Home Blog Page 975

Realmeનો બજેટ ફોન, માત્ર આટલાં હજારમાં મળશે આઈફોન જેવું આ કેપ્સૂલ ફિચર….

0
  • કંપની ૧૦,૪૯૯ રૂપિયાની આસપાસ Realme C51 લોન્ચ કરી શકે છે. ઘણા ટિપ્સર્સે ટવિટર પર આ માહિતી શેર કરી છે. જોકે કંપની દ્વારા તેની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી.

ચીનની મોબાઈલ ઉત્પાદક કંપની રિયલમી આજે ભારતમાં સસ્તો ફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ મોબાઈલ ફોન ખાસ કરીને બજેટ સેગમેન્ટના લોકોને ટાર્ગેટ કરીને બનાવવામાં આવ્યો છે. આમાં તમને મિની કેપ્સ્યૂલ ફિચર મળશે જે આઇફોન પર મળતા ડાયનેમિક આઈલેન્ડ ઈન્ટરફેસ જેવું છે. આ સાથે ફોનમાં 5000 mAh બેટરી અને 50MP કેમેરા છે.

કેટલી હોઈ શકે છે કિંમત  :

કંપની ૧૦,૪૯૯ રૂપિયાની આસપાસ Realme C51 લોન્ચ કરી શકે છે. ઘણા ટિપ્સર્સે ટવિટર પર આ માહિતી શેર કરી છે. જોકે કંપની દ્વારા તેની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. તમે મિન્ટ ગ્રીન અને કાર્બન બ્લેક કલરમાં મોબાઈલ ફોન ખરીદી શકશો. સ્માર્ટફોનની જાડાઈ ૭.૯૯mm અને વજન ૧૮૬ ગ્રામ છે.

સ્પેશિફિકેશન્સ :

સ્પેક્સ વિશે વાત કરીએ તો તમને ફોનમાં ૯૦Hz ના રિફ્રેશ રેટ સાથે ૬.૭૪ ઈંચની ડિસ્પ્લે મળે છે. મોબાઈલ ફોન ઓક્ટાકોર ચિપસેટ સાથે આવશે. ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે. જેમાં મુખ્ય કેમેરા ૫૦MP છે. આ ઉપરાંત સ્માર્ટફોનમાં ૩૩ વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે ૫૦૦૦ mAh બેટરી છે.

કંપનીએ દાવો કર્યો છે કે ફોન માત્ર ૨૮ મિનિટમાં ૦ થી ૫૦% સુધી ચાર્જ થઈ જશે. કંપની Realme C51ને ૪/૬૪GB અને ૪/૧૨૮GBમાં લોન્ચ કરશે. તમે મેમરી કાર્ડ દ્વારા RAM ને 8GB સુધી અને સ્ટોરેજ 1TB સુધી વધારી શકો છો.

આ આપણ વાંચો :-

 

 

સાળંગપુર વિવાદમાં વધુ એક સ્વામીએ બળતામાં ઘી ઉમેર્યું, સંતોએ કહ્યું…..

0
  • સનાતન ધર્મના સાધુઓ પર વધુ એક સ્વામિનારાયણ સંતનો પ્રહાર. વડોદરા ગુરુકુળના દર્શન વલ્લભ સ્વામીએ નિવેદન આપતા કહ્યું – ચલમ પીને પોતાને…

સનાતન ધર્મ પર વધુ એક સ્વામિનારાયણ સંતનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વડોદરા ગુરુકુળના દર્શન વલ્લભ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમારા સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને છંછેડવાનું બંધ કરી દો. તમે ચલમ પી પોતાને સનાતની કહેતા હોય તો અમે તો તિલકવાળા છીએ. ગગનના તારા જેટલાં શત્રુઓ ભેગા થઈ જાય તો પણ સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે.

સાળંગપુર હનુમાનજી ભીંત ચિત્રો વિવાદ મામલો હવે તૂલ પકડી રહ્યો છે. વડતાલના સાધુઓના વિવાદસ્પદ નિવેદનો એક પછી એક આવી રહ્યાં છે. ત્યારે વધુ એક સાધુનું વિવાદિત નિવેદન આવ્યું છે. વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

તેમણે કહ્યું કે, ગગનના તારા જેટલાં શત્રુઓ ભેગા થઈ જાય તો પણ અમારા સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે. મિત્રો આપણે કોઈનાથી દબાવાનું નથી. એ લોકો ચલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢીને તિલક કરીએ છીએ એટલે તમારા કરતા પહેલા અમે સનાતની છીએ. મહેરબાની કરી સ્વામિનારાયણ વાળાને છંછેડવાના ધંધા બંધ કરી દો.

