માન્યતા : ઘરમાં હનુમાનજીની આ ૪ તસવીરો લગાવતા પહેલાં આ વાંચી લેજો, નહીં તો થઇ શકે છે નુકસાન

Share this story
  • ઘરમાં હનુમાનજીની મૂર્તિ રાખીને તેમની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીની આ ૪ મૂર્તિ ઘરમાં ના લગાવવી જોઈએ. આ મૂર્તિ લગાવવાથી અશુભ અસર થાય છે, જેના કારણે નુકસાન થાય છે.

માનવામાં આવે છે કે, જો તમે કળયુગમાં કોઈને પ્રસન્ન કરવા માંગો છો, તો તે હનુમાનજી છે, તેઓ જલ્દી પ્રસન્ન થાય છે. હનુમાનજીની પૂજા માટે મંગળવાર અને શનિવારને ઉત્તમ માનવામાં આવે છે. ઘરમાં હનુમાનજીની મૂર્તિ રાખીને તેમની પૂજા કરવામાં આવે છે.

હનુમાનજીની ૪ મૂર્તિ ઘરમાં ના લગાવવી જોઈએ. આ મૂર્તિ લગાવવાથી અશુભ અસર થાય છે, જેના કારણે નુકસાન થાય છે. હનુમાનજીની શક્તિશાળી અને બુદ્ધિમાની માનવામાં આવે છે. ઘરમાં હનુમાનજીની સૌમ્ય મુદ્રાની તસવીર લગાવી શકાય છે. લાકડીથી બનેલ હનુમાનજી અથવા અન્ય દેવી દેવતાની મૂર્તિથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. લાકડીથી માત્ર ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રની મૂર્તિ બનાવવાનું વિધાન છે.

હનુમાનજીની આ ૪ તસવીર ના લગાવવી :

પંચમુખી હનુમાન – ઘરમાં ભૂલથી પણ પંચમુખી હનુમાનની તસવીર કે મૂર્તિ ના રાખવી જોઈએ. તંત્ર મંત્રની સાધનામાં પંચમુખી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. પંચમુખી હનુમાનજીની પૂજાની જાણકારી અને જ્ઞાન ના હોય તો ઘરમાં આ તસવીર ના રાખવી જોઈએ.

હનુમાનજીનું રૂદ્ર સ્વરૂપ – હનુમાનજી અશોક વાટિકામા સીતા માતા પાસે ચૂડામણિ લઈને જાય છે, ત્યારે સીતા માતા વિચારે છે કે, આટલુ નાનુ વાનર તેમની સહાયતા કેવી રીતે કરશે. તે સમયે હનુમાનજી મહાવિશાળ રૂદ્ર સ્વરૂપમાં પ્રગટ થાય છે. આ કારણોસર હનુમાનજીના આ રૂપનો ફોટો ઘરમાં ના લગાવવો જોઈએ.

લંકા દહન કરતો ફોટો – પૂજા ઘર અથવા ઘરના અન્ય રૂમમાં પણ હનુમાનજી લંકા દહન કરતા હોય તેવો ફોટો ના લગાવવો જોઈએ. હનુમાનજીના આ રૂપને ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે.

હનુમાનજી મકરી વધ કરતા હોય તેવો ફોટો – હનુમાનજી સંજીવની જડીબુટ્ટી લેવા જાય છે, ત્યારે કાલનેમી રાક્ષસ તેમનો રસ્તો રોકે છે. રામ નામનો જાપ કરતો હોવાથી હનુમાનજી ત્યાં જ રોકાઈ જાય છે. કાલનેમી સાધુ સ્વરૂપ ધારણ કરીને તેમને સરોવરમાં સ્નાન કરવા માટે કહે છે.

તે સમયે મકરી પાણીમાં રહે છે અને હનુમાનજીને મારવા માંગે છે. હનુમાનજી લાત મારીને મકરીનો વધ કરે છે અને તેનો ઉદ્ધાર થાય છે. આ કારણોસર હનુમાનજીના આ રૂપનો ફોટો ઘરમાં ના લગાવવો જોઈએ.

આ પણ વાંચો :-