ચંદ્રયાન-૨ એ મોકલ્યો ચંદ્રયાન-૩નો તસ્વીરો, રોવર પ્રજ્ઞાનનો પણ જબરદસ્ત વિડીયો સામે આવ્યો

Share this story
  • ચંદ્રયાન ૩નું લેન્ડર જ્યાં ઉતર્યું છે ત્યાંની તસવીર ચંદ્રયાન ૨ના ઓર્બિટરે મોકલી છે. તસવીરમાં ચંદ્રયાન ૩નું લેન્ડર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અહીં આ ઉપરાંત ઈસરોએ પ્રજ્ઞાન રોવરના લેન્ડર વિક્રમમાંથી બહાર આવવાનો એક વીડિયો પણ શેર કર્યો છે.

ચંદ્રયાન ૨ના ઓર્બિટરથી નવો સંદેશો આવ્યો છે. તેણે લખ્યું છે કે તે ચંદ્રયાન ૩ના લેન્ડરની જાસૂસી કરી રહ્યું છે. અસલમાં ચંદ્રયાન ૨ના ઓર્બિટરે ચંદ્રયાન 3ના લેન્ડર ઉપરથી તસવીર લીધી છે. બે તસવીરોનું કોમ્બીનેશન છે. જેમાં ડાબી બાજુવાળા ફોટામાં જગ્યા ખાલી છે. જ્યારે જમણા ફોટામાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરેલું જોવા મળે છે.

જમણી તસવીરમાં લેન્ડર દેખાઈ રહ્યું છે જેને ઝૂમ કરીને ઈનસેટમાં પણ દેખાડવામાં આવ્યું છે. ચંદ્રયાન ૨માં ઓર્બિટર હાઈ રિઝોલ્યૂશન કેમેરા લાગ્યા છે. ચંદ્રની ચારેબાજુ હાલ જેટલા પણ દેશોના ઓર્બિટર ઘૂમી રહ્યા છે તેમાંથી સૌથી સારો કેમેરો ચંદ્રયાન ૨ના ઓર્બિટરમાં લાગ્યો છે.

બંને તસવીરો લોન્ચિંગવાળા દિવસે લેવાઈ હતી. ડાબી બાજુની પહેલી તસવીર ૨૩ ઓગસ્ટના રોજ બપોરે ૨.૨૮ મિનિટ પર લેવાઈ હતી. જેમાં ચંદ્રની સપાટી પર કોઈ લેન્ડર દેખાઈ રહ્યું નથી. બીજી તસવીર ૨૩ ઓગસ્ટની રાતે ૧૦.૧૭ મિનિટ પર લેવાઈ હતી. જેમાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરેલું જોવા મળી રહ્યું છે.

તેનાથી કન્ફ્યૂઝ થવાની જરૂર નથી. લેન્ડરની તસવીર રાતે સવા દસ વાગ્યાની આજુબાજુની છે. તો પછી ફોટો કેવી રીતે આવ્યો. ચંદ્ર પર જ્યાં લેન્ડર ઉતર્યું છે ત્યાં હાલ આગામી ૧૪ દિવસ સુધી દિવસ રહેશે. આથી ૨૩ ઓગસ્ટની સાંજે લેન્ડિંગનો સમય પસંદ કરાયો હતો. જેથી કરીને સૂર્યની રોશની સતત મળી શકે. આપણા માટે ધરતી પર રાત હતી પરંતુ ત્યાં હજુ પણ સૂરજ ઉગેલો છે. આગામી ૧૪ દિવસ સુધી સુરજ ઉગેલો રહેશે.

આ પણ વાંચો :-