વલ્લભ સ્વામીના નિવેદન પર સંતોનો વિરોધ :

વલ્લભ સ્વામીના વિવાદિત નિવેદનથી સનાતન સંતોમાં રોષ જોવા મળ્યો છે. તેમના નિવેદનનો વિરોધ કરતા ઋષિ ભારતીએ કહ્યું કે, બીજા ધર્મનું અપમાન કરવાનું બંધ કરવામાં આવે. અધુરા ઘડાની જેમ દર્શન વલ્લભ સ્વામી છલકાય છે.

આ વિવાદ વધુ ઉગ્ર બનાવવા નિવેદનબાજી થાય છે-. સનાતન ધર્મના સંતોને હજુ તમે ઓળખતા નથી. સનાતન ધર્મના મોઢામાં આંગળીઓ નાંખવાનું બંધ કરો. તમારા ચરિત્રની લીલાઓની ગાથા પણ કરો. અમે પણ વિદેશમાં જઈને લોકોને માર્ગદર્શન આપનાર સાધુ છીએ. સનાતન ધર્મના સંતો ભીખારી છે એવું સાબિત કરવા માંગો છો.

તમારી તાકાત હોય તો મારી સામે ચર્ચા કરવા આવો. હું ચર્ચામાં હારીશ તો તમારો દાસ બની જઈશ. તમે હારો તો મારા ગુલામ બનશો. અહંકારમાં આવા નિવેદન બંધ કરો. મારી પાસે ૩ ગોલ્ડ મેડલ છે, ચર્ચા કરવી હોય આવો. સનાતન ધર્મના ૫૫ લાખ સાધુ-સંતો કેમ નથી દેખાતા. દર્શન વલ્લભ સ્વામીને કોઈ વાતનું જ્ઞાન નથી. દર્શન વલ્લભ સ્વામીની બુદ્ધ ભ્રષ્ટ થઈ ગઈ છે.

આ પણ વાંચો :-

 

દિગ્ગજ રિવાબા : જન્મદિવસના કાર્યક્રમમાં પાટીલ, માડમ પણ રહ્યાં હાજર

0
  • ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનો ગઈ કાલે જન્મ દિવસ હતો. આ પ્રસંગે જામનગરમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ, સાંસદ પુનમ માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના આગેવાનો રહ્યા હતા.

ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનો આજે જન્મ દિવસ છે. આ પ્રસંગે જામનગરમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ, સાંસદ પુનમ માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના આગેવાનો રહ્યાં હતા. જેમાં રિવાબા અને પુનમ માડમ વચ્ચે એક અનોખું બોન્ડિંગ જોવા મળ્યું હતું. એક સમય શાબ્દિક ટપાટપીના કારણે ચર્ચામાં રહેલા બંન્ને નેતાઓ આજે એકદમ અલગ જ મુડમાં જોવા મળ્યા હતા.

પોતાના સંબોધનમાં પાટીલનું સાળંગપુર વિવાદ અંગે ભેદી મૌન :

કાર્યક્રમ સી.આર પાટીલે વિપક્ષી એકતા પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ સાળંગપુર વિવાદ અંગે તેઓએ મૌન ધારણ કર્યું હતું. સી.આર પાટીલે લોકસભાની તૈયારીઓ અંગે ઉદ્ભોધન આપ્યું હતું. ઈન્ડિયાના નામે કેટલાક સત્તાભુખ્યા લોકો એક થયા છે. તેમને પ્રજા દ્વારા તેમનું સ્થાન દેખાડશે.

જામનગરના મેયર બીનાબેન, સાંસદ પુનમબેન અને ધારાસભ્ય રિવાબા વચ્ચે થોડા દિવસો અગાઉ રણમલ તળાવ ખાતે એક કાર્યક્રમ દરમિયાન શાબ્દિક ટપાટપી થઈ રહી હતી. તમામ મહિલા નેતાઓનું ઉગ્ર સ્વરૂપ જામનગર, ગુજરાત નહી પરંતુ દિલ્હી સુધી પહોંચ્યું હતું. જો કે આખરે હવે ઘીના ઠામમાં ઘી ઢોલાયું છે. પુનમ માડમ જ્યારે ગાડીમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તેમનો હાથ પકડીને તેમની મદદ કરી હતી. તેમને ગાડીમાંથી રિસિવ કર્યા હતા.

આ પણ વાંચો :-

ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો ! ટીમનો મુખ્ય બોલર ભારત પરત આવ્યો, શા માટે ભારત પરત આવવું પડ્યું ?

