Home Blog Page 986

જો આજે લોકસભા ચૂંટણી થાય તો આ રાજ્યમાં થાય NDAની હાર, સર્વેમાં કરવામાં આવ્યો દાવો

0
  • TMC ચીફ મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં NDAને ૧૮ અને INDIA ૨૪ બેઠકો મળી શકે છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓમાં લાગેલા તમામ રાજકીય પક્ષોની પરીક્ષા આડે હવે બહુ દિવસો બાકી નથી. થોડા મહિનાઓ પછી પરિણામો બધાની સામે હશે અને ખબર પડશે કે કોની સરકાર છે? આ પહેલા અનેક સમાચાર સંસ્થાઓ સર્વે દ્વારા વર્તમાન સ્થિતિને જાણવાનો પ્રયાસ કરી રહી છે.

સી-વોટર ફોર ઈન્ડિયા ટુડે દ્વારા આવો જ એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે કયા રાજ્યોમાં બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની હાર થઈ શકે છે. આ રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. તમિલનાડુ અને કેરળમાં NDAની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે.

કયા રાજ્યમાં કેટલી બેઠકો છે તેનો અંદાજ :

સર્વે મુજબ બિહારમાં NDAને ૧૪ અને ઈન્ડિયા એલાયન્સને ૨૬ સીટો મળી શકે છે. પંજાબમાં એનડીએને માત્ર ૧ સીટ જ્યારે INDIAને ૧૨ સીટ મળી શકે તેમ દર્શાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો એનડીએને ૨૦ અને અખિલ ભારતીય ગઠબંધનને ૨૮ બેઠકો મળવાનું દર્શાવવામાં આવ્યું છે. અહીં પણ ભાજપને તોડફોડનો કોઈ ફાયદો દેખાતો નથી. બીજી તરફ TMC ચીફ મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં NDAને ૧૮ અને INDIA ૨૪ બેઠકો મળી શકે છે.

દક્ષિણ ભારતના આ રાજ્યોમાં સૂપડા સાફ :

જો દેશના દક્ષિણી રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુને એવું રાજ્ય બતાવવામાં આવ્યું છે જ્યાં એનડીએ ગઠબંધનને એક પણ સીટ મળી નથી. અહીં રાજ્યની તમામ ૩૯ લોકસભા બેઠકો ભારત ગઠબંધનને આપવાનો અંદાજ છે. ગત વખતે પણ એનડીએને એકપણ સીટ મળી ન હતી. આ ઉપરાંત, ભારત ગઠબંધન કેરળમાં પણ ક્લીન સ્વીપ કરે તેવું લાગે છે. કેરળમાં ૨૦માંથી ૨૦ સીટો ઈન્ડિયા એલાયન્સના ખાતામાં જતી દર્શાવવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સરકારના મંત્રીમંડળમાં ત્રણ નવા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. વિંધ્યથી રાજેન્દ્ર શુક્લા, મહાકૌશલથી ગૌરીશંકર બિસેન અને બુંદેલખંડમાંથી રાહુલ લોધીને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલે ત્રણેય ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ત્રણ નવા મંત્રીઓને કયો પોર્ટફોલિયો ફાળવવામાં આવ્યો છે. ગૌરી શંકર બિસેન ઓબીસીમાંથી આવે છે. એવું માનવામાં આવે છે કે મહાકૌશલ ક્ષેત્રમાં તેમનો ઘણો પ્રભાવ છે. બીજી તરફ, રાજેન્દ્ર શુક્લ બ્રાહ્મણોના મોટા નેતા માનવામાં આવે છે અને વિંધ્ય પ્રદેશમાં તેમનો પ્રભાવ છે.

આ પણ વાંચો :-

ચંદ્ર પર ધૂળ ઉડે ખરી ? ચંદ્રયાનના કથિત ડિઝાઈનર મિતુલ ત્રિવેદીના દાવાઓમાં કેટલો દમ ?

0
  • Chandrayaan-3ની ડિઝાઈન સુરતના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ બનાવી હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે આ શખ્સ ઈસરો સાથે જોડાયેલા છે કે કેમ આ અંગે જ સવાલો ઉઠી રહ્યા છે.

Chandrayaan-૩ની ડિઝાઈન સુરતના વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીએ બનાવી હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જો કે આ શખ્સ ઈસરો સાથે જોડાયેલા છે કે કેમ આ અંગે જ સવાલો ઉઠી રહ્યા છે. સૂત્રોના હવાલેથી કેટલાક મીડિયા અહેવાલોમાં પ્રકાશિત થયેલી વિગતો પ્રમાણે મિતુલ ત્રિવેદી નામનો કોઈ વ્યક્તિ ઈસરો સાથે સંકળાયેલો નથી.

મિતુલ અને તેના શિક્ષકની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ :

૨૩ ઓગસ્ટે Chandrayaan-૩ના સફળ લેન્ડિગ બાદ સુરતનો મિતુલ ત્રિવેદી ચર્ચામાં હતો કારણ કે તેણે દાવો કર્યો હતો કે, ચંદ્રયાન-૩ની ડિઝાઈન તેણે જ બનાવી છે. આટલું જ નહીં મિતુલ અને તેના શિક્ષકની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, આથી બધાને એવું લાગ્યું કે તેણે જ ચંદ્રયાન-૩ની ડિઝાઈન બનાવી છે.

આ ઓડિયો ક્લિપમાં મિતુલ તેમના શિક્ષકને જણાવી રહ્યા છે કે, ચંદ્રયાનની મારી બનાવેલી ડિઝાઈનના કારણે ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન ઘણી ઓછી ધૂળ ઉડી. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થયો કે, ચંદ્ર પર તો વાતાવરણ એટલે કે હવા જ નથી તો ધૂળ ઉડે તો પણ કેવી રીતે ઉડે?

શું કહ્યું ISROના પૂર્વ સ્પેસ સાયન્ટિસ્ટે ?

આ અંગે અમે ISROના પૂર્વ સ્પેસ સાયન્ટિસ્ટ ચિંતન ભટ્ટ સાથે વાતચિત કરી જાણવાનો પ્રયાસ કરતા તેમણે જણાવ્યું હતું, “પહેલા તો હું તમને જણાવી દઉં કે આ વાતમાં મને કોઈ ઓથેન્ટિક હોય એવું લાગતું નથી કે આ ડિઝાઈન તેણે બનાવી હોય.

ISROમાંથી કોઈએ એવો ક્લેઈમ નથી કર્યો કે “આ મેં ડિઝાઈન કર્યું છે.” અમારૂ એ કલ્ચર નથી, કે આવી રીતે મીડિયામાં અમે જઈને કહીએ. એ ઓફિશિયલ ચેનલ થ્રુ જ આવે. હું ઘણા સમયથી ઈસરો સાથે કનેક્ટેડ નથી. એટલે મિતુલ ISRO સાથે સંકળાયેલો છે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ ન હોવાના ચાન્સિસ વધારે છે.”

ચંદ્ર પર ધૂળ ઉડે ખરી :

સાથે જ ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર લેન્ડ થયું ત્યારે ધૂળની ડમરીઓ ઉડે કે કેમ અથવા ઓછી ઉડે કે ન ઉડે એ અંગે પણ જાણવાનો પ્રયાસ કરતા તેમણે જણાવ્યું હતું, “ધૂળની ડમરીઓ ઉછળવા પાછળ શક્યતાઓ એટલા માટે હોય કારણ કે, પ્રોપલેન્ટ ખૂબ જ ફોર્સથી હવા છોડતા હોય છે. જેના કારણે ધૂળ ઉડી શકે. ધૂળ ઉડે ખરી એ વાત સાચી, વાતાવરણ નથી એટલે એની જાતે જાતે કશું ન થાય, પણ ફોર્સથી જે અગ્નિ આવતું હોય એના લીધે ઉડી શકે.”

