ટ્રક ચાલક સહિત ૨ વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં જ હળવદ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ભગવાનને પણ ના છોડયા ! મંદિરની દાનપેટીમાં ૧૦૦ કરોડનો ચેક નાખ્યો, પરંતુ ખાતામાં મળ્યાં માત્ર..

0
  • દક્ષિણ ભારતના મંદિરોમાં ભારે દાનના કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે. પણ અમુક એવા ભક્તો પણ હોય છે જેઓ ભગવાન સાથે જ દગો કરી જતા હોય છે.

મંદિરની દાનપેટીમાં એક ભક્તે ૧૦૦ કરોડનો ચેક નાખી દીધો હતો. જ્યારે મંદિરના મેનેજમેન્ટે આ ચેક કેશ કરાવવા માટે બેન્કનો સંપર્ક કર્યો તો તેના એકાઉન્ટમાં ફક્ત ૨૨ જ રૂપિયા નીકળ્યા હતા. જોકે કેટલાક અહેવાલોમાં ૧૭ રૂપિયા નીકળ્યા હોવાનો પણ દાવો કરાયો છે.

વિશાખાપટ્ટનમના આ મંદિરમાં બની ઘટના :

તાજેતરની ઘટના વિશાખાપટ્ટનમમાં બની હતી. સિમ્હાચલમ દેવસ્થાનમના અધિકારીઓ ત્યારે  અચરજમાં પડી ગયા જ્યારે તેમને બુધવારે હુંડી સંગ્રહની ગણતરી વખતે મંદિરમાં દાન કરાયેલા ૧૦૦ કરોડ રૂપિયાનો ચેક મળ્યો. આ ચેક પર કોઈ બોડ્ડેપલ્લી રાધાકૃષ્ણ નામની વ્યક્તિના હસ્તાક્ષર હતા.

બેન્ક વેરિફિકેશનમાં આંખો પહોળી થઈ ગઈ :

મંદિરના સૂત્રોએ જણાવ્યું કે ભક્તોના બેન્ક ખાતાનું વેરિફિકેશન કરવામાં આવતા જાણ થઈ કે રાધાકૃષ્ણના ખાતામાં ફક્ત ૨૨ જ રૂપિયા હતા. જોકે તેનું સરનામું મળ્યું નથી. સિમ્હાચલ ઈઓએ કહ્યું કે આ મંદિર માટે કોઈ નવાઈની વાત નથી. અગાઉ પણ ભક્તો દ્વારા આવી મોટી રકમના ચેક હુંડીમાં નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારા સાવધાન, કેનેડા સરકારના આ નિર્ણયથી તમારું પ્લાનિંગ ફેલ જશે

  • આશરે ૩૯.૫ મિલિયન લોકોની વસ્તી ધરાવતું કેનેડા વર્ષ ૨૦૨૫માં રેકોર્ડ ૫,૦૦,૦૦૦ નવા કાયમી રહેવાસીઓ સ્વીકારવાની યોજના ધરાવે છે. આવામાં જ કેનેડા સરકાર કોઈ પણ નિર્ણય લે તો તેની મોટી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી શકે છે. જેઓ કેનેડા વસવાટના ખ્વાબ જોઈ રહ્યાં છે.

હાલ ગુજરાતમાં જેને જુઓ એને વિદેશ જવુ છે. કેનેડા, અમેરિકા, યુકે જેવા દેશોમાં સ્થાયી થવા ગુજરાતીઓ તલપાપડ બન્યા છે. આવામાં કેનેડાનો ક્રેઝ સૌથી વધુ છે. જુવાનિયાઓમાં કેનેડા હોટ ફેવરિટ કન્ટ્રી છે. પરંતુ જો તમે કેનેડા સેટલ્ટ થવાના ખ્વાબ જોઈ રહ્યા છો તો ચેતી જવાની જરૂર છે. કારણ કે કેનેડા સરકાર તરફથી સંકટના સમાચાર મળ્યા છે. કેનેડા સરકાર જલ્દી જ સ્ટુડન્ટ વિધા પર મર્યાદા લગાવવાની વિચારણા કરી શકે છે.

કેનેડાના નવા હાઉસિંગ મિનિસ્ટર સીન ફ્રેઝરે સોમવારે જણાવ્યું હતું કે, કેનેડિયન સરકાર રહેણાંક સ્થળોની વધતી કિંમતોને ધ્યાને રાખીને છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહેલા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણ રાખવા અંગે વિચાર કરી શકે છે.

આનું કારણ પણ તમને જણાવી દઈએ. કારણ કે, કેનેડા સરકારના ડેટા અનુસાર વર્ષ ૨૦૧૨ માં કેનેડા સરકારે ૨ લાખ ૭૫ હજાર વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝાથી એન્ટ્રી આપી હતી. પરંતું વર્ષ ૨૦૨૨ માં એકાએક આ સંખ્યામાં વધારો થયો. કેનેડામાં બહારથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૮ લાખને પહોંચી ગઈ છે. તઆ કારણે કેનેડાના માર્કેટ પર અને નોકરીની વ્યવસ્થા પર મોટી અસર પડી રહી છે.

જો કે સ્ટુડન્ટ વિઝા ઓછા આપવા પર કેનેડા સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. પરંતું જો આ સંખ્યામાં વધારો થયો તો સરકાર વહેલી તકે કોઈ નિર્ણય લઈ શકે છે.

આશરે ૩૯,૫ મિલિયન લોકોની વસ્તી ધરાવતું કેનેડા વર્ષ ૨૦૨૫માં રેકોર્ડ ૫,૦૦,૦૦૦ નવા કાયમી રહેવાસીઓ સ્વીકારવાની યોજના ધરાવે છે. આવામાં જ કેનેડા સરકાર કોઈ પણ નિર્ણય લે તો તેની મોટી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી શકે છે. જેઓ કેનેડા વસવાટના ખ્વાબ જોઈ રહ્યાં છે.

આ પણ વાંચો :-