0
  • એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પરત ફરેલા જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. પુત્રનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાંની સાથે નામ પણ જણાવ્યું.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. આ સ્ટાર ખેલાડી પિતા બની ગયો છે. જસપ્રીતની પત્ની અને ટીવી પ્રેઝન્ટર સંજના ગણેશે ૪ સપ્ટેમ્બરે સવારે પુત્રને જન્મ આપ્યો હતો. આ પ્રસંગે બુમરાહ તેની પત્ની સાથે હતો. આ કારણોસર તે એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પાછો ફર્યો હતો.

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પરત ફરેલા બુમરાહે પોતાના પુત્રનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ ફોટો સાથેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “અમારો નાનો પરિવાર હવે મોટો થઈ ગયો છે. આજે સવારે અમે અંગદ જસપ્રિત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું. અમે ખૂબ જ ખુશ છીએ અને અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.”

હજુ હમણાં જ ટીમમાં પરત ફર્યો છે બુમરાહ :

બુમરાહ હાલમાં જ ઈજા બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. બુમરાહની પીઠની વારંવારની ઈજાને કારણે ચાલુ વર્ષે માર્ચમાં ન્યુઝીલેન્ડમાં સર્જરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ફિટનેસ મેળવવા માટે એનસીએમાં રિહેબ પર હતો. આ પછી તેને સીધો જ આયર્લેન્ડ પ્રવાસ માટેની ટી-૨૦ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. ત્યારબાદ બુમરાહને એશિયા કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

બુમરાહ નેપાળ સામેની મેચ બાદ ભારતીય ટીમની સાથે જોડાઈ જશે. પરંતુ આજે નેપાળ સામેની મેચમાં બુમરાહના બદલે દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્લેઈંગ-૧૧માં સામેલ કરવામાં આવી શકે છે. શમીને પાકિસ્તાન સામે તક મળી નહતી. આવી સ્થિતિમાં નેપાળ સામેની મેચમાં શમી ઉપરાંત મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર ભારતીય ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળી શકે છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ચોથા ફાસ્ટ બોલરની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :-

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સુરતથી આગામી ૬-૭ સપ્ટેમ્બરે વધારાની ST બસો દોડાવાશે, પરંતુ કરવું પડશે આ કામ

0
  • સાતમ-આઠમના તહેવારોને લઈને સુરત ST વિભાગનો મુસાફરોને રાહત આપતો મહત્વનો નિર્ણય ૬ અને ૭ સપ્ટેમબરે સુરતથી ૧૦૦ જેટલી વધારાની ST બસો દોડાવાશે.

સાતમ-આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે. તહેવાર પર એસ.ટી બસોમાં મુસાફરોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. જેને પહોચી વળવા માટે એસ.ટી વિભાગ દ્વારા દર વર્ષે વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે સુરત એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત એસ.ટી વિભાગ દ્વારા સાતમ-આઠમ એટલે કે ૬ અને ૭ સપ્ટેમ્બરે ૧૦૦ જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે.

૬ અને ૭ સપ્ટેમ્બરે દોડાવાશે વધારાની બસ :

રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવાં તહેવારોને લઈને દર વર્ષે સુરતથી સૌરાષ્ટ્ર તરફ લોકોનો ધસારો વધુ હોય છે. સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો રહે છે. તેઓ સાતમ-આઠમના તહેવાર પર પોતાના વતન જતા હોય છે. આ દરમિયાન તહેવાર પર મુસાફરોનો ભારે ધસારો રહે છે.

ત્યારે મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તેવા હેતુથી સુરત એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૬ અને ૭ સપ્ટેમ્બરે સુરત એસટી વિભાગ દ્વારા ૧૦૦ જેટલી વધારાની બસ દોડાવવામાં આવશે.

મુસાફરોને ગ્રુપ બુકિંગનો પણ મળશે લાભ :

તેઓએ કહ્યું કે કોઈ ૫૦ મુસાફરોનું ગ્રુપ તૈયાર થાય તો જે તે વિસ્તારથી બસની સુવિધા મળી રહેશે. બસની સુવિધા મેળવવા માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. મુસાફરોના ગ્રુપને તેમના ગામ કે ઘર સુધી ST બસ લઈ જશે.

આ પણ વાંચો :-

 

 

ત્રણ કલાકની બેઠક બાદ ભીંતચિત્રોના વિવાદનો કોઈ ઉકેલ નહીં, બે વાક્યની પત્રકાર પરિષદ, જુઓ વડતાલના સંતે શું કહ્યું

0
  • સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે.

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.તેમજ ભીંતોચિત્રોને હટાવી દેવાની માંગણી કરવામાં આવી છે. તો બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી. સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં સ્વામિનારાયણ સંતોએ ૩ કલાક બેઠક યોજી છે, જે બાદ મહત્વની અપડેટ સામે આવી છે.

સાળંગપુર વિવાદ અંગે ત્રણ કલાકની બેઠક બાદ વડતાલના સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે.

ડો. સંત વલ્લભદાસજીએ કહ્યું કે, સમસ્ત સ્વામિનારાયણ સપ્રદાયના સંતો સનાતન પરંપરાનો એક ભાગ છે, આજે આ વિવાદનો સુખદ ઉકેલ આવે તેવો સૌ સંતોએ એક સૂરમાં કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાનો અને સંતો- સત્સંગના અગ્રણીઓ સાથે આજે અમૌએ સંત સમિતિની નિમણૂક કરી છે. તે સમિતિ ચર્ચા વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે. આપણા સનાધન હિન્દુ ધર્મના હિતનો નિર્ણય લેશે. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દેવના ચરણોમાં અમને દ્રઢ વિશ્વાસ છે.

આ બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ૬ મંદિરના ૫૦ જેટલા સંતો હાજર રહ્યાં હતા. જેમાં વડતાલ, જૂનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો ઉપસ્થિત રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતા. તેમજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વનું છે કે, આ બેઠકમાં આર.એસ.એસના આગેવાનો પણ ખાસ હાજરી આપી હતી.

આ પણ વાંચો :-

Nag Panchami : નાગ પંચમી પર જો આવી ભૂલ કરશો તો નારાજ થઈ જશે નાગ દેવતા !

  • દર વર્ષે શ્રાવણ મહિનાના (Shravan Month) શુક્લ પક્ષના પાંચમા દિવસને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આજે નાગ પંચમીના (Nag Panchami) દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે.

દર વર્ષે શ્રાવણ મહિનાના (Shravan Month) શુક્લ પક્ષના પાંચમા દિવસને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. નાગ પંચમીના (Nag Panchami) દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. ભગવાન શંકરે સાપને ગળામાં પહેરાવ્યો છે.

તેથી નાગ પંચમી પર નાગ દેવતા (Nag Devta) સાથે ભગવાન શિવની પૂજા કરો. આ માટે મંદિરમાં અથવા તો ઘરે જઈને પણ પૂજા કરી શકાય છે. જો કે આ દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નહીંતર યોગ્યતા મેળવવાને બદલે વ્યક્તિને પાપ લાગી શકે છે અને જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

નાગ પંચમી પર ક્યારેય ના કરો આ કામ –

નાગ પંચમીના દિવસે નાગ દેવતા માટે વ્રત રાખવામાં આવે છે. તેમની પૂજા કરવામાં આવે છે. નાગ પંચમીનો દિવસ કાલ સર્પ દોષ (Kaal Sarp Dosh) અને રાહુ-કેતુ (Rahu-Ketu) સંબંધી દોષોને દૂર કરવા માટે ખૂબ જ શુભ છે.

જો કે આ બાબતોને લઈને લોકોમાં થોડી મૂંઝવણ છે. જેના કારણે આ દિવસે પૂજામાં ભૂલો કરવાથી અથવા જીવતા સાપને (Real Snake) દુ:ખ પહોંચાડવાથી ઘણું પાપ લાગે છે. આવું કરવું એ જીવનમાં મુશ્કેલીઓને આમંત્રણ આપવાનું છે.

– નાગ પંચમી પર ક્યારેય જીવતા સાપની પૂજા ન કરો. પરંતુ આ દિવસે નાગ દેવતાની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરો. તમે મંદિરમાં જઈને પણ પૂજા કરી શકો છો.

– જીવંત સાપને ક્યારેય દૂધ ન પીવડાવો. તેમના માટે દૂધ ઝેર સમાન હોઈ શકે છે. તેથી તેમની મૂર્તિનો દૂધથી અભિષેક કરો.

– જ્યોતિષમાં આ વાતને સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નાગ પંચમીના દિવસે કાલ સર્પ દોષ અને રાહુ કેતુ દોષના નિવારણ કરવા માટે પૂજા-પાઠ કરવી નાગની મુર્તિનો અભિષેક કરવો સારું માનવામાં આવે છે. પરંતુ તેનો સંબંધ જીવતા સાપ સાથે નથી. તેથી આ દોષોને નિવારવા માટે જીવતા સાપની પુજા ના કરો અને ના સાપને કોઈ કષ્ટ પહોંચાડો, નહીંતર જીવનમાં ભારે સંકટનો સામનો કરવો પડી શકે છે.

આ રીતે કરો નાગ દેવતાની પૂજા –

ઘર પર નાગ દેવતાની મુર્તિ સ્થાપિત કરો. દૂધથી અભિષેક કરો. તેમને હડદર જરૂરથી લગાવો. કંકુ-અક્ષત લગાવો. ધૂપ- દીવો પ્રગટાવી પૂજા કરો. મિઠાઈનો ભોગ ચઢાવો. સાથે જ તેમને નારિયેળ અર્પણ કરો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો.

(નોંધ: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારીત છે. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટી કરતું નથી.)

આ પણ વાંચો :-

World Largest Lord Krishna Temple : આ છે વિશ્વનું સૌથી મોટું કૃષ્ણ મંદિર, જુઓ અંદરની અદભુત તસવીરો

0
  • વિશ્વનું સૌથી મોટું કૃષ્ણ મંદિર ૧૨ એકર જમીનમાં બનેલું છે. તેમજ તેની પાસે ૪૫ એકરનો બગીચો છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણ કોન્શિયસનેસ એટલે કે ઈસ્કોન દ્વારા બનાવવામાં આવેલ આ મંદિર ઘણી બાબતોમાં ખૂબ જ વિશિષ્ટ છે.

કોલકાતા પાસે માયાપુરમાં એક મંદિર છે :

વિશ્વનું સૌથી મોટું કૃષ્ણ મંદિર કોલકાતાથી ૧૩૦ કિમી દૂર નાદિયા જિલ્લાના માયાપુરમાં છે. આ મંદિરને બનાવવામાં ઘણા વર્ષો લાગ્યા અને આ વર્ષે એટલે કે ૨૦૨૩ માં આ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.

મંદિર સાડા ત્રણસો ફૂટ ઊંચું છે :

પ્રખ્યાત યુએસ ઓટોમોબાઈલ કંપની ફોર્ટના સ્થાપક આલ્ફ્રેડ ફોર્ડ આ મંદિરના અધ્યક્ષ છે. આ મંદિર ૬ હજાર ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં બનેલું છે. મંદિરની ઊંચાઈ ૩૫૦ ફૂટ છે. ૭ માળના આ મંદિરમાં યુટિલિટી ફ્લોર, મંદિર ફ્લોર, પૂજારી ફ્લોર અને મ્યુઝિયમ ફ્લોરનો પણ સમાવેશ થાય છે.

દુનિયાનો સૌથી મોટો પૂજારી ફ્લોર :

માયાપુરના આ ઈસ્કોન મંદિરની બીજી વિશેષતા એ છે કે તેમાં વિશ્વનું સૌથી મોટું પુજારી માળખું છે. જે ૨.૫ એકરમાં બનેલું છે. અને કિર્તન હોલ ૧.૫ એકરમાં બનેલ છે. જેમાં એક સાથે ૧૦ હજાર જેટલા ભક્તો કીર્તન કરી શકશે.

વૈદિક-પશ્ચિમ સંયોજન :

આ મંદિરની સુંદરતા જોવા જેવી છે. વાસ્તવમાં આ મંદિરની આંતરિક રચના પશ્ચિમી શૈલીમાં કરવામાં આવી છે. પરંતુ મંદિરનું વાતાવરણ વૈદિક સંસ્કૃતિનો અહેસાસ કરાવે છે.

આ મંદિર ૮૦૦ કરોડમાં બન્યું છે :

આ મંદિરનું કુલ બજેટ ૮૦૦ કરોડથી વધુ છે. આ મંદિરમાં એક શિક્ષણ મંદિર પણ છે. જ્યાં ભગવત ગીતા પર ચર્ચાની સાથે સાથે ફિલોસોફીના તમામ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયન તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

બંગાળની ખાડીમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર ! આ વિસ્તારોમાં સારા વરસાદની પૂરેપૂરી શક્યતા

0
  • મેઘરાજા જે રીતે રિસાયા છે તે જોતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. આ કાળઝાળ ગરમી સામે કૂલર અને પંખા પણ જાણે ફેલ જોવા મળી રહ્યા છે. શું દેશમાં વરસાદનો ફરીથી દોર શરૂ થવાનો છે. જાણો લેટેસ્ટ અપડેટ.

દિલ્હી-એનસીઆર સહિત દેશના મોટાભાગના ભાગોમાં વરસાદની કમી જોવા મળી રહી છે. બિહાર ઝારખંડમાં ૧ જૂનથી ૧ સપ્ટેમ્બર વચ્ચે લગભગ ૩૦ ટકા વરસાદ ઓછો રહ્યો છે. જુલાઈના અંત સુધીમાં બંને રાજ્યોમાં હવામાન લગભગ શુષ્ક રહ્યું છે અને વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. ઓગસ્ટમાં કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળ્યો છે. જો કે બંને રાજ્યોનું હવામાન એકવાર ફરીથી શુષ્ક થઈ ગયું છે. વરસાદની કમી વધી રહી છે.

હવામાનમાં શું થશે ફેરફાર :

પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના પ્રભાવથી શરૂઆતમાં હવામાનની ગતિવિધિઓ બિહાર અને ઝારખંડના પૂર્વ ભાગોમાં રહેશે. ત્યારબાદ વરસાદની તીવ્રતા અને પ્રસારમાં ધીરે ધીરે વધારો થશે.

સંભાવના જતાવવામાં આવી રહી છે કે ૫ સપ્ટેમ્બર સુધીમાં બિહાર અને ઝારખંડના મોટાભાગના હિસ્સાઓમાં સારો વરસાદ પડશે. ત્યારબાદ ૧૦ સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતા ઓછી થવાની શરૂ થઈ શકે છે. વરસાદનો આ દોર એ ખેડૂતો માટે વરદાન સાબિત થશે જે આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહ્યા છે.

કેવું રહેશે આજે હવામાન :

દક્ષિણ મધ્ય પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ, અને લદાખમાં હળવા વરસાદની શક્યતા છે. આ જ રીતે આજે પશ્ચિમ બંગાળ, પૂર્વ બિહારના કેટલાક ભાગો, પૂર્વ ઝારખંડ, ઓડિશા, લક્ષદ્વિપ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને હિમાચલ પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ સ્તરના વરસાદના અણસાર છે.

હવામાન એજન્સી મુજબ આજે  આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, દક્ષિણી છત્તીસગઢ અને તેલંગણામાં પણ વરસાદની શક્યતા છે. આજે મહારાષ્ટ્રના કેટલાક  ભાગો, કેરળ, આંતરિક કર્ણાટક અને ઓડિશામાં પણ એક કે બે સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વરસાદથી ઉકળાટવાળી ગરમીથી રાહત તો નહીં મળે પરંતુ ખેડૂતોને ફાયદો થશે.

ગુજરાત માટે શું કહે છે આગાહી :

સપ્ટેમ્બર મહિનો ઓગસ્ટ મહિનાની જેમ સાવ કોરો કટ તો નહિ જ જાય. કારણ કે, સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિભારે કે ધોધમાર વરસાદની નહિ, પરંતું હળવા વરસાદની આગાહી તો છે જ. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. જેમાં સપ્ટેમ્બર માસમાં રાજ્યના ભાગોમાં સારા વરસાદના સંકેત છે.

આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ઓગસ્ટ ભલે કોરો ગયો પણ સપ્ટેમ્બર કોરો નહીં જાય. સપ્ટેમ્બરમાં પહેલાં સપ્તાહમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે. જોકે સપ્ટેમ્બર શરૂ થયો પણ હજુ વરસાદનું ટીપુંય પડયું નથી. ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યાં છે.

આ પણ વાંચો :-

ભાજપે સ્થિર શાસન કરવું હોય તો પહેલા પોતીકા અસંતુષ્ટોને નાથવા જરૂરી

  • અન્યથા પત્રિકા અને વીડિયોકાંડ જેવા કાંડની હારમાળા સર્જાતી રહેશે, બે-ચારને તગેડી મુકવાથી કામ નહીં ચાલે, જડમૂળથી નાશ કરવો જરૂરી.
  • આનંદી પટેલ, વિજય રૂપાણીને પક્ષનાં અસંતુષ્ટોએ જ ઉથલાવ્યા હતા, નખશિખ પ્રમાણિક અને નેક ઈન્સાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ આવું થઈ શકે.
  • જે દિવસે સરકારની માહિતીઓની પત્રિકાઓ, વીડિયો ફરતાં થઈ જશે એ દિવસે સરકાર માટે ટકવું મુશ્કેલ થઈ પડશે.
  • ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે પણ પત્રિકા અને વીડિયો ફરતા કરાયા પરંતુ સી.આર. પાટીલ બરાબર માથાનાં નીકળ્યા હતા, કૌભાંડીઓ તો જેલમાં ગયા પરંતુ પડદા પાછળનાં ખેલાડીઓ જેલમાં ગયા વગર બેનકાબ થઈ ગયા.
  • પોતીકા વિરોધીઓને કાબૂમાં રાખવા ડંખ મારવા કરતાં ફૂંફાડા મારવાની જરૂર છે, ભૂતકાળમાં નરેન્દ્ર મોદીએ ફૂંફાડા મારીને અનેકને કરંડીયામાં પુરી દીધા હતા.