આ પણ વાંચો :-

કોચમાં ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યા હતા સિલિન્ડર ? મદુરાઈ પાસે ટ્રેનમાં આગ

0
  • તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર શનિવારે વહેલી સવારે મોટી દુર્ઘટના ઘટી. અહીં એક યાત્રી ટ્રેનના કોચની અંદર આગ લાગવાથી ૯ જેટલા લોકો જીવતા ભૂંજાયા. આ ઉપરાંત અન્ય ૨૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર શનિવારે વહેલી સવારે મોટી દુર્ઘટના ઘટી. અહીં એક યાત્રી ટ્રેનના કોચની અંદર આગ લાગવાથી ૯ જેટલા લોકો જીવતા ભૂંજાયા. આ ઉપરાંત અન્ય ૨૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

રેલવે સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના લખનઉ-રામેશ્વરમ એક્સપ્રેસમાં ઘટી. તમામ આઠ પીડિતો યુપીના રહીશ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ જે કોચમાં આગ લાગી તેમાં કુલ ૫૫ મુસાફરો હતા.

કેવી રીતે લાગી આગ :

મળતી માહિતી મુજબ મદુરાઈ રેલવે સ્ટેશન પર યાત્રી ટ્રેનના એક કોચમાં અચાનક ભીષણ આગ લાગી. આગ સવારે ૫.૧૫ વાગ્યાની આજુબાજુ  લાગી. મદુરાઈના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે પુષ્ટિ કરતા કહ્યું કે ૯ લોકોના મોત થયા છે. ૨૦ લોકો ઘાયલ થયા છે જેમને મદુરાઈની ગવર્મેન્ટ રાજાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે.

અધિકારીઓના જણાવ્યાં મુજ આગ લાગવાની ઘટનાની સૂચના લગભગ ૫.૧૫ વાગે મળી જ્યારે ટ્રેન મદુરાઈ યાર્ડ જંકશન પર ઊભી હતી. રેલવેના જણાવ્યાં મુજબ કેટલાક પેસેન્જરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈને કોચમાં ઘૂસી ગયા હતા. રેલવેના જણાવ્યાં મુજબ કોઈ પણ જવલંનશીલ પદાર્થ રેલવે કોચમાં લઈને જવાની કડક મનાઈ છે. જે કોચમાં આગ લાગી તે એક પ્રાઈવેટ કોચ હતો.

ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યા હતા સિલિન્ડર :

રેલવેના જણાવ્યાં મુજબ સ્ટેશન અધિકારી દ્વારા ૨૬-૮-૨૩ના રોજ સવારે ૫.૧૫ વાગે મદુરાઈ યાર્ડમાં ખાનગી પાર્ટી કોચમાં આગ લાગવાની સૂચના આપવામાં આવી. તરત ફાયર સર્વિસને સૂચના આપવામાં આવી અને ફાયર ટેન્ડર અહીં ૫.૪૫ વાગે પહોંચ્યા. ૭.૧૫ વાગે આગ બૂઝાઈ લેવામાં આવી. કોઈ અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી. આ એક ખાનગી પાર્ટી કોચ છે જેને કાલે નાગરકોઈલ જંક્શન પર જોડવામાં આવ્યો હતો. પાર્ટી કોચને અલગ  કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઈન પર રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

 

મલાઈકાને છોડીને આ હસીનાને ડેટ કરી રહ્યો છે અર્જુન કપૂર ? અભિનેત્રીએ કહ્યું- બીક લાગે છે કે ક્યાંક આ..

  • મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ચર્ચાઓ કરવામાં આવી રહી છે. હાલમાં અર્જુન કપૂરની નવી ગર્લફ્રેન્ડ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે.

અવાર નવાર મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના અફેરના કિસ્સાઓ વિશે ચર્ચા થતી રહે છે. તેમના બ્રેકઅપની ચર્ચાઓ પણ કરવામાં આવી રહી છે. લોકો જાણવા માટે આતુર છે કે બ્રેકઅપ પછી તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવી કે નહીં. જો કોઈ વ્યક્તિ આવી છે. તો તે વ્યક્તિ કોણ છે? હાલમાં અર્જુન કપૂરની નવી ગર્લફ્રેન્ડ વિશે ચર્ચા કરવામાં આવી રહી છે.

અર્જુન કપૂરની નવી ગર્લફ્રેન્ડ કોણ છે ?

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. હાલમાં તેઓ એક નવી હસીનાને ડેટ કરી રહ્યા છે. અર્જુન કપૂરની આ નવી ગર્લફ્રેન્ડનું નામ કુશા કપિલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કુશા કપિલા ખુદ હેરાન થઈ :

મીડિયા અહેવાલ અનુસાર આ બાબતે કુશા કપિલા ખુદ હેરાન છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર કુશા કપિલાએ આ બાબતે એક પોસ્ટ કરી છે કે, તેઓ દરરોજ પોતાના વિશે આ બધુ સાંભળીને તેમણે જાતે જ ઈન્ટ્રોડ્યુઝ થવું પડે છે.

દરરોજ આ બધુ વાંચીને વિચારું છું કે, ક્યાંક મમ્મી આ બધું વાંચી ના લે. તમને જણાવી દઈએ કે, કુશા કપિલા થોડા સમય પહેલા જ તેના પતિ જોરાવર અહલૂવાલિયાથી અલગ થઈ છે. કુશા કપિલા થોડા સમયમાં ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ ‘થેંક યૂ ફોર કમિંગ’માં જોવા મળશે. ભૂમિ પેડનેકર અર્જુન કપૂર સાથે એક રોમેન્ટીક કોમેડી ફિલ્મમાં જોવા મળશે.

આ પણ વાંચો :-

સુરતમાં બોગસ રોહિત શર્માની ધરપકડ : સ્પામાં કામ કરતી હિંદુ યુવતી સાથે….

0
  • સુરતમાં બનાવટી ડોક્યુમેન્ટ બનાવી રાંદેરના હિંદુ વિસ્તારમાં રહેતા મોહમ્મદ તોહીદુલ અજિજ હક્ક નામના શખ્સને એસઓજી પોલીસે દબોચી લીધો હતો.

સુરતમાંથી લોકોની આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હિંદુ નામ ધારણ કરીને હિંદુ વિસ્તારમાં રહેતા એક યુવકને ઝડપી લેવામાં સુરત એસઓજી પોલીસે સફળતા સાંપડી છે. આ કિસ્સો સામે આવતા વિસ્તારવાસીઓમાં ઉહાપોહ મચી ગયો હતો. હાલ પોલીસે આ શખ્સને દબોચી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મિત્રની મદદથી રોહિત શર્મા બન્યો :

પોલીસે બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં મહોમ્મદ તોહિદુલ અઝીઝ હક્ક નામનો શખ્સ પોલીસ ઝપટે ચડયો હતો. જેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં આરોપીએ હિંદુ તરીકેની ખોટી ઓળખ આપીને સ્પામાં કામ કરતી હિંદુ યુવતી સાથે લગ્ન પણ કરી લીધા હતા. મિત્રની મદદથી મહોમ્મદ તોહિદુલ પોતે રોહિત શર્મા બન્યો હોવાનો ધડાકો થયો છે.

Arrest of accused living in Hindu area of Rander based on forged document in Surat

સ્પામાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો :

તપાસમાં બહાર આવ્યું કે આ શખ્સ રોહિત શર્મા નામનું ખોટુ આધારકાર્ડ બનાવી હિંદુ વિસ્તારમાં રહેતો હતો. વધુમાં ઝડપાયેલો ઈસમ પcના ડાંગી બસ્તી ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. વધુમાં સુરતમાં આ યુવક વિવિધ સ્પામાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. હાલ આ સમગ્ર મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને પોલીસે આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

પાવાગઢ ખાતે આવેલ રોપ-વેમાં સર્જાઈ હતી ખામી, સદનસીબે દુર્ઘટના ટળી

0
  • પંચમહાલ જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ ખાતે ફરી એક વાર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. પાવાગઢ ખાતે આવેલ રોપવેમાં ખામી સર્જાઈ હતી. જો કે સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ છે. રોપ-વે કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો હતો. જેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

યાત્રાધામ પાવાગઢ ખાતે એક મોટી દુર્ઘટના ટળી છે. યાત્રાધામ પાવાગઢમાં ખાતે યાત્રાળુઓની સુવિધા માટે બનાવેલ રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો હતો. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી છે. આ ઘટનાને પગલે ઉડન ખટોલામાં બેઠેલા લોકોનો જીવ પડીકે બંધાયો છે.

રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં અડધો કલાક સુધી લોકોથી ભરેલી ડોલીઓ હવામાં લટકી રહી હતી. જેના કારણે રોપ વેમાં બેઠેલા શ્રદ્ધાળુઓના શ્વાસ અદ્ધર થયા હતા. પાવાગઢમાં ઉષા બ્રેક કંપની ઉડન ખટોલા સેવા ચલાવે છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે મોડી સાંજે પાવાગઢ ખાતે રોપ-વેનાં પિલર નંબર- ૪ની ગરગડીમાંથી કેબલ ઊતરી જતાં રોપ-વે સેવા અટકી ગઈ હતી. જેના કારણે ઉડન ખટોલાની ૧૦થી વઘુ બોગીમાં સવાર યાત્રાળુઓ પણ અધવચ્ચે અટવાયા હતા. ઘટના બનતાં જ તાત્કાલિક કેબલને ફરી ગરગડી પર ચડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. કેબલ ઉતરી જવાની ઘટના બનતાં જ સંચાલકો દ્વારા યાત્રિકોને સલામત રીતે નીચે ઉતારવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

કંપનીએ ગેટ પર તાળુ માર્યુ :

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે રોપવેમાં ખામી સર્જાઈ હતી. જેને કારણે રોપ વે કેબલ ટ્રેક પરથી ઉતારી જતા ઉડન ખટોલામાં બેસેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા. ઉડન ખટોલામાં બેસેલા લોકો લગભગ અડધો કલાક સુધી રોપ-વેમાં ઝૂલતા રહ્યા હતા. સમગ્ર ઘટનામાં ઉડન ખટોલાનું સંચાલન કરતી કંપનીની બેદરકારી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનામાં સંચાલન કરતી ઉષા બ્રેક કંપનીની નિષ્કાળજીને લીધે ઘટના બની હોવાની ચર્ચા થઇ રહી છે. મહત્વનું છે કે હજુ થોડા દિવસ અગાઉ જ મેન્ટેનન્સના નામ પર ઉડન ખટોલા ૫ દિવસ બંધ કરાયો હતો તેમ છતાં આ ઘટના બનતા મેન્ટેનન્સની વાત પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો :-

 

 

જ્યાં ઉતર્યું ચંદ્રયાન ૩ ભારતે તેને આપ્યું ‘શિવ શક્તિ’ નામ, ચંદ્રયાન-૨ના પદચિન્હવાળી જગ્યા….

0
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને કરેલા સંબોધન દરમિયાન મોટી જાહેરાત કરી. જે સ્થળ પર ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડરે સોફ્ટ લેન્ડિંગ કર્યું તે પોઈન્ટ વહે શિવ શક્તિના નામથી ઓળખાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને કરેલા સંબોધન દરમિયાન મોટી જાહેરાત કરી. જે સ્થળ પર ચંદ્રયાન ૩નું વિક્રમ લેન્ડરે સોફ્ટ લેન્ડિંગ કર્યું તે પોઈન્ટ વહે શિવ શક્તિના નામથી ઓળખાશે.

પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રમાના જે સ્થળ પર ચંદ્રયાન ૨એ પોતાના પદચિન્હ છોડયા છે તે પોઈન્ટ હવે તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે. આ સાથે જ વધુ એક મહત્વની જાહેરાત કરતા તેમણે કહ્યું કે ૨૩ ઓગસ્ટના રોજ જ્યારે ભારતે ચંદ્રમા પર તિરંગો લહેરાવ્યો તે દિવસ હવે National Space Day તરીકે ઉજવાશે.

પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધન કરતા કહ્યું કે તમારા બધા વચ્ચે આવીને આજે  એક અલગ પ્રકારની ખુશી મહેસૂસ કરી રહ્યો છું. કદાચ આવી ખુશી ખુબ જ દુર્લભ અવસરો પર થાય છે. જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે રઘવાટ હાવી થઈ જાય છે. આ વખતે મારી સાથે પણ આવું જ થયું છે.

શિવશક્તિના નામથી ઓળખાશે :

પીએમ મોદીએ કહ્યું કે આપણે ત્યાં પહોંચ્યા જ્યાં કોઈ પહોંચ્યું નહતું. આપણે એ કર્યું જે પહેલા ક્યારેય કોઈએ કર્યું નહતું. મારી આંખો સામે ૨૩ ઓગસ્ટનો એ દિવસ, તે એક એક સેકન્ડ વારંવાર ઘૂમી રહ્યા છે. જ્યારે ટચડાઉન કન્ફર્મ થયું તો જે પ્રકારે ત્યાં ઈસરો સેન્ટરમાં, સમગ્ર દેશમાં લોકો ઉછળી પડયા તે દ્રશ્ય કોણ ભૂલી શકે છે.

કેટલીક સ્મૃતિઓ અમર થઈ જાય છે. તે પળ અમર થઈ ગઈ. ચંદ્રમાના જે ભાગ પર આપણું ચંદ્રયાન ઉતર્યું ભારતે તે સ્થળના નામકરણનો પણ નિર્ણય લીધો છે. જે સ્થળ પર ચંદ્રયાન ૩નું મૂન લેન્ડર ઉતર્યું તે પોઈન્ટ હવે શિવશક્તિના નામથી ઓળખાશે.

ચંદ્રયાન ૨નું લેન્ડિંગ પોઈન્ટ તિરંગો :

આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રમાના જે સ્થળ પર ચંદ્રયાન ૨એ પોતાના પદચિન્હો છોડયા છે તે પોઈન્ટ હવે તિરંગો ઓળખાશે. આ તિરંગા પોઈન્ટ ભારતના દરેક પ્રયત્નની પ્રેરણા બનશે, આ તિરંગા પોઈન્ટ આપણને શીખ આપશે કે કોઈ પણ નિષ્ફળતા અંતિમ હોતી નથી.

પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે આપણી ગણતરી થર્ડ રોમાં થતી હહતી. આજે ટ્રેડથી લઈને ટેક્નોલોજી સુધી ભારતની ગણતરી પહેલી પંક્તિ એટલે કે ફર્સ્ટ રોમાં ઊભેલા દેશોમાં થઈ રહી છે. થર્ડ રોમાંથી ફર્સ્ટ રો સુધીની આ યાત્રામાં આપણી ઈસરો જેવી સંસ્થાઓએ ખુબ મોટી ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો :-

ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે એકદમ ક્યૂટ દીકરીનો જન્મ, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

0
  • ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે લક્ષ્મીજીના વધામણાં. યુવરાજની વાઈફ હેઝલે ક્યુઝ દીકરીને આપ્યો જન્મ. યુવરાજે ખુદ સોશ્યિલ મીડિયા પર શેર કરી તસવીર.

ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે જશ્નનો માહોલ. પરિવારમાં ખુશીઓની લહેર જોવા મળી રહી છે. ચારેય તરફથી થઈ રહ્યો છે શુભેચ્છાઓનો વરસાદ. યુવરાજ સિંહની પત્ની હેઝલે ક્યુઝ બેબીને આપ્યો છે જન્મ. યુવરાજે સોશિયલ મીડિયા પર શેર કરી છે સુંદર તસવીર. ખુબ ઝડપથી સોશિયલ મીડિયા પર તસવીર થઈ રહી છે વાયરલ.

ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્રારા ક્રિકેટરે તસવીર શેર કરીને ફેન્સને ગૂડ ન્યુઝ આપ્યા છે. પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ બીજી વખત પિતા બન્યા છે. તેની પત્ની હેઝલ કીચે પુત્રીને  જન્મ આપ્યો છે. દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેના ફેન્ને આ ગુડ ન્યુઝ આપ્યાં છે. યુવરાજે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમના ઘરે એક બાળકીએ જન્મ લીધો છે અને તેમને દીકરા  પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું છે.

બીજી વખત પિતા બન્યા યુવરાજ :

યુવરાજ સિંહે તેની પત્ની હેઝલ કીચ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોમાં બંને પોતાના બાળકો સાથે જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતા યુવરાજ સિંહે લખ્યું,’ સ્લીપલેસ લાઈટ ત્યારે સારી લાગવા લાગી જ્યારે રાજકુમારી આભાએ અમારો પરિવાર પૂર્ણ કરી દીધો’. આ પહેલા યુવરાજ સિંહ જાન્યુઆરી ૨૦૨૨માં એક પુત્રનો પિતા બન્યા હતા.

યુવરાજ-હેજલના લગ્ન ૨૦૧૬માં થયા હતા :

વર્ષ ૨૦૧૬માં યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન થયા હતા. આ પહેલા યુવરાજ સિંહ અને હેઝલની લવસ્ટોરી પણ ચર્ચામાં રહી હતી. હેઝલ સાથે લગ્ન કરવા માટે યુવરાજને ઘણો સંઘર્ષ કરવો પડયો હતો. એક ઈન્ટરવ્યુમાં યુવરાજે કહ્યું હતું કે, હેઝલે લગભગ ૩ મહિના પછી સોશિયલ મીડિયા પર તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. હેઝલ કીચ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તે સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે કરીના કપૂરની મિત્રની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો :-

ભારતનું અનોખુ શિવ મંદિર, પથ્થર થપથપાવવાથી આવે છે ડમરૂનો અવાજ, જાણો તેની પાછળનું રહસ્ય

0
  • આજે અમે તમને હિમાચલ પ્રદેશમાં આવેલ એક એવા મંદિર વિશે જણાવીશું જેના પથ્થરને ખખડાવતા ડમરૂ જેવો અવાજ આવે છે. એવું કહેવામાં આવે છે કે આ એશિયાનું સૌથી ઉંચુ મંદિર છે.

ભારતમાં રહસ્યમય અને પ્રાચીન મંદિરોની કોઈ કમી નથી. દેશના ખુણા ખુણામાં કોઈ ને કોઈ મંદિર તમને જોવા મળશે જેમાં કોઈ વિશેષતા હશે. તેમાંથી કેટલાક મંદિર ચમત્કારિક મંદિર હશે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જેના પથ્થરને ખખડાવતા ડમરૂ જેવો અવાજ આવે છે. એવું કહેવામાં આવે છે કે આ એશિયાનું સૌથી ઉંચુ મંદિર છે. હિમાચલ પ્રદેશનું જટોલા શિવ મંદિર આ સ્થાનોમાંથી એક છે. જેનું રહસ્ય હજુ પણ વણઉકલ્યું છે.

હિમાચલમાં છે આ મંદિર  :

આ મંદિર દેવભૂમિના નામથી પ્રસિદ્ધ છે અને હિમાચલ પ્રદેશના સોલનમાં સ્થિત છે. જેને જટોલી શિવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ-દ્વવિડ શૈલીથી બનેલા આ મંદિરની ઉંચાઈ લગભગ ૧૧૧ ફૂટ છે. મંદિરનું ભવન નિર્માણ કલાનો એક બેજોડ નમૂનો છે. દેવભૂમિ હિમાચલ પ્રદેશના જાટોલી શિવ મંદિરના દર્શન કરવા માટે માત્ર ભારત જ નહીં વિદેશથી પણ લોકો આવે છે. અહીં પત્થરો થપથપાવવાથી ડમરુનો અવાજ આવે છે.

