ભારતનું અનોખુ શિવ મંદિર, પથ્થર થપથપાવવાથી આવે છે ડમરૂનો અવાજ, જાણો તેની પાછળનું રહસ્ય

Share this story
  • આજે અમે તમને હિમાચલ પ્રદેશમાં આવેલ એક એવા મંદિર વિશે જણાવીશું જેના પથ્થરને ખખડાવતા ડમરૂ જેવો અવાજ આવે છે. એવું કહેવામાં આવે છે કે આ એશિયાનું સૌથી ઉંચુ મંદિર છે.

ભારતમાં રહસ્યમય અને પ્રાચીન મંદિરોની કોઈ કમી નથી. દેશના ખુણા ખુણામાં કોઈ ને કોઈ મંદિર તમને જોવા મળશે જેમાં કોઈ વિશેષતા હશે. તેમાંથી કેટલાક મંદિર ચમત્કારિક મંદિર હશે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જેના પથ્થરને ખખડાવતા ડમરૂ જેવો અવાજ આવે છે. એવું કહેવામાં આવે છે કે આ એશિયાનું સૌથી ઉંચુ મંદિર છે. હિમાચલ પ્રદેશનું જટોલા શિવ મંદિર આ સ્થાનોમાંથી એક છે. જેનું રહસ્ય હજુ પણ વણઉકલ્યું છે.

હિમાચલમાં છે આ મંદિર  :

આ મંદિર દેવભૂમિના નામથી પ્રસિદ્ધ છે અને હિમાચલ પ્રદેશના સોલનમાં સ્થિત છે. જેને જટોલી શિવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ-દ્વવિડ શૈલીથી બનેલા આ મંદિરની ઉંચાઈ લગભગ ૧૧૧ ફૂટ છે. મંદિરનું ભવન નિર્માણ કલાનો એક બેજોડ નમૂનો છે. દેવભૂમિ હિમાચલ પ્રદેશના જાટોલી શિવ મંદિરના દર્શન કરવા માટે માત્ર ભારત જ નહીં વિદેશથી પણ લોકો આવે છે. અહીં પત્થરો થપથપાવવાથી ડમરુનો અવાજ આવે છે.

પૌરાણિક કથા :

આ મંદિરને લઈને એક માન્યતા છે કે પૌરાણિક કાળમાં ભગવાન શિવ અહીંયા આવ્યા હતા અને થોડા સમય માટે અહીં રહ્યાં હતા. બાદમાં ૧૯૫૦માં સ્વામી કૃષ્ણાનંદ પરમહંસ નામના બાબા અહીં આવ્યા હતા અને જેમના માર્ગદર્શન અને દિશા પર જ જટોલી શિવ મંદિરનું નિર્માણ થયુ હતુ. વર્ષ ૧૯૭૪માં તેમણે આ મંદિરનો પાયો નાંખ્યો હતો. તેમણે ૧૯૮૯માં સમાધિ લઈ લીધી હતી.  કહેવાય છે કે આ મંદિરમાં પથ્થરો પર થપથપાવવાથી ડમરુનો અવાજ આવે છે.

આ મંદિરનો પાયો વર્ષ ૧૯૭૪માં નાખવામાં આવ્યો હતો. જટોલી શિવ મંદિરને સંપૂર્ણ રીતે તૈયાર થતા ૩૯ વર્ષનો સમય લાગ્યો હતો. કરોડો રૂપિયાથી તૈયાર થયેલા આ મંદિરની સૌથી ખાસ વાત છે કે તેનું નિર્માણ દેશ-વિદેશના શ્રદ્ધાળું દ્વારા આપવામાં આવેલા દાનના પૈસાથી જ થયુ છે. આ જ કારણ છે કે આ મંદિરને બનતા ત્રણ દશક કરતા પણ વધારે સમય લાગ્યો હતો.

આ મંદિરમાં દરેક તરફથી વિભિન્ન દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે મંદિરની અંદર સ્ફટિક મણિ શિવલીંગ સ્થાપિત છે. આ સિવાય અહીંયા ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરની ટોચ પર ૧૧ ફૂટ ઉંચા વિશાળ કળશની સ્થાપના કરવામાં આવી છે. જે મંદિરને બેહદ ખાસ બનાવે છે.

આ પણ વાંચો :-