ગુજરાતમાં ભૂતકાળમાં ક્યારેય પણ જોવા મળ્યું ન હોય એવું હવે જોવા અને સાંભળવા મળી રહ્યું છે. કોઈના માટે પત્રિકા ફરતી કરવી કે બીભત્સ સીડી બનાવવી ભાજપ માટે હવે નવાઈ રહી નથી. ગુજરાતના લોકો નજીકનાં ભૂતકાળમાં આવું બધું અનુભવી ચૂક્યા છે, પરંતુ ભાજપનાં ભૂતકાળ અને વર્તમાનમાં મોટો તફાવત છે. ભૂતકાળની ઘટનાઓ ઈચ્છાઓથી આકાર લેતી હતી અને ઈચ્છાઓથી સમેટાઈ જતી હતી, પરંતુ નરેન્દ્ર મોદીનાં દિલ્હી ખાતેના પ્રયાણ બાદ આ બધો કાબૂ ગુમાવી દેવાયો છે. નરેન્દ્ર મોદી પછીની ગુજરાતની ભાજપની સરકારોમાં એકપણ સરકાર સ્થિર અને સક્ષમ વહીવટ કરી શકી નથી. વળી ભાજપની સરકારોને ઉથલાવવામાં કોઈ બહારનો કે વિપક્ષનો હાથ ક્યારેય રહ્યો નથી.

આનંદીબેન પટેલ, વિજય રૂપાણી આ બંને મુખ્યમંત્રીમાં એક પણ નબળા નહોતા. બંને રાજકીય રીતે પીઢ અને વહીવટકુશળ હતાં જ અને તેમ છતાં બંનેએ અધૂરી સત્તાએ ગાદી છોડવી પડી હતી અને હવે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ બીજી વખતની ટર્મ ચાલી રહી છે. પરંતુ ગુજરાત ભાજપનો વર્તમાન માહોલ જોતા ભૂપેન્દ્ર પટેલને પૂરાં પાંચ વર્ષ ગાદીએ ટકવા દેશે કે કેમ? એ અત્યંત મહત્ત્વનો સવાલ છે. ભૂપેન્દ્ર પટેલ સાવ સરળ, પ્રામાણિક અને ‘નેક’ ઈન્સાન છે. પરંતુ આ તેમની પ્રામાણિકતા જ તેમને બિનકાર્યક્ષમ પુરવાર કરી શકે. અલબત્ત ભૂપેન્દ્ર પટેલ ગમે ત્યારે ગાદી છોડવા તૈયાર છે. પરંતુ મુખ્યમંત્રીપદ છોડી દેવું એ બહાદુરી નથી. બલ્કે હિંમતભેર સામનો કરી મેલી મુરાદ ધરાવતા લોકોને ઉઘાડા પાડવાની જરૂર છે. ભૂતકાળમાં નરેન્દ્ર મોદીએ પણ આવું જ કર્યું હતું. તેમણે પોતીકા પક્ષના એક-બે નહીં અનેક લોકોને ઉઘાડા પાડીને રાજકીય રીતે શૂન્ય કરી દીધા હતા. જોકે એક નખ શીખ સજ્જન ભૂપેન્દ્ર પટેલ પાસે આવી અપેક્ષા રાખવી વધુ પડતી છે અને તેમ છતાં એટલું ચોક્કસ કહી શકાય કે જો જાહેર જીવન અને સક્રિય રાજકારણમાં રહેવું હોય તો ડંખ મારતા નહીં, પરંતુ ફૂંફાડા મારતા તો આવડવું જ જોઈએ.

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આના માટે ઉદાહરણ ગણી શકાય. તેમની સામે પત્રિકાકાંડ શરૂ થયાના ગણતરીના દિવસોમાં એક એકને શોધીને ‘બેનકાબ’ કરવા સાથે રાજકીય વેલ્યુ ખતમ કરી નાંખી હતી. પત્રિકાકાંડ અને વીડિયોકાંડમાં કેટલાક જેલમાં સળિયા ગણી રહ્યા છે. કેટલાક જામીન ઉપર જેલની બહાર છે તો કેટલાક લોકોનો હજુ પરસેવો સુકાતો નહીં હોય. આ એવા નેતાઓ છે કે, જેના પોલીસ દફતરે નામ આવ્યા નથી, પરંતુ પોલીસના ચોપડે નામ નોંધાવ્યા વગર તેમની ઓળખ જાહેર થઈ ચૂકી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પર્સનલ આસિસ્ટન્ટ ધ્રુમિલ પટેલનો સૌથી પહેલો ભોગ લેવાયો હતો. ધ્રુ‌િમલની ભૂમિકા અંગે મહિનાઓ પછી પણ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ધ્રુ‌િમલને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરવાની ઘટના ભૂપેન્દ્ર પટેલ માટે ચોક્કસ એક ધબ્બા સમાન ગણી શકાય. ત્યાર બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં જ છેક નરેન્દ્ર મોદીનાં સમયથી કાર્યરત હિતેશ પંડયાની બાદબાકી પણ કોઈ ગૌરવ લેવા જેવી ઘટના નહોતી. ખરેખર તો મુખ્યમંત્રી કાર્યાલયમાં તણખલું ફરકે તોપણ મુખ્યમંત્રીને પોતાને અને તેમના અંગત માનવામાં આવતા લોકોને જાણ હોવી જ જોઈએ. પરંતુ કમનસીબે આવું થયું નથી અને એટલે મુખ્યમંત્રી કાર્યાલયની કાર્યપ્રણાલી સામે શંકાના વાદળો ઘેરાઈ રહ્યાં છે અને લાંબે ગાળે નિષ્ફળતાનો દોષનો ટોપલો મુખ્યમંત્રીના માથે પણ ઢોળવામાં આવી શકે.

ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલયનાં સંયુક્ત સચિવ પરિમલ શાહને અચાનક પાણીચું આપી દેવાયું હતું. પરિમલ શાહની પત્રિકાકાંડમાં સંડોવણી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જોકે ધુમાડો નીકળે છે કે, આગ ચોક્કસ જ હશે એવું કહી શકાય. મુખ્યમંત્રી કાર્યાલયમાં બેઠેલા માણસની પક્ષનાં હોદ્દેદારો અને સરકાર વિરુદ્ધ પત્રિકાકાંડમાં સંડોવણી હોવાની દિવસો પછી જાણ થાય એ કેવી રીતે શક્ય બને? મતલબ કે મુખ્યમંત્રી કાર્યાલયનું આઈ.બી. તંત્ર ઘોરતું રહ્યું હતું. પરિમલ શાહ પૂર્વે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પાસેથી પણ રાજીનામું લઈ લેવાયું હતું એ પૂર્વે વડોદરામાં, રાજકોટમાં અને સુરતમાં પણ પત્રિકાકાંડ સર્જાયા હતા અને ખુદ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને નિશાન બનાવાયા હતા. પરંતુ પત્રિકાકાંડ ઊભુ કરનાર ખેલાડીઓ માટે સી.આર. પાટીલ માથાના નીકળ્યા હતા.

પરંતુ એક વાત ચોક્કસ છે કે, ભાજપની છાવણીમાં દેખાય છે એટલી શાંતિ નથી અને શિસ્ત પણ નથી. ભાજપના જ ઘણા લોકોને વર્તમાન વ્યવસ્થા સામે વાંધો છે અને એટલે ટોચના નેતૃત્વ સુધી પોતાનો વિરોધ પહોંચાડવાનું સીધી રીતે શક્ય નહીં બનવાથી પત્રિકાકાંડ અને વીડિયોકાંડ જેવા હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે. આવા અસંતુષ્ટોને પકડીને કોઈક ચોક્કસ ટોપલામાં પુરવામાં નહીં આવે તો ગુજરાતમાં ભાજપની એકપણ સરકારને પોતીકા લોકો જ સ્થિર ચાલવા દેશે નહીં. ભાજપ નેતાગીરીએ વિપક્ષ કરતાં પોતીકા પક્ષનાં વિપક્ષ (વિરોધી) ઉપર નજર રાખવાની જરૂર છે. બધાં જ નરેન્દ્ર મોદી બની શકે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલિમાંથી બોધપાઠ ચોક્કસ લઈ શકે અને બોધપાઠ લેવાની પણ ક્ષમતા નહીં હોય તો ગમે તેવા સક્ષમ નેતાને ગાદીએ બેસાડવામાં આવશે તોપણ પોતીકા પક્ષના વિરોધીઓ શાંતિથી સરકાર ચાલવા દેશે નહીં.

અને હવે તો દેશભરના વિપક્ષો પણ એક થયા છે, એવા કપરા સમયમાં ભાજપની નેતાગીરી સક્ષમ નેતૃત્વ નહીં કરી શકે તો ભાજપના અસ્તિત્વને ભુંસાતા વાર નહીં લાગે અને એવું થશે તો એક દિવસ ભાજપની છાવણી છોડીને ભાજપના જ લોકો વિપક્ષની છાવણી તરફ દોડી રહ્યાં હશે.

ગુજરાત ભાજપની નેતાગીરી પત્રિકાકાંડ, વીડિયોકાંડનાં બે-ચાર લોકોને પકડીને બેસી રહેશે તો ઉકેલ નહીં આવે, પરંતુ આવા કાંડોના સર્જકોને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી દેવા સાથે સંપૂર્ણ સફાયો કરવો પડશે.

આ પણ વાંચો :-