પૌરાણિક કથા :

આ મંદિરને લઈને એક માન્યતા છે કે પૌરાણિક કાળમાં ભગવાન શિવ અહીંયા આવ્યા હતા અને થોડા સમય માટે અહીં રહ્યાં હતા. બાદમાં ૧૯૫૦માં સ્વામી કૃષ્ણાનંદ પરમહંસ નામના બાબા અહીં આવ્યા હતા અને જેમના માર્ગદર્શન અને દિશા પર જ જટોલી શિવ મંદિરનું નિર્માણ થયુ હતુ. વર્ષ ૧૯૭૪માં તેમણે આ મંદિરનો પાયો નાંખ્યો હતો. તેમણે ૧૯૮૯માં સમાધિ લઈ લીધી હતી.  કહેવાય છે કે આ મંદિરમાં પથ્થરો પર થપથપાવવાથી ડમરુનો અવાજ આવે છે.

આ મંદિરનો પાયો વર્ષ ૧૯૭૪માં નાખવામાં આવ્યો હતો. જટોલી શિવ મંદિરને સંપૂર્ણ રીતે તૈયાર થતા ૩૯ વર્ષનો સમય લાગ્યો હતો. કરોડો રૂપિયાથી તૈયાર થયેલા આ મંદિરની સૌથી ખાસ વાત છે કે તેનું નિર્માણ દેશ-વિદેશના શ્રદ્ધાળું દ્વારા આપવામાં આવેલા દાનના પૈસાથી જ થયુ છે. આ જ કારણ છે કે આ મંદિરને બનતા ત્રણ દશક કરતા પણ વધારે સમય લાગ્યો હતો.

આ મંદિરમાં દરેક તરફથી વિભિન્ન દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે મંદિરની અંદર સ્ફટિક મણિ શિવલીંગ સ્થાપિત છે. આ સિવાય અહીંયા ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરની ટોચ પર ૧૧ ફૂટ ઉંચા વિશાળ કળશની સ્થાપના કરવામાં આવી છે. જે મંદિરને બેહદ ખાસ બનાવે છે.

આ પણ વાંચો :-

૨૬ ઓગષ્ટ / અંગત સાથે ઉઘારી નહીં, આ રાશિ જાતકો વાહન હંકારવામાં રહેજો સાવધ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

  • તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાજિક સેવામાં રૂચિ વધશે. વહીવટી કામમાં નુકસાનથી સંભાળવું. સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે. વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  શેર-સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના. પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે. નાના-મોટા રોકાણમાં લાભ થાય. માનસિક ચિંતાથી દૂર રહેવું.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધા-નોકરીમાં ઉત્તમ તક મળે. કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. લે-વેચના કામકાજમાં લાભની સંભાવના.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ. મશીનરીને લગતા કામકાજમાં ફાયદો. ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને. સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં નવા કામ મળે. સાથી કર્મચારી અને સહયોગીથી લાભ. મા-બાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરાં થાય. તબિયતની બાબતે સાચવીને કામકાજ કરવું

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહીં. લેવડ-દેવડ અને નાણાં બાબતે સાચવવું. મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે. નજીકના સગા-વ્હાલાથી પરેશાની જણાય.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી. ચંચળ સ્વભાવને સરળ બનાવો. કારણ વગરની યાત્રાથી બચવું. આપના કરેલા સારા કામની સરાહના થાય.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી-ધંધામાં ધોખાઘડીથી બચવું. સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો. સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે. તબિયત બાબતે કાળજી રાખવી.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જવાબદારીવાળા કામમાં યશ મળશે. લાપરવાહીથી કરેલા કામમાં નુકસાન થશે. જૂના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે. કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી. સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે. પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે. નોકરી-ધંધામાં લાભ થશે. ભાગીદારીથી મનમુટાવ જણાશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન ચલાવવામાં કાળજી રાખવી. વેપાર-ધંધામાં મહેનત વધશે. અંગત માણસો સાથે ઉધારીથી બચવું. માનસિક અશાંતિનો અનુભવ થશે.

આ પણ વાંચો :-