પાવાગઢ ખાતે આવેલ રોપ-વેમાં સર્જાઈ હતી ખામી, સદનસીબે દુર્ઘટના ટળી

Share this story
  • પંચમહાલ જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ ખાતે ફરી એક વાર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. પાવાગઢ ખાતે આવેલ રોપવેમાં ખામી સર્જાઈ હતી. જો કે સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ છે. રોપ-વે કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો હતો. જેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

યાત્રાધામ પાવાગઢ ખાતે એક મોટી દુર્ઘટના ટળી છે. યાત્રાધામ પાવાગઢમાં ખાતે યાત્રાળુઓની સુવિધા માટે બનાવેલ રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો હતો. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી છે. આ ઘટનાને પગલે ઉડન ખટોલામાં બેઠેલા લોકોનો જીવ પડીકે બંધાયો છે.

રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં અડધો કલાક સુધી લોકોથી ભરેલી ડોલીઓ હવામાં લટકી રહી હતી. જેના કારણે રોપ વેમાં બેઠેલા શ્રદ્ધાળુઓના શ્વાસ અદ્ધર થયા હતા. પાવાગઢમાં ઉષા બ્રેક કંપની ઉડન ખટોલા સેવા ચલાવે છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે મોડી સાંજે પાવાગઢ ખાતે રોપ-વેનાં પિલર નંબર- ૪ની ગરગડીમાંથી કેબલ ઊતરી જતાં રોપ-વે સેવા અટકી ગઈ હતી. જેના કારણે ઉડન ખટોલાની ૧૦થી વઘુ બોગીમાં સવાર યાત્રાળુઓ પણ અધવચ્ચે અટવાયા હતા. ઘટના બનતાં જ તાત્કાલિક કેબલને ફરી ગરગડી પર ચડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. કેબલ ઉતરી જવાની ઘટના બનતાં જ સંચાલકો દ્વારા યાત્રિકોને સલામત રીતે નીચે ઉતારવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

કંપનીએ ગેટ પર તાળુ માર્યુ :

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે રોપવેમાં ખામી સર્જાઈ હતી. જેને કારણે રોપ વે કેબલ ટ્રેક પરથી ઉતારી જતા ઉડન ખટોલામાં બેસેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા. ઉડન ખટોલામાં બેસેલા લોકો લગભગ અડધો કલાક સુધી રોપ-વેમાં ઝૂલતા રહ્યા હતા. સમગ્ર ઘટનામાં ઉડન ખટોલાનું સંચાલન કરતી કંપનીની બેદરકારી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનામાં સંચાલન કરતી ઉષા બ્રેક કંપનીની નિષ્કાળજીને લીધે ઘટના બની હોવાની ચર્ચા થઇ રહી છે. મહત્વનું છે કે હજુ થોડા દિવસ અગાઉ જ મેન્ટેનન્સના નામ પર ઉડન ખટોલા ૫ દિવસ બંધ કરાયો હતો તેમ છતાં આ ઘટના બનતા મેન્ટેનન્સની વાત પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો :-