કુછ દિન તો ગુજારો ગુજરાત મેં… ગુજરાત ટુરિઝમની એડમાં હવે બિગ-બીના સ્થાને નવા હીરોની એન્ટ્રી થશે

Share this story
  • ગુજરાત સરકાર રાજ્યના ૧૨ પ્રવાસન સ્થળોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજ્ય સરકારની પ્રથમ પસંદગી છે. પરંતું બિગબીએ ગુજરાત આવવાને બદલે મુંબઈ શુટિંગ કરવાની ઓફર મૂકી.

ગુજરાત ટુરિઝમ એટલે દરેકના મગજમાં કુછ દિન તો ગુજારો ગુજરાત મેં… આ ડાયલોગ યાદ આવે. આ ડાયલોગ યાદ આવતા જ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો ચહેરો નજર સામે તરી આવે. વર્ષો સુધી ગુજરાત ટુરિઝમની એડમાં અમિતાભ બચ્ચનના આ ડાયલોગે જમાવટ કરી છે. તેમના દમદાર અવાજને કારણે અનેક પ્રવાસીઓ ગુજરાત ખેંચાઈને આવ્યા.

પરંતું હવે આ ડાયલોગ અન્ય સ્ટારના મોઢે સાંભળવા મળે તો નવાઈ ન પામતા. કારણ કે, ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ નવા હીરોની એન્ટ્રી થઈ શકે છે. ગુજરાત પ્રવાસન વિભાગ એડ કેમ્પિંગમાં નવી એન્ટ્રીની શક્યતા છે.

કારણ કે, અમિતાભ બચ્ચને ગુજરાત ટુરિઝમની એડના શુટિંગ માટે ગુજરાત આવવાની અસમર્થતા બતાવી છે. અમિતાભે મુંબઈમાં શૂટિંગ કરવા તૈયારીની વાત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી કક્ષાએ આ અંગે હવે આખરી નિર્ણય લેવાશે. આખરી નિર્ણય વાઈબ્રન્ટ ગુજરાત પહેલા લઈ લેવાશે.

એક દાયકા પહેલાં ગુજરાત સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. જેના કારણે ગુજરાતના પ્રવાસનને ઘણો ફાયદો થયો હતો. હવે ફરી લગભગ ૧૨ વર્ષ બાદ ગુજરાત સરકાર નવી જગ્યાઓના પ્રમોશનની તૈયારી કરી રહી છે.

પરંતુ કુછ દિન તો ગુજારો ગુજરાત મેં.. ગુજરાત પ્રવાસન વિભાગના એડ કેમ્પિંગમાં નવા હીરોની એન્ટ્રી થવાની શક્યતા દેખાઈ રહી છે. પ્રવાસન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત આવીને શૂટિંગ કરવા પોતાની અસમર્થતા બતાવી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત પ્રવાસન વિભાગને મુંબઈમાં આવીને શૂટિંગ કરે તો પોતે તૈયાર હોવાની વાત કરી છે. જોકે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં શૂટિંગ થાય તેવો અત્યારે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલો મુખ્યમંત્રી કક્ષાએ પહોંચ્યો છે.

હવે મુખ્યમંત્રી કક્ષાએ જ આ અંગે આખરી નિર્ણય લેવાશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવે નિર્ણય લેશે કે, એડમાં અમિતાભ બચ્ચનનો માત્ર અવાજ લેવો કે પછી કોઈ નવા હીરોને ગુજરાત ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી ગુજરાતમાં શૂટિંગ કરાવવું. આખરી નિર્ણય વાઈબ્રન્ટ ગુજરાત પહેલા લઈ લેવામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે.

બિગબીનો અવાજ ફેમસ થયા હતા  :

ગુજરાત સરકાર રાજ્યના ૧૨ પ્રવાસન સ્થળોનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે. બિગ બી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજ્ય સરકારની પ્રથમ પસંદગી છે. ખુશ્બૂ ગુજરાત કી અને કૂછ દિન તો ગુજારો ગુજરાત મેં, બંને ટેગલાઈન પ્રવાસન જગતમાં સફળ રહી હતી. બિગ બીના અભિયાન બાદ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો. ગુજરાત સરકારનું પ્રવાસન પ્રમોશન ગુજરાતની સુગંધ સાથે જોડાયેલું છે.

આ પણ વાંચો :-